Home JANVA JEVU Chhatrapati Shivaji Maharaj છત્રપતિ શિવાજી મહારાજ : ભારતનું ગૌરવ

Chhatrapati Shivaji Maharaj છત્રપતિ શિવાજી મહારાજ : ભારતનું ગૌરવ

0

Contents

Chhatrapati Shivaji Maharaj the pride of India 

 

છત્રપતિ શિવાજી મહારાજ : ભારતનું ગૌરવ

સંકલન અને આલેખન – રાજલક્ષ્મી

Chhatrapati Shivaji Maharaj the pride of India

19 ફેબ્રુઆરી એટલે છત્રપતિ શિવાજી મહારાજનની જન્મ જયંતી. શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ મહારાષ્ટ્રના એક મરાઠા પરિવારમાં થયો હતો .આજે ભારતના આ એક મહાન યોદ્ધાને 391 મે જન્મ જયંતી છે. મહારાષ્ટ્ર સરકારે આ દિવસને સમગ્ર રાજ્યમાં જાહેર રજા જાહેર કરેલ છે .

 

જન્મ જયંતિનો ઇતિહાસ…

 

છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ની ઉજવણી 1870 માં પૂર્ણિમા મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી .તેમણે જ પુણે થી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી. પાછળથી સ્વતંત્ર સેનાની બાળ ગંગાધર તિલકે શિવાજી મહારાજની જયંતિ ની ઉજવણીની પરંપરા આગળ ધપાવી, તેમના યોગદાનને પ્રકાશિત કરતા શિવાજીની છબીને વધુ લોકપ્રિય બનાવે તેમણે બ્રિટિશ શાસનને વિરુદ્ધ ઉભા રહીને શિવાજી મહારાજ જયંતિ ના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

વીર યોદ્ધા…

 

સમગ્ર ભારત વર્ષ માટે છત્રપતિ શિવાજી મહારાજ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપ એક પુજનીય અને ગૌરવંતા પાત્ર છે .સમગ્ર દેશના લોકો ની નજરમાં આ બંને યોદ્ધાઓ માટે સર્વોચ્ચ સ્થાન છે, અને આ બંને ભારત વર્ષ માટે ગૌરવનું પ્રતિક છે. તેમના જીવન પ્રસંગો મુજબ શિવાજી મહારાજ અદભુત બુદ્ધિ બળ માટે જાણીતા હતા તેઓ છાપા માર યુદ્ધ કળામાં મહેર હતા. તેઓ પોતાની નાની સેના દ્વારા પણ મુઘલોની મોટી મોટી સેનાઓને છાપામાર યુદ્ધ કલા દ્વારા હંમેશા પરાજિત કરતા હતા.

 

કોંકણ ક્ષેત્રની રક્ષા…

 

રેડિયોના કાર્યક્રમ વિવિધ ભારતી ઉપર રવિવારે એક કાર્યક્રમ રજૂ થતો તેમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓ ઉપર માહિતી આપવામાં આવતી. તેમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ એક સુંદર રજૂઆત થયેલી આ પ્રસારણ સાંભળવા લાયક છે .આ પ્રસારણ માંથી મને જાણવા મળ્યું કે તેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે પોતાનું નૌકાદળ સ્થાપ્યું હતું. તેઓ બહારથી નૌકા લાવીને તેને તોડીને ફરીથી કારીગરો પાસે જોડાવીને સ્વદેશી યુદ્ધ જહાજ બનાવવાની તાલીમ આપતા હતા અને તેના કારીગરો તૈયાર કરતા હતા .તેમનું ખરેખર નામ શિવાજી રાજે ભોંસલે હતુ. તેમના સમયમાં ફારસી ભાષાનો ખૂબ ઉપયોગ થતો હોવાથી શિવાજી મહારાજે કોર્ટ અને વહીવટી તંત્રમાં મરાઠી અને સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું હતું.

 

Chhatrapati Shivaji Maharaj the pride of India મરાઠા રાજ્ય…

 

શિવાજી મહારાજે એના સમયમાં જ્યારે મરાઠા રાજ્ય ઉપર નિઝામ અને આદિલશાહીનું વર્ચસ્વ હતું તેના જંગલમાંથી કે ગુલામીમાંથી મરાઠા રાજ્યને બહાર કાઢી સ્વરાજ નું સ્વપ્નનું સાકાર કર્યું હતું. શિવાજી મહારાજના છાપામાં યુદ્ધમાં નિપુણ હતાં તેને અસંખ્ય યુદ્ધ જીત્યા હતા એક વખત સુરત શહેર ઉપર પણ તેમણે ચડાઈ કરીને લૂંટ કરી હતી પરંતુ એ લૂંટ સુરત શહેરની અંદર જે આદિલશાહી હતી તેના ઉમરાઓ અને તેના લોકો પાસેથી પુષ્કળ ધન એકઠું કરી અને લડાઈમાં ઉપયોગ કરવા માટે સુરત શહેરમાં લૂંટ કરી હતી. કોટી કોટી વંદન.

 

Chhatrapati Shivaji Maharaj the pride of India

 

#Chhatrapati #Shivaji #Maharaj the #pride_of_India

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version