Home ANAND THAKAR'S WORD SERVER ROOM : A Novel પ્રકરણ – 6 : SERVER ROOM : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ

પ્રકરણ – 6 : SERVER ROOM : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ

0

server room ch- 6 story of adventure loveliness gallantry Sensation

SERVER ROOM
For Find The Protocol ch-6

Contents

સર્વર રૂમ : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ

પ્રકરણ – 6

server room ch- 6 story of adventure loveliness gallantry Sensation

આનંદ ઠાકર 

મારા લટકતા પ્રશ્નનો જવાબ આપવા માટે રેવાએ થોડું વિચાર્યું. પછી પોતાના હાથ પર રહેલી જ કિ પ્રેસ કરતાં સામે સ્ક્રીન આવી અને તેમણે કહ્યું

તમારો પ્રશ્ન છે કે સ્પેસ, એટલાન્ટિક અને કૈલાસ જ કેમ?

સમયનું ચક્ર બહુ ગજબ છે. જ્યારે અમે ભણતા હતા ત્યારે જ પર્યાવરણ પરના સંશોધન પર પી જે એ કહેલું કે એશિયાખંડનું વાતાવરણ અને ઋતુચક્ર બદલાશે. અને એ થયું. આજે ગમ્મે ત્યારે વરસાદ કે ઠંડી પડે છે એની પાછળ બે બાબતો જવાબદાર છે એક માનવસર્જિત પ્રદૂષણ જેના કારણે હિન્દુકુશની પર્વતમાળા ઓગળી રહી છે. અને બીજું કારણ છે એટલાન્ટિક મહાસાગરમાં સપાટીનું દબાણ.

કૈલાસ કેન્દ્રબિંદુ છે. એવરેસ્ટ ખળભળ્યો પણ કૈલાસ હજુ અડીખમ છે, પણ એટલું ચોક્કસ માનજો કે ધર્મ કરતા પણ એ ભૌગોલિક મહત્વ વધારે ધરાવે છે. અને જે દિવસે એ ખાળભળશે તે દિવસે ખૂબ મુશ્કેલ સ્થિતિ હશે પૃથ્વીની. એક કારણ તો એવું છે કે એની નીચે અસંખ્ય ખનિજોનો સ્રોત છે, બસ જોવાનું એ કે દુનિયા એનો ઉપયોગ ન કરી જાય. એ નાભિ છે. એ ખોદશે કે તેની આસપાસ પણ કશુંક નિર્માણ થશે તો મુશ્કેલી સર્જાશે. એક સમય હતો ત્યારે લડાખ પણ બહુ જૂજ માનવ વસ્તી ધરાવતું હતું. આજે પર્યટન કરતા અહીંના પેટાળમાં ખનિજો લેવા માટે ચાર દેશો એકમેકના નિર્દોષોને મારી રહ્યા છે.

આમ કૈલાસ અને એટલાન્ટિક બંને ધરતીના બે કેન્દ્રને પકડી અને બેઠા છે. હવે વાત કરીએ સ્પેસની. અવકાશ એક એવું સ્થળ છે જ્યાં કોઈ એક એવો ગ્રહ મળી જાય જ્યાં પૃથ્વીના ભૂતકાળનો અભ્યાસ થઈ શકે તો માનવ અસ્તિત્વના ભવિષ્યને ભાખી શકાય! થોડું અટપટું છે પણ પી જે ની ફાઇલોમાં જે હતું એ મેં આપને કહ્યું.

હું બહુ રસપૂર્વક સાંભળતો હતો કારણ કે આ બધું પૃથ્વી પર થઈ રહ્યું હતું, બલ્કે થવાની શરૂઆત હતી ત્યારે આ માણસે કહ્યું હતું પણ કોઈએ માન્યું નહિ. માનવા કરતા પણ પી જે ભાર્ગવને ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા. મારે તો એ જાણવું હતું. પણ અત્યારે એ સમય નહોતો. રેવાએ એમને કેટલાક દ્રાવણ આપ્યાં. અમે એ પીધાં. થોડી આંખો ખૂલી હોય એવું લાગ્યું અને પછી મને અને મનજીતને પી જે ભાર્ગવના સર્વર રૂમમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કેટલાંક ડેટા એનાલીસિસ થતાં હતાં.

રેવાએ કહ્યું : આ એમનો સર્વર રૂમ છે. અહીં વિશ્વના ડેટા આવે છે ને એનું વિશ્લેષણ થાય છે. વિશ્વની સપાટી નીચે શું છે તે પી જે ભાર્ગવના ત્રણ પ્રાઇવેટ સેટેલાઇટ સર્ચ કરી રહ્યા છે. પણ એ નથી મળતું કે પૃથ્વીને બચાવવા માટેનો સર્વર રૂમ ક્યાં છે? અને જો કદાચ મળી જાય તો એના પ્રોટોકોલ શું હશે?

મેં કહ્યું: માની લો કે મળી ગયું તો? તો શું થશે?

રેવા એ જરા હાસ્ય પાથરીને કહ્યું : પી જે ભાર્ગવ, બ્રેવજંગ, વગેરે જેવાની વર્ષોની તપશ્ચર્યા ફળશે.

મને રેવાના અવાજમાં થોડો મીઠો ઠપકો લાગ્યો એટલે મેં એમને કહ્યું : ને તમારી તપશ્ચર્યાનું શું?

એમણે થોડો ગુસ્સામાં ને થોડીક લજ્જમાં કહ્યું : મારી તપશ્ચર્યા? હું તો જીવતદાન અપાયેલું યંત્ર છું.

મનજીત એના સ્વભાવ પ્રમાણે પૂછી બેઠો : તમે યંત્ર?

રેવા એ એના વાળ કાઢ્યા અને અમે જે જોયું એ આશ્ચર્ય રૂપ હતું. એમણે વધુમાં કહ્યું : હું પી જે ને આસિસ્ટ કરતી. એમના પર પૂરો વિશ્વાસ. એકવાર અમે કૈલાસ ગયેલા ત્યાં હું પડી અને લગભગ મૃત્યુ પામી હતી. પરંતુ પી જે એમ મારવા દે? તેઓ પોતાની લેબમાં લઈ આવ્યા અને તેના મિત્ર વિજ્ઞાનિકોએ ને ડોક્ટર્સને લાઈવ ઓન વ્યું ( જે એવી ટેકનોલોજી છે જ્યાં વ્યક્તિ દેહથી નહિ પણ ડિજિટલ રૂપે હજાર હોય અને અદ્દલ એવું કામ કરી શકે જેવું એ સદેહે કરી શકે. ) બોલાવી અને આર. વિશ્વને મારામાં બ્રેઈન સેન્સર ગોઠવ્યા. અજકુંભસ્તે મારા ચેતાતંતુઓ નેનો સેન્સર સાથે જોડ્યા અને ચામડી, હાડકાં બધું યથાવત કર્યું. કૃત્રિમ હૃદય ભાર્ગવે લગાવીને શરૂ કર્યું. આજે હું હાડમાંસ સિવાય બીજી બધી રીતે મારી અંદર રહેલા કૃત્રિમ સેલ્સ દ્વારા કાર્યરત છું. કદાચ વિશ્વની પહેલી બયોટેક માનવ છું. મારી કોઈ તપશ્ચર્યા નથી. મારી પ્રતીક્ષા છે.

મને આશ્ચર્ય થયું કે તરત મારાથી બોલી જવાયું : નવું જીવન મળ્યું એમાં તમે ભાર્ગવના ઋણી બનો છો. એને સર્મપિત થઈને આસિસ્ટ કરો છો અને છતાં હજુ કોની પ્રતીક્ષા?

મારામાં એ પ્રતીક્ષા ન કહેવાનું પ્રોગ્રામિંગ છે. મારાથી એ શક્ય નથી. કારણ કે મારું જીવવું જરૂરી છે. બધા વિજ્ઞાનિકોએની ડેટા ફાઈલ અહીંના સર્વર રૂમમાં છે. આ બધા પ્રતીક્ષામાં છે. એક બહુ મોટી ક્રાંતિની. એક બહુ મોટા મિશનની અને તમે અત્યારે એન માટે પસંદ થયા છો તો કામ કરો.

બધો ખેલ સર્વર રૂમ મળવા ઉપર નિર્ભર છે. પી જે ભાર્ગવે આપને એટલો જ મેસેજ મોકલ્યો છે કે આ ડેટાનો ઉપયોગ કરીને કામ માટે નીકળી પડો.

રેવા ચાલી ગઈ. આમ તો એ પી જે ભાર્ગવ જેવડી ઉંમરના હશે એટલે અમારે એને ચાલ્યાં ગયાં એમ કહેવું જોઈએ. પણ એમની મોકળાશ એમને એમના મિત્ર બનાવી ગઈ.

મેં ભાર્ગવનો સર્વર રૂમ જોયો. મનજીતને કહ્યું : કૈલાસ અને એટલાન્ટિક વાળી વાત માની શકાય છે પણ જાણવી પડશે. મને એમાં જ વધુ ભરોસો છે.

મનજીત : કારણ?

મેં થોડું વિચારીને કહ્યું : જે જ્યાંથી ખોવાયું છે, એને ત્યાંથી જ મેળવવું જોઈએ. એટલે હવે હું પહેલાં કૈલાસ અને એટલાન્ટિકની જીઓગ્રાફિ અને તેના સાયન્ટિફિક કારણો શોધીશ.

મનજીત : પણ એ તો કહ્યુંને કે પી જે ભાર્ગવે શોધી લીધું છે.

મને થાય છે કે ભાર્ગવ સાથે ચર્ચા કરી તેના પર ફરી કાર્ય થવું જોઈએ. શક્ય છે કોઈ નવી વાત મળે જેના પર અગાઉ ધ્યાન ન ગયું હોય?

મનજીત : ના. સ્પેસ સિવાય શક્ય નથી. મને એમ લાગે છે કે યામી કશુંક નવું લાવશે. તારાથી વહેલું.

એટલે તું કઈ બાજુ છે?

રેવા બાજુ…

અને એનો ચહેરો જોઈ મારાથી હસી પડાયું!

 

( વધુ આવતા અંકે… )

#server room #novel #katha #Science-fiction
#સર્વર _રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation

અમારી સાથે જોડાવા માટે….

Facebook page…

https://www.facebook.com/sahajsahity/

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

error: Content is protected !!
Exit mobile version