Home CINEMA Qarib Qarib Singlle એક ” ઘનઘોર ” ફિલ્મ…

Qarib Qarib Singlle એક ” ઘનઘોર ” ફિલ્મ…

0

Qarib Qarib Singlle hindi film movie love and comedy story

Contents

Qarib Qarib Singlle એક ” ઘનઘોર ” ફિલ્મ…

Qarib Qarib Singlle hindi film movie love and comedy story

કરીબ કરીબ સિંગલ એક ” ઘનઘોર ” ફિલ્મ છે . અહીં ” ઘનઘોર ” શબ્દને અવતરણ ચિહ્નમાં મૂક્યા કારણ કે પ્રેમ કેવો કર્યો એનો જવાબ આપતા પાત્ર કહે છે ” પ્યાર બહુત હુઆ, મતલબ ઘનઘોર પ્યાર કિયા… ” આથી મને આ ફિલ્મ માટે પણ આ શબ્દ ગમ્યો.

હિન્દી ફિલ્મ क़रीब क़रीब सिंगल મેં નેટફ્લિક્સ પર જોઈ. વાર્તાકળાને લઇને આ ફિલ્મની વાત કરવી છે. હું દરેક ફિલ્મને આ રીતે જ જોઉં છું.

વાર્તા પ્રવાહ, વાર્તા કલા, ઘટનાને ઓછું પ્રાધાન્ય છતાં ઘટનાની કડી એટલી મજબૂત, ટાઇટ સ્ક્રિપ્ટ, સિનેમેટિક સ્ક્રીન પ્લે છે ને એમ છતાં વાર્તાકળા કે નાટકના સંઘર્ષના તત્વનો દેકારો બોલાવ્યા વગર જે વાત કેમેરાની તાકાતથી રજૂ કરી છે એટલે ઘનઘોર રજૂઆત….

Qarib Qarib Singlle વાર્તા…

જયા એક સ્ત્રી પાત્ર. બહુ નાની ઉંમરમાં એનો પતિ મૃત્યુ પામે છે હજુ તો એમને એક પણ સંતાન નથી ત્યાં. લાઇફ પોલિસી કંપનીમાં નોકરી કરે છે. એની બહેનપણી અને એનો ભાઈ એને બીજી વખત પરણી જવા કહે છે. એકલી રહે છે. એમાં એક દિવસ abatak singal નામની website પર પોતાનું ખાતું ખોલે છે અને યોગેન્દ્ર શશિધરણ નામ ધરાવતા વ્યક્તિ એમાંથી મળે છે જે મિત્રોમાં યોગી અને કવિઓમાં વિયોગીના નામથી જાણીતા છે. બંને ડેટ પર જાય છે: હૃષીકેશ, જયપુર, ગંગટોક અને જયા જયપુર સુધીની યાત્રા એની કઝીન સિસ્ટર તરીકે કરે છે. આખરે ગંગટોકમાં બંનેને એકમેક પ્રત્યે લાગણી થાય છે અને એક જ બોટલ માંથી પાણી પીવે છે.

એક કાવ્યાત્મક વાર્તા છે. ઉપર તો માત્ર મેં 0.5 ટકા વાર્તા બતાવી છે. એક કલાત્મક નમૂનાને આમ પાંચ સાત લીટીમાં વર્ણવી શકાય નહિ.

હવે જોઈએ તેના કેટલાક કલાત્મક દૃશ્યો…

વર્ષોથી સિંગલ રહેતી જયા જ્યારે abTak singal website પર જાય છે ત્યારે જે મનોમંથન અનુભવે છે એ કેમેરા અને અભિનય દ્વારા જે પ્રસ્તુત કર્યું છે એ જોઈએ તો જ સમજાય.

સિનેમા એ ડાયલોગ નથી, દૃશ્ય છે. આ ફિલ્મમાં દૃશ્યો બોલે છે જેમ કે…

હૃષીકેશ એક આશ્રમમાં ઉતરે છે જેમાં બંનેના રૂમમાં એક કોમન દરવાજો છે. બેક દિવસ બંને રૂમમાં કોમન લેન્ડલાઇન પર વાત કરે છે અને હરેક વખતે યોગી વાત કરતા કરતા સૂઈ જાય છે. એક વાર જયા એના રૂમનો દરવાજો ખોલીને સૂતેલા યોગીના હાથ માંથી રીસીવર લેવા જાય છે અને હાથ યોગીના ગાલ પાસે અટકી જય છે. રીસીવર અને હાથ બંને લઈ અને સૂતા યોગીને જોઈ જ્યારે પોતાના રૂમમાં પાછી આવે છે ત્યારે એક એક મૂવમેન્ટ સંવાદ જેવા છે. એના ચપ્પલ કાઢવા, એનું બિસ્તર પર હાથ લંબાવીને સૂઈ જવું, ચશ્મા ઉતારવા…

આ જ ચશ્મા ફરી એક એલીમેન્ટ બને છે જ્યારે જયપુરમાં જયા ઊંઘની ગોળી નશામાં યોગી પોતાના રૂમમાં સુવડાવી છે અને પોતે સોફા પર સુઈ જાય છે, જ્યારે જાગે છે તો જયા યોગીને પ્રશ્નો પૂછે છે ગઈ રાતના અને યોગી જયાના ચશ્માને નાક પર સહેજ ધક્કો મારી ઉપર ચડાવે છે! ઓહ્, કોઈ પણ સ્પર્શ વગરનો આ સંવાદ દર્શક, પત્રો અને સમગ્ર ફિલ્મમાં સંઘર્ષના દેકારા વગરનો સંઘર્ષ જન્માવે છે.

આવા તો અનેક દૃશ્યો છે. આ ફિલ્મને જોતા તમે દશ સેકંડના સ્કીપ રાઉન્ડ પર આંગળી જવા દેશો તો એનો એક અર્થ ખોઈ બેઠશો.

કારણ કે…

હવે આ પત્રો હોઠ ફફડાવે છે એમાં પણ એનો ભૂતકાળ મૂકી દેવામાં આવ્યો છે. જેમ કે

જયા જ્યારે પહેલીવાર યોગીને કોફીશોપમાં મળે છે ત્યારે એના મૃત પતિની રીંગ એક આંગળી માંથી બીજીમાં અને બીજી માંથી ફરી એ આંગળીમાં બદલતા જયાના પૂર્વ પતિ માનવ સાથેના સંબંધોનો આખો ઇતિહાસ પ્રસ્તુત થાય છે.

અને જ્યારે બીજી ત્રીજી મુલાકાતમાં એપ્લીકેશનનો પાસવર્ડ જયા ટાઈપ કરે છે ત્યારે યોગી જોઈ લે છે અને પછી થોડીવારે સંવાદોમાં યોગી કહે છે: યે માનવ કોન હૈ?
જયા કહે છે: આપને મેરા પાસવર્ડ દેખા? બસ, આ બે સંવાદના એક્શન રિએક્શનમાં ઘણું કહેવાય જાય છે.

અભિનેતા અને અભિનેત્રી…

અભિનેતા ઈરફાન ખાન છે. અદ્ભુત કલાકાર. જો કે ઈરફાન ખાન ફિલ્મોમાં હોય ત્યારે લાગે કે એ છે; પણ આ એવું ફિલ્મ છે કે એમાં એ પાત્રમાં ઓગળ્યા છે. જબરું કામ કર્યું છે. ખીલ્યા છે.

મલયાલમ અભિનેત્રી પાર્વતી થિરુવોથુ મુખ્ય ભૂમિકામાં છે. જે ઉંમરનું પાત્ર હોવું જોઈએ તેનું આબેહૂબ પાત્રાલેખન લાગે. મનોભાવો ઈરફાન કરતા પણ સરસ રીતે રજૂ કર્યા છે. અભિનયના એકદમ બારીક બિંદુ પર તે ક્યાંય ઓવર એક્ટિંગ નથી કરતી. જો એનું મલિયાલમ ફિલ્મ film Out of Syllabus અને poo film જુવો તો ખ્યાલ આવે કે શું કામ કર્યું છે?!

આખરી…

હાસ્યના ગૂઢ અને આછા લસરકા સાથે એક સરસ ફિલ્મ બનાવાયું છે.

મને આ ફિલ્મની વાર્તા તાકાત વાળી લાગી એટલે મેં સર્ચ કર્યું તો ખ્યાલ આવ્યો કે આ કથાના મૂળ લેખક કામના ચંદ્રા જેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે નાટકો અને સ્ક્રીન માટે વાર્તાઓ અને સંવાદો લખ્યા છે. અને જેમણે ડિરેકટ કર્યું તે તેની દીકરી તનુજા ચંદ્ર પોતે એક વાર્તાકાર છે જેનું ટૂંકી વાર્તાનું પુસ્તક “BIJNIS WOMEN” published by Penguin Random House. એટલે જરૂર વાર્તા તાકાત વાળી બની છે.

આવા ફિલ્મો…

જેમને 96, શુભ મંગલમ, અનુરણન વગેરે જેવી વાર્તાના પાયા પર રચાયેલી ફિલ્મો ગમી હશે એમને ચોક્કસ આ ગમશે.

Qarib Qarib Singlle hindi film movie love and comedy story

#Qarib_Qarib_Singlle #irfankhan #parvati #tanuja #hindifilm #bollywood #film # comedy #movie

 

 

error: Content is protected !!
Exit mobile version