Home JANVA JEVU Women ભારતની આ મહિલાઓ વિશે આપણે કેટલું જાણીએ છીએ ? 

Women ભારતની આ મહિલાઓ વિશે આપણે કેટલું જાણીએ છીએ ? 

0

Indian women power

 

Contents

Women ભારતની આ મહિલાઓ વિશે આપણે કેટલું જાણીએ છીએ ? 

 

સંકલન અને આલેખન –  જય પંડ્યા

Indian women power

1 – સરોજિની નાયડુ – 

 

સરોજિની નાયડુનો જન્મ  13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદ ખાતે બંગાળી  ચટોપાધ્યાય પરિવારમાં  થયો હતો. તેઓ ભારતના પ્રસિદ્ધ કવિયીત્રિ અને રાજકારણી તથા સ્વતંત્રતા સેનાની હતા. ભારતની આઝાદી પછી સંયુક્ત પ્રાંતના પ્રથમ ગવર્નર તરીકે સેવા આપી હતી.  તેમણે બ્રિટિશ રાજ સામે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત થનારા  તે પ્રથમ ભારતીય મહિલા હતા.  તેઓ “ભારતની કોકિલા ” , ”  બુલબુલ એ હિન્દ ” વગેરે જેવા નામોથી ખ્યાતિ ધરાવતા હતા. તેમણે ડૉ. ગોવિંદરાજ નાયડુ સાથે લગ્ન કર્યા હતા.તેમની પુત્રી પદ્મજા પણ ભારત છોડો ચળવળમાં જોડાઈ, અને તેમણે સ્વતંત્ર ભારતમાં અનેક સરકારી હોદ્દાઓ સંભાળ્યા. 2 માર્ચ 1949 ના રોજ સરોજિની નાયડુ 70 વર્ષની વયે લખનૌ ખાતે અવસાન પામ્યા હતા.

 

2 – ફાતિમા બીબી –  

 

ફાતિમા બીબીનો જન્મ પથાનમથિટ્ટા, ત્રાવણકોર

(હાલનું કેરળ, ભારત) ખાતે થયો હતો. તેમણે 14 નવેમ્બર 1950 ના રોજ પોતાના કાર્યક્ષેત્રનો પ્રારંભ કર્યો હતો.  તેમણે તે સમયે વકીલ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મે 1958માં તેમને  કેરળ સબ-ઓર્ડિનેટ જ્યુડિશિયલ સર્વિસિસમાં મુન્સિફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1968માં સબ-ઓર્ડિનેટ જજ તરીકે અને 1972માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે, 1974માં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.જાન્યુઆરી 1980માં, બીવીને ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.  ત્યારબાદ 4 ઓગસ્ટ 1983ના રોજ તેણીને હાઈકોર્ટમાં જજ તરીકે ઉન્નત કરવામાં આવ્યા.

 

બીવી 14 મે 1984ના રોજ હાઈકોર્ટની કાયમી ન્યાયાધીશ બની. તેણી 29 એપ્રિલ 1989ના રોજ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા  પરંતુ 6 ઓક્ટોબર 1989ના રોજ ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટમાં વધુ ઉન્નત થઈ જ્યાં તે 29 એપ્રિલ 1992ના રોજ નિવૃત્ત થયાં.

 

તેઓ 23 નવેમ્બર 2023 ના રોજ કોલ્લમ, કેરળ, ભારત ખાતે 96 વર્ષની વયે અવસાન પામ્યા.

 

3 – હોમાઈ વ્યારાવાલા – 

 

હોમાઈ વ્યારાવાલાનો જન્મ 9 ડિસેમ્બર 1913ના રોજ ગુજરાતના નવસારીમાં એક પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં થયો હતો.  વ્યારાવાલાએ તેમના પ્રારંભિક વર્ષો સુરત નજીક વ્યારામાં વિતાવ્યા હતા અને તેમનું બાળપણ તેમના પિતાની ટ્રાવેલિંગ થિયેટર કંપની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહ્યા હતા.બોમ્બે ગયા પછી, હોમાઈ વ્યારાવાલાએ બોમ્બે યુનિવર્સિટી અને સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો હતો.  હોમાઈ મધ્યમવર્ગીય પારસી પરિવારમાંથી આવતી હતી, તેથી તેના માટે શિક્ષણ પ્રાથમિકતા હતી.  તેના વર્ગમાં માત્ર છ કે સાત છોકરીઓ હતી, અને મેટ્રિક પૂર્ણ કરનાર 36 વિદ્યાર્થીઓમાંથી તે એકમાત્ર હતી.

 

વ્યારાવાલાના લગ્ન ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એકાઉન્ટન્ટ અને ફોટોગ્રાફર માણેકશા જમશેતજી વ્યારાવાલા સાથે થયા હતા.વ્યારાવાલાએ તેની કારકિર્દી 1930માં શરૂ કરી હતી.  બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં, તેણીએ મુંબઈ સ્થિત ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયા મેગેઝિન માટે સોંપણીઓ પર કામ કરવાનું શરૂ કર્યું જેણે તેણીની ઘણી પ્રશંસનીય બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરો પ્રકાશિત કરી.શરૂઆતના વર્ષોમાં, વ્યારાવાલા અજાણ્યા અને એક મહિલા હોવાથી, તેમના ફોટોગ્રાફ્સ તેમના પતિના નામ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા હતા 15 જાન્યુઆરી 2012ના રોજ 98 વર્ષની વયે વડોદરા , ગુજરાત ખાતે અવસાન પામ્યા.

 

4 – સુરેખા યાદવ  –

સુરેખા શંકર યાદવ તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1965 ના રોજ સતારા મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ  ભારતમાં ભારતીય રેલ્વેના  સૌથી વરિષ્ઠ મહિલા લોકપાયલોટ (ટ્રેન ડ્રાઈવર) છે. તે 1988માં ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી. તેમણે મધ્ય રેલવે માટે પ્રથમ “લેડીઝ સ્પેશિયલ” લોકલ ટ્રેન ચલાવી હતી જ્યારે તે એપ્રિલ 2000માં તત્કાલીન રેલ્વે મંત્રી મમતા બેનર્જીએ ચાર મેટ્રો શહેરોમાં રજૂ કરી હતી.   તે 2000 થી 2010 સુધી ઉપનગરીય લોકલ ટ્રેન મોટર વુમન હતી. ત્યારબાદ 2010 માં તેણીને સીનિયર લોકો પાઇલટ મેઇલ તરીકે બઢતી મળી. તેણીની કારકિર્દીની એક મહત્વની ઘટના 8 માર્ચ 2011 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હતી, જ્યારે તે એશિયાની પ્રથમ મહિલા ટ્રેન બની હતી.  મુશ્કેલ પરંતુ મનોહર ટોપોગ્રાફી દ્વારા, પુણેથી CST સુધી ડેક્કન ક્વીનને ડ્રાઇવ કરવા માટે ડ્રાઇવર,  જ્યાં તેણીનું મધ્ય રેલવે ઝોનના મુખ્ય મથક CST ખાતે મુંબઈના તત્કાલીન મેયર શ્રદ્ધા જાધવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  તેણે દસ વર્ષ પછી મુંબઈથી લખનૌ સુધી તમામ મહિલા ક્રૂ ચલાવીને આ પરાક્રમનું પુનરાવર્તન કર્યું.  2011માં સામાન્ય રીતે સાંભળવામાં આવતી ટિપ્પણી એવી હતી કે “મહિલાઓ રેલ્વે એન્જિન ચલાવતી નથી”.

 

5 – આનંદીબાઈ જોશી – 

 

આનંદીબાઈ જોશી કે જેમને આનંદી ગોપાલના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવી વ્યક્તિત્વ છે કે જેઓ ભારતીય ઇતિહાસમાં એવુ પોતાનું નામ કર્યું કે સમગ્ર દેશને તેમના નામે ગૌરવ ભર્યું સ્થાને મળ્યું. તેઓ ભારતના પ્રથમ મહિલા ડોક્ટર હતા.

 

આનંદી ગોપાલનો  જન્મ  31 માર્ચ 1965 ના રોજ થયો હતો. જે સમયે સ્ત્રીઓના ભણતર પર રોક લગાવવામાં આવતી હતી. તેવા સમયે આનંદીબાઈનું ડોક્ટર બનવું તે ખરેખર એક ગૌરવ અને  સિદ્ધિની વાત કહી શકાય.

 

તેઓ પ્રથમ એવા મહિલા  હતા કે જેમણે ગ્રેજ્યુએટ થયાં બાદ ‘ યુનાઇટેડ સ્ટેટ’ માંથી 2 વર્ષની ડોક્ટરની ડિગ્રી લીધી હતી. આ સાથે આનંદીબાઈ અમેરિકાની ધરતી પર પગ મુકનાર પ્રથમ મહિલા પણ હતા.

 

આનંદીબાઈનો જન્મ થાણી જિલ્લાના કલ્યાણ શહેરમાં થયો હતો કે જે હાલમાં મહારાષ્ટ્રનું એક સ્થળ છે. તેમનો જન્મ હિંદુ કુટુંબમાં થયો હતો. અને તેમનું નામ યમુના રાખવામાં આવ્યું હતું.

 

આનંદીના લગ્ન માત્ર 9 વર્ષની ઉંમરમાં પોતાનાથી 20 વર્ષ મોટા વ્યક્તિ ગોપાલરાવ જોશી સાથે થયાં હતા. લગ્ન બાદ તેમનું નામ યમુનાથી આનંદી રાખવામાં આવ્યું. ગોપાલરાવ કલ્યાણની પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા. ત્યાંથી તેમની બદલી અલીબાગ અને પછી કલકતામાં થઈ હતી.

 

ગોપાલરાવ નારીવાદી વિચારધારા ધરાવતા હતા. તેમનો સંસ્કૃત પ્રત્યેનો આગ્રહ બ્રામ્હણ માટે વધુ હતો. તેમણે  આનંદીબાઈની અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈ. આનંદીને અભ્યાસ કરવાની મંજૂરી આપી અને અંગ્રેજી શીખવામાં મદદ કરી હતી.

 

લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે 14 વર્ષની ઉંમરે આનંદીબાઈએ એક બાળકને જન્મ આપ્યો પણ જરૂરી આરોગ્યની સુવિધા ન મળતા તે બાળક માત્ર 10 દિવસ જીવી અને 10 દિવસ બાદ મૃત્યુ પામ્યું હતું. પોતાના જીવનની આ પીડાજનક ઘટનાની અસર આનંદીના મગજ પર એવી કરી કે તેમણે ભણી અને ડોક્ટર બનવાનો નિશ્ચય કર્યો.

 

પુત્રના મૃત્યુ બાદ ગોપાલરાવે આનંદીને ભણવા માટે પ્રોત્સાહન આપ્યું. આનંદીની રુચિ મેડિકલમાં જોઈ ગોપાલરાવે’ રોયલ વિલ્ડટ કોલેજ’ ને પત્ર લખ્યો. વિલ્ડર કોલેજે તેમને ઈસાઈ ધર્મ અપનાવવા અને મદદ કરવા માંગ કરી. ગોપાલરાવે તેને સ્વીકારી નહિ.

 

તે પછી ન્યુઝર્સીના નિવાસી કોર્પોરેટર નામક વ્યક્તિને તેમના વિશે જાણ થઈ. તેમને ગોપાલરાવને અમેરિકા નિવાસ માટે પ્રસ્તાવ આપતો પત્ર લખ્યો. પણ અચાનક આનંદીનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને તાવ તથા શ્વાસની તકલીફ થવા લાગી. 1883 માં આ સમયે ગોપાલરાવની બદલી રામપુરા થઈ ગઈ.

 

પણ ગોપાલરાવે આનંદીને મેડિકલના અભ્યાસ માટે અમેરિકા મોકલવાનો નિર્ણય કરી લીધો હતો. એક ડોક્ટર કપલે આનંદીને ‘ મહિલા મેડિકલ કોલેજ ઓફ પેન્સલીવોલિંગીયા ‘ માં ભણવાની સલાહ આપી. પણ પોતાના દેશનો વિદેશી ભણતરના વિરોધ અને સમાજના વિરોધથી તેઓ વિચારમાં પડ્યા. અને ધર્મ પરિવર્તનનો હેતુ જોઈ તેમણે પોતાની વાત શ્રી રામપુર કોલેજમાં અન્ય સામે રાખી હતી.

 

તેમણે લોકોને પોતાની અમેરિકા જઈ અને મેડિકલની ડિગ્રીની વાત કહી. એટલું જ નહીં તેમણે મહિલા ડોક્ટર વિશે લોકોને સમજાવ્યા. પોતાની વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પોતે ઈસાઈ ધર્મ નહિ સ્વીકારે પોતે ભારત આવી પાછા વસવાટ કરશે એટલું જ નહિ. ભારતમાં વિવિધ મેડિકલ કોલેજ ખોલશે.

 

આનંદીની આ વાત સાંભળી લોકો તેમનાથી પ્રભાવિત થયાં. અને વિવિધ સ્થળેથી લોકોએ આવી તેમને સપોર્ટ કર્યો. લોકોએ તેમને પૈસા પણ આપ્યા જેથી તેમની નાણાકીય સમસ્યા દુર થઈ.

 

ભારતથી 1983 ની સાલમાં તેઓ જહાજ દ્વારા અમેરિકા ગયા.  ત્યાંથી તેમણે’ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલવેનિયા’ ને આવેદન આપ્યું. જે કોલેજે સ્વીકાર્યું.

 

તેમણે માત્ર 19 વર્ષની ઉંમરે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને 11 માર્ચ 1886 ના રોજ M.D.  ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.  આ અવસરે ત્યાંની ક્વીન વિક્ટોરિયાએ તેમને શુભેચ્છા પાઠવી હતી .

 

પરંતુ ત્યાંના ઠંડા વાતાવરણ અને ખોરાકની ફાવટ ન આવતા આનંદી ‘ટ્યુમર ક્લોસિસ ‘ ની ઝપેટમાં આવી ગયા અને દિવસો દિવસ તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. તેમની સાથે ઉકામી અને તાવત ઉસાવલી નામે અન્ય બે સ્ત્રીઓએ ડોક્ટરની પદવી મેળવી હતી.

 

આ તે મહિલાઓ હતી કે જેમણે અસંભવને સંભવ કર્યું અને ભારતની પ્રથમ મહિલા ડોક્ટર તરીકેનું ગૌરવ મેળવ્યું હતું. અભ્યાસ માટે અમેરિકા આનંદીનું લાભદાયી સ્થળ રહ્યું પણ શારીરિક તકલીફ વાળું સાબિત થયું હતું.

 

આનંદી એ ભારત આવી અને કોલ્હાપુરમાં એલર્ટ એલબર્ટ હોસ્પિટલમાં મહિલા વિભાગની કામગીરી સંભાળી અને સેવા આપવાનું શરૂ કર્યું. તે સમય મહિલા ચિકિત્સકનું હોવું તે ખુબ મોટી વાત  હતી.

 

પોતાની ડિગ્રીના માત્ર એક વર્ષ બાદ 26 ફેબ્રુઆરી 1887 ના રોજ આનંદીબાઈનું નિધન થાય છે. માત્ર 22 વર્ષની ઉંમરે તેમનું ટીબીના કારણે અવસાન થયું. આ ભારત માટે દુઃખની વાત હતી.

 

આનંદીબાઈને ‘ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટશેશન એન્ડ સોશિયલ સાયન્સ’ નું સમ્માન આપવામાં આવ્યું અને લખનૌની એક સંસ્થાએ આનંદીબાઈ જોશી સમ્માન મેડિસિન વિભાગમાં આપવાનું શરૂ કર્યું જે ગૌરવની વાત ગણાવી શકાય.

 

મહારાષ્ટ્ર સરકાર દ્વારાએક  ફેલોશીપ આનંદીબાઈના નામે શરૂ કરી હતી.

 

આનંદીબાઈના મૃત્યુ બાદ ‘હેલેડાન ‘ નામક અમેરિકાના એક લેખકે  તેમના જીવન પર પુસ્તક લખ્યું અને લોકોને આનંદીબાઈના જીવનથી પરિચિત કર્યા.

 

આનંદીબાઈ તે ભારતીય મહિલા છે જેણે દરેક મુશ્કેલીનો પડકાર ઝીલી તેને માત આપી હતી.

 

તેમણે ન માત્ર પોતાનું ભવિષ્ય ઉજાગર કર્યું પરંતુ આવનારી પેઢી માટે જીવન સરળ કર્યું હતું.

 

 આમ આ એપિસોડમાં આપણે ભારતીય નારી શક્તિ પ્રદર્શનથી પરિચિત થયાં હવે પછી નવી રચના સાથે મળીશું

 

  સંકલન અને આલેખન –  જય પંડ્યા

 

Indian women power

#Indian #women #power

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version