Home JANVA JEVU Dayaro કિર્તીદાન ગઢવીની કારકિર્દી કોણે શરૂ કરાવી અને કઈ રીતે થઈ, જાણો...

Dayaro કિર્તીદાન ગઢવીની કારકિર્દી કોણે શરૂ કરાવી અને કઈ રીતે થઈ, જાણો એક રસપ્રદ કિસ્સો…

0

Kirtidan gadhvi got first dayaro song bhajan gujarat lokdayaro

કિર્તીદાન ગઢવીની કારકિર્દી કોણે શરૂ કરાવી અને કઈ રીતે થઈ, જાણો એક રસપ્રદ કિસ્સો…

કિર્તીદાન ગઢવી આ નામને કોઈ પરિચય આપવાની જરૂર નથી. તેના ડાયરામાં લાખો અને કરોડોમાં રૂપિયાઓ ઉડાડવામાં આવે છે, એટલું જ નહીં પણ વિદેશમાં જો ડાયરો કરવા જાય તો ત્યાં તેના પર ડોલર ઉડાડવાના વિડીયો પણ આપણે બધાએ જોયા છે.

રાજકોટની અંદર કલા શિક્ષણ મેળવ્યા પછી કિર્તીદાન ગઢવી ગીતો ગાતા હતા. તેઓ પોતે જ ડાયરાઓમાં કહે છે કે તેમને પહેલા ભજન પસંદ ન હતા, ગીતો ગાતા હતા, હિન્દી ગીતો પણ તેઓ ગાતા હતા.

એક વખત એવું બને છે કે….

કિર્તીદાન ગઢવીના મિત્ર કલીમ શેખને ત્યાં કચ્છના શૈલેષભાઈ જાનીનો ફોન આવે છે અને કહે છે કે ભાઈ કોઈ કલાકાર હોય તો મોકલ.

એ દિવસ કોઈ પ્રસંગ હતો એટલે લગભગ કલાકારો બુક હતા એવા સમયે કલીમ શેખે શૈલેષભાઈ જાનીને કહ્યું કે મારો મિત્ર કીર્તિ ગઢવી છે જે સારું ગાય છે અને હાલ તે ગાંધીધામ બાજુ જ છે તો શૈલેષભાઈએ કહ્યું કે મોકલી આપો.

Kirtidan gadhvi got first dayaro song bhajan gujarat lokdayaro

એ રીતે શૈલેષભાઈ જાનીએ એમને પહેલી વખત 1100 રૂપિયા ડાયરામાં આપ્યા અને કહ્યું કે તમે બહુ સારું ગાવ છો તો ભજન ગાવ ખરા? એટલે પછી ધીરે ધીરે ભજન ગાવાના કિર્તીદાન ગઢવી શરૂ કરે છે અને અલગ અલગ ડાયરાઓમાં આ શૈલેષભાઈ જાની તેમને લઈ જાય છે.

જ્યારે કિર્તીદાન ગઢવીને ડાયરાઓમાં તક આપવાની વાત આવે છે ત્યારે પ્રતિષ્ઠિત કલાકારો શૈલેષભાઈને કહે છે કે આને ક્યાં લઈ આવ્યા? આને તો ગાતા નથી આવડતું…

…. તો પણ શૈલેષભાઈ એમને કહે છે કે ભાઈ એકાદું ગીત આપો એમને ડાયરામાં બેઠવા દો. અને આમ કરીને 2000, 3000 રૂપિયા અને આખરે પાંચ હજાર રૂપિયા ચાલ્યા અને પછી કિર્તીદાન કહે છે કે 1100 રૂપિયા માંથી આ શૈલેષભાઈ જાનીએ એમને 11 લાખ સુધીના ડાયરા અપાવ્યા તેમના બંને સાક્ષી છે.

Kirtidan gadhvi got first dayaro song bhajan gujarat lokdayaro

આ રીતે એક કલાકારના જીવનમાં શૈલેષભાઈ જાનીનો ફાળો એટલો ઉમદા છે કે આટલા મોટા ગજાના કલાકાર થઈ ગયા પછી પણ કિર્તીદાન ભાઈ એમને ભૂલ્યા નથી અને આ રીતે જ સંબંધો અને વાસ્તવિકતાઓ જળવાતી હોય છે.

આ પ્રસંગ પરથી એટલું પણ સાબિત થાય છે કે પ્રતિભા તમારી પાસે હોય પણ કોઈ તક આપવા વાળો હોય ત્યારે જ તમે એ લક્ષ્ય સુધી પહોંચી શકો છો.

Kirtidan gadhvi got first dayaro song bhajan gujarat lokdayaro

આ આખો પ્રસંગ કીર્તીદાનભાઈ માંડવીના એક ડાયરામાં પોતે કહે છે.

Photo courtesy – kirtidan official website

Kirtidan gadhvi got first dayaro song bhajan gujarat lokdayaro

#kirtidan #gadhvi #dayaro #song #bhajan #gujarat #lokdayaro

error: Content is protected !!
Exit mobile version