Home ANAND THAKAR'S WORD SERVER ROOM : A Novel સર્વર રૂમ : ફોર ફાઈન્ડ ધ પ્રોટોકોલ પ્રકરણ – 4

સર્વર રૂમ : ફોર ફાઈન્ડ ધ પ્રોટોકોલ પ્રકરણ – 4

0

SERVER ROOM for Find The Protocol story by anand thakar ch-4 story by anand thakar

SERVER ROOM  For Find The Protocol ch-4

story of adventure loveliness gallantry Sensation

Contents

     સર્વર રૂમ 

ફોર ફાઇન્ડ ધ પ્રોટોકોલ 

#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા

પ્રકરણ – 4

SERVER ROOM for Find The Protocol story by anand thakar

આલેખન – આનંદ ઠાકર

કોઈએ મને પહેલીવાર વિક્રાંત કશ્યપના નામથી બોલાવ્યો. મેં પાછળ જોયું. મને કહેવામાં આવ્યું હતું કે તમારે ક્યાં જવાનું છે એના પ્રોજેક્ટ મેનેજર તમને તમારા વર્કપ્લેસ પરથી લઈ જશે.

પાછળ જોતા વેંત મને આશ્ચર્ય થયું :  મનજીત રોશન?!

તું અહીં? અચાનક મારાથી બોલી જવાયું.

સાહેબ, આ જગત એક દરિયો છે. દરિયામાં નાખેલી વસ્તુ જેમ બહાર પાછી આવી જ જાય. તેવી રીતે જ જગતમાં તમે જે ઘા કર્યું હતું એ પાછું આવવાનું જ હતું.

મેં ‘ ઘા ‘ નહોતું કર્યું. તરતા મૂક્યો હતો મિત્ર.

સેમી કન્ડક્ટર માટે તો ઘા જ કર્યો એમ કહીશ. મનજીત જરા ઢીલો પડ્યો ને બોલ્યો : ખતમ થઈ જશે, સાહેબ…

કરીએ છીએ કશુંક.

સાહેબ, પાયરોફોરિક અને અત્યંત ઝેરી પનિકટોજન હાઈડ્રાઈડ ગેસ આર્સેનિકને  શુદ્ધ તો કર્યા, ખૂબ ધ્યાન રાખ્યું પણ એ તો સહસ્ત્રાર્જુન જેવા છે હાજર હાથ વાળા. આખરે ફેલાઈ ગયું બધું.

કેન્સર ને હજી પહોંચી વળાશે, મનજીત. પણ મારી મુખ્ય ચિંતા છે. ખોરાક દ્વારા DNA અને આખરે બનતા ગર્ભને અસર કરી ને આખી માણસની જાતને ખતમ કરી નાખશે!

પણ સાહેબ, પીવામાં પાણીના સ્ત્રોતમાં ભળી જવાથી હવે ચામડીના રોગ અને વાળ ખરવાની સમસ્યા સમાન્ય છે.

જ્યાં સુધી માથાના વાળ ખરતાં હતા ત્યાં સુધી લોકો પણ ગફેલમાં રહ્યા, હવે નેણ અને હાથ પગના વાળ ખરવાના અને પછી ઉગવના જ બંધ થઈ રહ્યા એટલે હાંફળા ફાંફળા થવા લાગ્યા. મને રિપોર્ટ મળ્યા હતા, મનજીત.

તો પણ સાહેબ તમે કઈ -?

મિત્ર, હું કેદમાં હતો. સર્કસનો સિંહ. નફ્ફટ રાજકારણીઓ…

તો લોકો સુધી પહોંચવામાં તમને ક્યાં વાંધો હતો?

મને થોડું હસવું આવી ગયું અને પછી બોલ્યો, મનજીત તને એમ લાગે છે કે મેં કંઇ નહિ કર્યું હોય?! આપણા ભારતના લોકો થોડાં ઊંઘમાં છે. અને જે જાગે છે એ ભૂખ્યા છે. આને શિક્ષણ નામે ભ્રમ આપવામાં આવે છે વર્ષોથી એટલે હવે એની નીચે રેલો ન આવે કે એને કોઈ એકલા મરવા ન મૂકી દે ત્યાં સુધી એને કોઈ ફેર પડતો નથી.

સાહેબ, હવે શું? એ કહો.

તમારા હાથમાં હતું. ‘ હવે ‘ મને શા માટે?

જેમ તમે સર્કસના સિંહ હતા એમ અમે તો પાલતું માછલીઓ હતા. મહિને સેલરી મળે અને દસ દસ – બાર બાર કલાક કામ કરો, બસ.

મોટા અજગર જેવા રાજકારણી અને શિયાળ જેવા આઇએએસ ઓફિસરો એની વચ્ચે તો હવે બચી રહ્યા આપણે બધા…

મનજીત ને ઘણું કહેવું હતું, એ ચૂપ રહ્યો.

મારે ઘણું બોલવું હતું, ખાલી થવા માટે પણ હું પણ ચૂપ થયો. બધો ડૂમો ધરબી દીધો હૈયામાં.

છતાં મેં કહ્યું : મનજીત, મને યાદ આવે છે કે ત્રણ જગ્યાએ ન બોલવું જોઈએ:

– જ્યાં તમારી વાત ધ્યાને ન લેવાતી હોય.
– તમારી વાતનું મહત્વ ન હોય.
– જ્યાં બધા પોતાને લીડર માનતા હોય.

સાહેબ, જ્યારે એક્શનમાં આવવાની શક્યતાઓ વધુ હોય અને જીવનું જોખમ વધુ હોય ત્યારે ફિલોસોફી કોઈ કામની નથી આવતી. હવે તમારા વિચારો શું કાર્ય કરવાનું કહે છે?

મને તો એમ કહેવામાં આવ્યું છે કે તમને અહીં તમારા ટીમ પ્રોજેક્ટ  મેનેજર મળશે એની સાથે આગળની સૂચના આપશે. તો શું તું આ ટીમનો મેનેજર છે?

સાહેબ, તમે હોય અને હું મેનેજર હોઉં?

મિત્ર, એક તો તું મને સાહેબ સાહેબ કહેવાનું બંધ કર. અને બીજું કે મેં તને માત્ર તારી હોંશિયારી ને કારણે નહિ પણ વિવેકબુદ્ધિને કારણે એ પ્રોજેક્ટમાં મોકલ્યો હતો. અને એટલું યાદ રાખજે કે બુદ્ધિ ક્ષમતા એક જ એવું હથિયાર છે કે જેના દ્વારા કોઈને અડયા વગર મહાત કરી શકાય છે. ચાલ, હવે એ કહે કે તું પ્રોજેક્ટ મેનેજર છે કે બીજું કોઈ?

ના. સાહેબ, બીજું કોઈ. મને પણ માત્ર અહીં આવવાનું કહેવામાં આવ્યું હતું. તમારી જાણ હતી. પણ –

દરવાજો ખૂલવાનો અવાજ આવતા મારી અને મનજીતની બંનેની નજર એ બાજુ ગઈ. અને તરત મનજીતે મારી તરફ આશ્ચર્ય ને શંકા ભરી નજરે જોયું. મેં મનજીત સામે જોયું એમાં મારો ભાવ આશ્ચર્યનો હતો પણ ઉત્સાહનો ન રહ્યો. એના ઘણાં કારણો હતા. પણ અત્યારે તો અમે બંનેએ ઉત્સાહમાં આવી ગયા હોઈએ એવું નાટક કરીને એક સાથે બોલી ઉઠ્યા: પી. જે. ભાર્ગવ સાહેબ? તમે?

એમણે એના એ જ વર્ષો જૂના રુક્ષ વ્યવહારથી માથું હલાવી અમારી પાછળની દીવાલ તરફ ચાલ્યા. એની વર્ચ્યુઅલ સ્ક્રીનને તેમણે આદેશ આપ્યો એટલે દીવાલ પર સ્ક્રીન છવાઈ ગઈ.

ડો. પી. જે. ભાર્ગવ : મારા એક સમયના માર્ગદર્શક હતા ત્યારે તો એમનાથી ડરતા હતા પરંતુ આજે એમની ટીમમાં એવડા મોટા પ્રોજેક્ટ માટે અમે બે જ હતા એમની શિસ્તને સહન કરવા માટે એ જાણીને તણાવ વધી ગયો. કારણકે એમની એક ખાસિયત હતી કે જે પ્રોજેક્ટમાં એ પડે એનો સમય નક્કી કરે અને એ પહેલાં એ પૂરો કરે. ન થાય તો મહિનાઓ સુધી એ એમની લેબમાં પડ્યા રહે.

ડો. પી. જે. ભાર્ગવના પરાક્રમો જ કહી શકાય એવા પ્રોજેક્ટ ઘણાં છે અને નિષ્ફળતાઓ પણ ઘણી છે. એ બધું આજે યાદ આવે છે. તેઓ એક સોલ્યુશન માટે ત્રણ વર્ષથી ગુમ હતા. એ રહસ્ય પરથી પણ પડદો મને લાગે છે કે આજે ઊઘડશે…

( વધુ આવતા અંકે… )

( આ લેખકની પ્રસ્તુત નવલકથા પ્રકરણોમાં અહીં આપેલા અને હજુ અહીં પ્રકાશિત થવાના બાકી તમામ પ્રકરણ માટે SWA સંસ્થા દ્વારા કોપી રાઇટ (© copy right ) આરક્ષિત કરવામાં આવ્યા છે માટે અહીં પ્રસ્તુત કોઈ પણ ભાગ અન્યત્ર પ્રકાશિત કરવા કે અન્ય માધ્યમમાં ઉપયોગી લેવા મટે લેખકની પરવાનગી લેવી જરૂરી છે. )

આ પ્રકરણ પહેલાના પ્રકારનો વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો…

https://edumaterial.in/category/anand-thakars-word/

#server room #novel #katha
#સર્વર _રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation

અમારી સાથે જોડાવા માટે….

Facebook page…

https://www.facebook.com/sahajsahity/

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version