Home CINEMA the hunger games : આગ કા દરિયા હૈ, ડૂબ કે જાના હૈ…

the hunger games : આગ કા દરિયા હૈ, ડૂબ કે જાના હૈ…

0

the hunger games : આગ કા દરિયા હૈ, ડૂબ કે જાના હૈ…

the hunger games Jennifer Lawrence

આગ કા દરિયા હૈ, ડૂબ કે જાના હૈ – ‘ધ હંગર ગેમ્સ ટ્રાયોલોજી’

Jennifer Lawrence

કીસી શાયરને પ્યાર કે લીયે કહા હૈ કી – યે આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ….. આવું આપણે ઘણી બધી જગ્યાએ વાંચ્યું છે. છેક ગાલિબના વખતથી લઈને આજે શાહરુખ ખાન સુધીનાએ આ વાક્ય વાપર્યું છે પણ ખરેખર આ આગનો દરિયો કેવો હોય – પ્રેમનો કે જીંદગીનો???? આ વાતની પ્રતિતિ મિથને સાયન્સફિક્શનના રૂપમાં ઉપયોગમાં લઈને એક્કાવન વર્ષીય લેખિકા સુઝાન કોલિન્સે (Suzanne Collins) પોતાની નવલકથામાં કરાવ્યો છે.

ધ હંગર ગેમ્સ ટ્રાયોલોજી એ એક યંગએડલ્ડ સાયન્સફિક્શન સિરિઝ છે. આ સાહસ-કથા લખનાર છે સુઝાન કોલિન્સ. આ ટ્રાયોલોજીમાં ધ હંગર ગેમ્સ, કેચિંગ ફાયર અને મોકિંગજાય. તેમાં પ્રથમ ધ હંગર ગેમ્સ પરથી તો 2012માં ફિલ્મ પણ બની ચુકી છે અને તેની બીજી કેચિંગ ફાયર પરની ફિલ્મ 22 નવેમ્બર 2013માં રજૂ થઈ.

the hunger games

ધ હંગર ગેમ્સ ટ્રાયોલોજીમાં પાનેમ કરીને એક હથ્થુ સત્તા ધારી અને સંપત્તિશાળી રાજ્ય છે, પણ તેમાં બાર જેટલા એકદમ ગરીબ શહેરો છે. તેનું પાનેમ એક ધનવાનોનું શહેર છે ટેકનોલોજીથી સજ્જ છે, પણ તેના બાર જીલ્લાઓ ગરીબ છે. આ ટ્રાલોજીની કથક અને નાયિકા કેટનીસ એવેરડીન જે ગરીબ જીલ્લામાં રહે છે ત્યાં લોકો ભૂખમરાથી સતત મરી રહ્યા છે. આ લોકો ભૂખમરા અને સત્તા સામેની ક્રાંતિમાં પરાજય પામતા નાશ પામતા જાય છે. તેમાંથી બચવા માટે દરવર્ષે એક ગેમ રમાડવામાં આવે છે. આ વખતે એક છોકરો અને એક છોકરીને પસંદ કરવામાં આવે છે જે બાર અને અઠાર વર્ષના છે. તેની સાથે ‘હંગર ગેમ’ ખેલાય છે. ત્યારે યાદ આવે છે ‘માનવીની ભવાઈ’ના કાળુ અને રાજુ અને તેના મોઢે પન્નાલાલે બોલાવેલો સનાતન પ્રશ્ન…ભૂખ ભૂંડી છે કે ભીખ?….

આ ગેમ એક ટેલવિઝન ઈવેન્ટ છે. જે ભાગ લે છે તેની બિરદાવલી ગાવામાં આવે છે અને પછી લડાઈ છે મૃત્યુ સાથે. તેના માટે એક ભયાનક સ્થળ નક્કી થાય છે. જો આ છોકરો અને છોકરી જીતે તો તેના જીલ્લાને પુરષ્કાર રૂપે ખાવાનું અને સરકારી સહાય મળી શકે. જો કે આ ઘટના કેપિટલ માટે તો એક એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડે છે. ત્યારે મરિઝ યાદ આવે કે – ‘‘જીવન કે મરણ હો એ બન્ને સ્થિતિમાં, ‘મરિઝ’ એક લાચારી કાયમ રહી છે!’’

કોલિન્સ કહે છે કે તેને આ કથા લખવાની પ્રેરણા ગ્રિક માયથોલોજી Theseus and the Minotaur પરથી મળી છે. કોલિન્સ કહે છે કે એ વસ્તુ જ મને આશ્ચર્યમાં નાખી દીધી કે એથેન્સે ફોર્સ માટે થઈને પોતાના સંતાનોનું બલિદાન આપ્યું! – જીવનની રીત જ નિરાળી છે. માનવની જીજીવિષા જ તેને નર્ક કે સ્વર્ગ સુધી ખેંચી લાવે છે બાકી કર્મ કે લક જેવું કશું હોતું નથી. બીજી બાબત આ લખવા માટે તેને પ્રેરણા રૂપ બની હોય તો તે છે રોમન ગ્લેડીએટર ગેમ. તેને આ નવલકથા માટે ત્રણ ઘટકો ઉપયોગી લાગ્યા. આ બધામાંથી એક તો તે કે એક સારી રમત હોઈ, પાવરફૂલ અને નિર્દય સરકાર હોય તથા આ કથામાંથી લોકો માટે માથાનો દુખાવો ન બનતા તે થોડી હળવીફૂલ હોય. એક દિવસ સુઝાન થાકી પાકીને ટીવી શો જોઈ રહી હતી, ત્યારે તેમાં એક રિયાલિટી શો પર તેની નજર ગઈ અને સાથે સાથે ન્યૂઝ ચેનલ્સ જોઈ રહી હતી – તેમાં ઈરાક યુદ્ધના દ્રશ્યો પણ તેમણે જોયા અને આ પરોક્ષરીતે તેની કથામાં વણાંતું ચાલ્યું.

14 સપ્ટેમ્બર 2008માં આ ટ્રાયોલોજીની પ્રથમ આવૃત્તિ બહારપડી અને જોત જોતામાં તેને ફિલ્મોની ઓફર પણ આપવામાં આવી હતી. આ રીતે અમેઝોનથી લઈને ઘણાં બુકસ્ટોર્સમાં તે લોકપ્રિય બની ચુકી હતી. આ ટ્રાયોલોજીની બીજી બુક કેચિંગ ફાયર 2009માં આવી અને તેના રાઈટ્સ પણ લાયન્સ ગેટ દ્વારા ખરીદાઈને ફિલ્મ રૂપે આવી ગઈ છે. તેની ત્રીજી બુક મોકિંગજાય 2010માં બહાર પડી ચૂકી છે તેની ફિલ્મ પણ સિરિઝ પ્રમાણે બહાર પડશે.

આ કથા સ્વાર્થની છે, પરમાર્થની છે, છતાં મહાભારત નથી. છોકરી નામ છે કેટનીસ એવરડીન અને છોકરો છે પિટા મેલાર્ક. મેલાર્ક – કેટનીસ સાથે મનમાંને મનમાં મલકાઈ છે. જેવું સામાન્ય રીતે થતું હોય તેવુ જ થાય છે છેક ભર્તુહરિથી થતું આવ્યું છે કે કેટનીસ વળી ગેલ હાવથ્રોન પ્રત્યે કુણીલાગણી ધરાવતી હોય છે. પણ મેલાર્ક એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં કેટનીસને પ્રપોઝ કરી દે છે. થાય છે એવું કે કેટલીસને ત્યાંનો ડિફેન્સ વારંવાર ઈમોશનલ બ્લેકમેઈલ કરતો રહે છે એવામાં ગેમના રૂલ્સ પણ ચેન્જ કરી દે છે છતાં ચોવીશ વર્ષ પહેલા આ ગેમ જીતેલો હાયમીચ તેને પેશન આપતો રહે છે. આખરે ગેમની શરૂઆત મેલાર્ક સાથે જ કરે છે. ગેમ છે જ મુશ્કેલ, તેમાં અનેક અડચણો અને વિઘ્નોમાં મેલાર્ક કેટનીસનો સાથ આપતો રહે છે, પુરુષો કરે છે તેવું મેલાર્ક કરે જ છે કે તે પોતાનો જીવ જોખમમાં મુકીને પણ કેટનીસને આ જંગ જીતવા માટે અડીખમ રાખે છે. આ ગેમ જીતવી તેના પ્રેમ કરતા, તેના ભૂખ્યા લોકો માટે જરૂરી છે. તેવામાં ગેમ તો ગેમની રીતે પૂરી થાય છે – જે થવાની હોય છે – પણ સાથે સાથે પુરાણકાળથી પુરુષ અને સ્ત્રીઓમાં થતું આવ્યું છે તેવું થાય છે કે મેલાર્કની જેન્યુઈટી કેટનીસને ગમી જાય છે, પણ પછી સાચી ગેમ કેટનીસ માટે શરૂ થાય છે તેના મનમાં કે હવે ગેલ અને પિટા વચ્ચે પીટાવાનું રહેશે….પણ આફટર ઓલ તે બન્ને વચ્ચે ‘બેલેન્સ’ રાખી લે છે અને હાયમીટ તેને ‘ સ્ટાર-ક્રોસ લવર્સ’ ગણાવે છે. હવે તમારા મનમાં ‘લડ્ડુ’ ફૂટ્યા હશે કારણ કે આખરે તો ‘ઓલી કોની થઈ’ તે પ્રશ્ન તો રહેશે જ….લેખિકાએ એટલા માટે જ ત્યાં બધું ‘લટકતું’ રહેવા દીધું જેથી તમે તેની બીજી બુક પાસે જાઓ…

આ નોવેલનો બીજોભાગ રોકે છે સરકારનું નિયંત્રણ, અત્યાચાર, બળવો અને સ્વતંત્રતા. મેલાર્ક અને કેનીસ બન્ને એક બીજાની મદદે આવે છે. આ કથામાં સળવળતું કોઈ પાત્ર હોય તો તે છે – આપણા બધાના જીવનરૂપી યુદ્ધમાં પણ જે ભાગ ભજવે છે તે ઈચ્છાઓ…ઈચ્છા અને ઈમોશન વચ્ચે તરતી જતી આ કથા માત્ર બે પ્રેમિઓ અને પ્રેમિકા વચ્ચે શાયરના શબ્દો સાચા નથી કરતી પણ જીવનમાં પણ શાયરના એ શબ્દો સાચા પડતા જોવા મળે છે તે શબ્દો કોઈ પણ માનવીય સમસ્યા માટે લાગુ પાડી શકાય કે – યે આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!

જો કે તેના ત્રીજા ભાગમાં કેપિટલનો પ્રેસિડેન્ટ સ્નોની વારંવારની ધમકીથી કંટાળી….આમ આદમી કી ખીસક જાતી હૈ તેની જેમ….કેટનીસ, ગેલ, મેલાર્ક, ફિનનિક, કેમેરા ક્રૂ આ બધા જ પેલા ક્રૂર અને ઘાતકી એવા સ્નોવ સામે બળવો કરે છે, ભૂખ્યા અને બળવાખોર લોકો સાથે ગુપ્ત રીતે રાજ્યમાં પ્રવેશે છે, બળવાખોર ભૂખી ભૂતાવળ રોકાતી નથી. ઝપાઝપીમાં કેટનીસ ધાયલ થાય છે અને તે જ્યારે કોમા માંથી બહાર આવે છે ત્યારે તે જાણે છે કે સ્નોએ તેની સામે હાર કબૂલી છે આ સાંભળતા જ તેને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ જેવું લાગે છે! આખરે કેટનીસની માતા સ્નોવને મારી દે છે. કેટનીસની માતા પર કેસ ચાલે છે અને તેની માનસિક હાલત સારી ન હોવા હેઠળ તેને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. ગેલ અને કેટનીસની માતા બીજા જીલ્લામાં નોકરી પર લાગે છે અને કેટનીસ અને મેલાર્ક પિટાના છેવટે લગ્ન થાય છે.

વાત આ વાર્તાની નથી. વાત છે માણસના જજબાતની. જીદની. આખરે જ્યારે કોમામાંથી ઉઠેલી કેટનીસ જાણે છે કે તે જીત્યા છે ત્યારે તેને જે ફિલ થાય છે તેને રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મુકવા જેવા છે…

‘જિંદગીને લક્ષ્ય જેવું આમેય હતું ના,
મદછકેલા ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં.’

પ્રેમ માટે માત્ર પ્રેમ કે સેક્સ મહત્વના નથી રહેતા પણ જીવન અને પેટની ભૂખ બન્ને મહત્વની હોય છે. તો વળી મેલાર્ક પિટા જેવું ટીનએજ છોકરાનું કેરેક્ટર આપણને જતાવે છે કે બસ યાર, પ્રેમ કરો છોને? તો બસ કૂદી પડો. તેના માટે બધું કરો. છોકરીને ઈમ્પ્રેસ કરવા કરતા તેને બચાવો કારણ કે દરેક સ્ત્રી આખરે તો પુરુષમાં એક પ્રોટેક્ટર શોધતી હોય છે. હા. પણ એ કહેવું રહ્યું કે કેટનીસ હંમેશા એક સ્ત્રીની જેમ નક્કી નથી કરી શકતી કે તે ખરેખર કોને વરમાળા પહેરાવે? (આડવાત કરું કે આ નિર્ણયના ભાવમાં જ દ્રોપદી પાંચ પતિને પામી.)

પેશનેટ છોકરી અને પાવરફૂલ છોકરા વચ્ચે જામતા જંગની ભૂખ અને ગેમ્સના માધ્યમ દ્વારા સાંધેલી વાર્તા પોતાનું એક આગવું ઈમેજીનેશ લઈને જ આવે છે. તેનું કારણ પણ એ છે કે આ ટ્રાયોલોજીની લેખિકા સુઝાન કોલિન્સ ટેલિવિઝનની સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પણ કામગીરી બજાવે છે.

ધ હંગર ગેમ ટ્રાયોલોજી પરથી ફિલ્મ પણ બની છે કેચિંગ ફાયર જે 2013માં રજૂ થઈ તેમાં પણ તેનું વિઝ્યુલાઈઝેશન તમારી આંખને ગમે તેવું છે. તેનું કારણ પણ એ છે કે તેનું સ્ક્રિન પ્લે લખનારા સિમોન બ્યૂફોય છે કે જેમણે ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મનું સ્ક્રિનપ્લે લખ્યું છે. આ નોવેલના મુખ્યપાત્ર કેટનીસને પડદા પર જીવંત કરવામાં જેનીફર લોરેન્સનો અભિનય સલામ માંગી લે છે, જો કે તેને આ સિરિઝની પ્રથમ ફિલ્મની બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર મળી ગયો છે.

સ્ક્રિનશોટ –

The internet to me is kind of like a black hole, and I never really go on it.
– Jennifer Lawrence

(જે બૂકની હિરોઈન કેટનીસનું પાત્ર ફિલ્મમાં જીવે છે. જે રિયલ લાઈફમાં પણ માત્ર 23 વર્ષની જ છે અને ઓસ્કાર વિજેતા છે.)

– આનંદ ઠાકર

the hunger games

error: Content is protected !!
Exit mobile version