Home SUVICHAR Happy Life આ દસ સૂત્રો કોઈપણ કામમાં સફળતાની દિશા નક્કી કરી આપશે…

Happy Life આ દસ સૂત્રો કોઈપણ કામમાં સફળતાની દિશા નક્કી કરી આપશે…

0

Contents

Satyam Shivam Sundaram by raj goswami book review life success happy

Happy Life આ દસ સૂત્રો કોઈપણ કામમાં સફળતાની દિશા નક્કી કરી આપશે…

જાપાન ઘણી બધી રીતે વ્યક્તિના જીવન અને મનોજગતને પર કામ કરતું આવ્યું છે. એમાંની એક સરસ મજાની વાત એટલે ‘ ઇચિગો ઇચી ‘ પુસ્તક છે.

આ પુસ્તકને ગુજરાતીમાં રાજ ગોસ્વામી ‘ સત્યમ્, શિવમ્, સુંદરમ્ ‘ ના નામે લઈ આવે છે. એમણે ઇચિગો ઇચી ને સત્ય તરીકે જણાવે છે, કાઇઝનને શિવમ્ તરીકે જુએ છે એની સુંદરમ્ તરીકે વાબી – સાબી ની વૈચારિક પ્રક્રિયાને સમજાવે છે.

જીવનને સમજવું અને તમે કોઈપણ કામ કરતા હોવ કે કોઈ વેપાર કરતા હોવ ત્યારે આ સમજણ બહુ જ કામ લાગે એવી છે. મને આ પુસ્તક વાંચતા વાંચતા જે અર્ક તરીકે ક્યાંક લખી લેવા કે સમજમાં ઉતારી લેવા જેવું લાગ્યું એ અહીં પ્રસ્તુત છે…

Satyam Shivam Sundaram by raj goswami book review life success happy

ઇચિગો ઇચીના દસ સ્ટેપ…

1. મંથરતા
2. વિરામ
3. સાક્ષીભાવ
4. ક્ષણની કૃતજ્ઞતા
5. એકાગ્રતા
6. ભાર વગરની યાત્રા
7. જાત સાથે પ્રમાણિકતા
8. મેડિટેશન
9. સભાનપણે ખાન – પાન
10. આદર અને અનુકંપા

Satyam Shivam Sundaram by raj goswami book review life success happy

કાઇઝન…

કાઇઝન શબ્દનો અર્થ થાય છે ઔદ્યોગિક કે વેપાર – ધંધામાં સુધારો લાવવાની તકનીકને કાઇઝન કહે છે…

1. ટીમવર્ક
2. વ્યક્તિગત શિસ્ત
3. ઉન્નત મનોબળ
4. ક્વોલિટી
5. ઇમ્પ્રુવમેન્ટ માટેના સુચનો

Satyam Shivam Sundaram by raj goswami book review life success happy

આ દસ ‘ નીતિસૂત્રો ‘ જીવનના કોઈપણ ક્ષેત્રમાં લાગુ પડી શકે છે…

1. સર્વસ્વ દાવ પર લાગેલું છે, પહેલાં બગાડ ઓછો કરો.
2. કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં જાતને કહો કે ‘ આ હું કરી શકું તેમ છું. ‘
3. કામ શિક્ષક છે. તમને સર્વે જવાબો કામ માંથી જ મળશે.
4. જે કરો એ તરત જ કરો. તાબડતોબ પગલું ભરવું એ જીતવા માટેનો એક માત્ર રસ્તો છે.
5. જે પણ કામ શરૂ કરો તેને વળગી રહો.
6. અઘરી વાતને સહેલાઈથી સમજવો.
7. સમસ્યાને જાહેર કરો.
8. હેતુ વગરના કામ ન કરો.
9. સુધારો કરતા જાઓ.
10. શાણપણથી કામ કરો.

આ પુસ્તક ઘણું કહી જાય છે અને કોઈપણ કામને એક અલગ દૃષ્ટિથી જોવાની રીત શીખવે છે.

Satyam Shivam Sundaram by raj goswami book review life success happy

#Satyam #Shivam #Sundaram by #rajgoswami #bookreview #life #success #happy

error: Content is protected !!
Exit mobile version