Home SUVICHAR Positive પોઝિટિવ વિચારો કરવા એટલે શું?

Positive પોઝિટિવ વિચારો કરવા એટલે શું?

0

Positive Thoughts Inspiration Motivational Life

પોઝિટિવ વિચારો કરવા એટલે શું?

Positive Thoughts Inspiration Motivational Life

– રાજ ગૌસ્વામી
( લેખક, બેસ્ટ સેલર પુસ્તકોના લેખક છે. અનુવાદક છે. મનોવિજ્ઞાનના અભ્યાસુ છે. વૈચારિક સમૃદ્ધિ વાળું વ્યક્તિત્વ છે.  ભાસ્કર સમૂહના એડિટર છે. )

પોઝિટિવ શબ્દને લઈને આપણે ત્યાં બહુ ગેરસમજ છે. મોટાભાગના લોકો પોઝિટિવ અભિગમને અવાસ્તવિક અથવા લોલીપોપ ગણે છે, કારણ કે તેમને માનવીય મનની જટિલતાની ખબર નથી.

પોઝિટિવ હોવું એટલે નેગેટિવની ઉપેક્ષા કરીને હસ-હસ કરવું તે નહીં. પોઝિટિવ હોવું એટલે નેગેટિવ સંજોગોમાં પણ સકારાત્મક રિઝલ્ટ આવશે તેવો ભાવનાત્મક અને વૈચારિક અભિગમ કેળવવો તે. Positive Thoughts Inspiration Motivational Life

બુદ્ધે કહ્યું હતું, “તમે જેવું વિચારો, તેવા બનો.”

શેક્સપિયરે લખ્યું હતું, “કશું સારું-ખરાબ નથી હોતું, તમારા વિચારો તેને સારું-ખરાબ બનાવે છે.”

વોલ્ટ ડિઝનીએ કહ્યું હતું, “તમે જેવું સપનું જુવો, તેવું તે સિદ્ધ થાય.” Positive Thoughts Inspiration Motivational Life

તેને law of attraction કહે છે. જેવી રીતે ગ્રહો વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ હોય છે, તેવી રીતે આપણા વિચારો અને આપણા વ્યવહાર વચ્ચે law of attraction કામ કરે છે.

તમને જો લાગતું હોય કે તમે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છો, તો તમારો વ્યવહાર એ દિશામાં હશે, અને તમને લાગતું હોય કે તમે સક્ષમ નથી, તો ગમે તેવું મોટિવેશન પણ તમારા માટે નકામું નીવડશે. Positive Thoughts Inspiration Motivational Life

બે પ્રકારના લોકો હોય છે; એક, જેમના વિચારો સંજોગો પ્રમાણે પ્રભાવિત થાય છે, અને બે, જેમના વિચારો સંજોગોને પ્રભાવિત કરે છે.

એક ભાઈએ નવી કાર લીધી. આખો પરિવાર તેમાં ફરવા ગયો. રાત્રે બહુ વરસાદ પડ્યો અને તેમની કાર પર ઝાડ પડ્યું. કાર કુચ્ચો થઈ ગઈ. પરિવાર બચી ગયો. કારનો વીમો હતો અને કંપની નવી કાર આપવા તૈયાર હતી. એ ભાઈના ભાઈબંધે કહ્યું કે આ કાર તારા માટે અશુભ છે, બદલી નાખ. ભાઈએ કહ્યું, “અશુભ શેની? આ તો શુભ કાર છે. ઝાડનો માર તેણે સહન કરીને અમને બચાવી લીધા. અમે આ કારને લીધે જ જીવતા છીએ. હું નવી નહિ લઉં. આને જ રીપેર કરાવીશ.” (આ સાચો કિસ્સો છે)

Positive Thoughts Inspiration Motivational Life

તમને અનુભવ હશે કે, અચાનક લાઈટ જતી રહે પછી, દસ-પંદર મિનિટમાં તમને અંધારામાં પણ ચીજો દેખાવા લાગે. માણસો (અને પ્રાણીઓ)ની આંખો ઘોર અંધારામાં પણ એડજસ્ટ થઈ જાય છે. તેને dark adaptation અથવા નાઈટ વિઝન કહે છે.

પોઝિટિવિટી એટલે અંધારામાં ચીજોને જોવી તે.

Positive Thoughts Inspiration Motivational Life

#Positive #Thoughts #Inspiration #Motivational #Life

error: Content is protected !!
Exit mobile version