Home CINEMA એસ એસ રાજામૌલીની ફિલ્મો અને આપણા ધર્મગ્રંથો : બાહુબલી

એસ એસ રાજામૌલીની ફિલ્મો અને આપણા ધર્મગ્રંથો : બાહુબલી

0

S.S. Rajamouli films and Hinduism Ramayan Mahabharat puranas

એસ એસ રાજામૌલીની ફિલ્મો અને આપણા ધર્મગ્રંથો : પાર્ટ – 1 – બાહુબલી

આપણા માંથી કદાચ જ કોઈ એવું હશે કે જે દક્ષિણના મહાન ડિરેક્ટર એવા એસ એસ રાજામૌલીને ના ઓળખતા હોય…

એસ એસ રાજામૌલી એવા ડિરેક્ટર છે કે જેને ભારતીય ફિલ્મ જગતની સીમાઓ ને વધુ ને વધુ વિસ્તરી આપી છે.

એમના દ્વારા બનાવાયેલ ફિલ્મ બાહુબલી તો આપણે સૌએ નીહાળી જ હશે.

પરંતુ અહીં આપણે એસ એસ રાજામૌલીની ફિલ્મો અને આપણા ધર્મગ્રંથો એ વિષય પર પ્રથમ ભાગમાં બાહુબલી ફિલ્મ સાથે આપણા ધર્મગ્રંથોનો શું સંબંધ છે… એના વિશે વાત કરીશું…

જો આપ એક સારા દર્શક હોવાની સાથે સાથે સારા અવલોકનકાર હોવ તો આ વાત જાણીને તમને આનંદ થશે.

S.S. Rajamouli films and Hinduism Ramayan Mahabharat puranas

બાહુબલી ફિલ્મના મુખ્ય નાયક પ્રભાસ (અમરેન્દ્ર બાહુબલી) એક આજ્ઞા કારી પુત્ર અને આદર્શ પતિની ભૂમિકામાં જોવા મળે છે… જે પાત્ર રામાયણ માંથી ભગવાન શ્રીરામના ગુણો દર્શાવે છે.

પ્રભાસના એટલે કે અમરેન્દ્ર બાહુબલીના પત્ની અનુષ્કા શેટ્ટી (દેવસેના) એક એવી પત્નીની ભૂમિકામાં જોવા મળે છે કે જે સ્ત્રી પોતાના પતિને આવનારા દરેક સંકટમાં સીતામાતાની જેમ સાથે રહે છે.

જેમ ભગવાનશ્રી રામ અને માતા સીતા અયોધ્યા છોડી ને માતાની આજ્ઞાનું પાલન કરે છે. એ રીતે બાહુબલી અને દેવસેના પણ મહિશમતી સામ્રાજ્ય છોડી જવું પડે છે… દેવસેના સીતામાતા રાવણની લંકામાં વર્ષો સુધી ભગવાન શ્રીરામ ની રાહ જોતા હતા. એ રીતે દેવસેના પોતાના પુત્ર પ્રભાસ (શિવા)ની રાહ જોતી હોય છે…

S.S. Rajamouli films and Hinduism Ramayan Mahabharat puranas

આ ફિલ્મમાં રાઈમા (શિવગામી દેવી) જે પોતાના સગાપૂત્ર રાનાડગાબૂતી (ભાલાલ દેવ) ને રાજગાદી આપે છે અને બાહુબલી તડીપાર કરી મૂકે છે. અહીં આ ફિલ્મ અમ્રેન્દ્ર બાહુબલી માટે શિવગામી દેવીનું માતૃત્વ પણ દેખાડવામાં આવ્યું છે.

અહીં ભલાલ દેવ દુર્યોધનના પાત્રમાં છે જેને પોતાના ભાઈની પત્નીને – ભરી સભા વચ્ચે દેવસેનાનું અપમાન કરાવ્યું.

ભલાલદેવના પિતા એટલે કે બીજળદેવ કે જે એક હાથે અપંગ છે… અને પોતાના પુત્રના પ્રેમમાં ન્યાય અન્યાય કશું જ ના જોનાર ધૃતરાષ્ટ્રની યાદ અપાવે છે.

કટપ્પાના પાત્રમાં ક્યાંક શ્રી હનુમાનજીની છાયાં જોવા મળે છે તો ક્યાંક વિભીષણની છાયાં છે.

એસ એસ રાજામૌલીની ફિલ્મો આપણને ગમે છે કારણ કે એનું પાત્રાલેખન ક્યાંકને ક્યાંક પરિચિત લાગે છે.

બીજા ભાગમાં આવી જ બીજી ફિલ્મ વિશે વાત કરીશું…

S.S. Rajamouli films and Hinduism Ramayan Mahabharat puranas

#SSRajamouli #film #Hinduism #Ramayan #Mahabharat #puranas #bahubali #rrr #makhkhi

error: Content is protected !!
Exit mobile version