Home JANVA JEVU psychology ચાર Q સફળતા અને જીત માટે : જાણો, તમારામાં...

psychology ચાર Q સફળતા અને જીત માટે : જાણો, તમારામાં કઈ ખામી અને ખૂબી છે?

0

psychology 4 Q for success life ready to win the world

Contents

psychology ચાર Q સફળતા અને જીત માટે : જાણો, તમારામાં કઈ ખામી અને ખૂબી છે?

psychology 4 Q for success life ready to win the world

જગતને જીતવા માટે, મહત્વકાંક્ષાને આંબવા માટે, સફળતાના ઘોડા પર બેસીને પુર ઝડપે જીવનને ચમકતી દિશામાં લઈ જવા માટે પ્રસ્તુત છે : મનોવૈજ્ઞાનિકોએ જે ચાર Q ની વાત કરી છે, એ જોઈએ….

psychology 4 Q for success life ready to win the world

1) ઇન્ટેલિજન્સ ક્ષમતા (IQ – Intelligence Quotient)
2) ભાવનાત્મક ક્ષમતા (EQ – Emotional Quotient)
3) સામાજિકમિતી ક્ષમતા (SQ – Social Quotient )
4) પ્રતિકૂળતા સામે ક્ષમતા (AQ – Adversity Quotient)

1. psychology ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ):

આ તમારી બુધ્ધિ શક્તિનું, સમજણ શક્તિ માપ છે. ગણિત ઉકેલવા, વસ્તુઓ યાદ રાખવા અને વાંચેલું સમજવા, યાદ કરવા માટે IQ ની જરૂર છે.

psychology 4 Q for success life ready to win the world

2. psychology ભાવનાત્મક ગુણાંક (EQ):

તમારી અંદર રહેલી અન્ય વ્યક્તિ પ્રત્યેની લાગણી દર્શાવે છે. અન્ય લોકો સાથેનો શાંતિપૂર્ણ અને વિનાયશિલ વ્યવહાર, સમય જાળવવાની, જવાબદારી, પ્રમાણિકતા, મર્યાદાઓ, નમ્રતા, તમે કેટલાં સાચા અને વિચારશીલ બનો એમ છો એ આ ક્ષમતાનું માપ છે.

psychology 4 Q for success life ready to win the world

3.  psychology સામાજિક ગુણાંક (SQ):

સામાન્ય રીતે તમે બીજા વ્યક્તિ સાથે કેવા સંબંધ રાખશો? મિત્રોનું નેટવર્ક બનાવવાની અને તેને લાંબા સમય સુધી જાળવી રાખવાની તમારી ક્ષમતાનું આ માપ છે. તમારી સામાજિકતામિતી એટલે કે બીજા વ્યક્તિ સાથે કેટલી સહજતાથી ભળી શકો છો ને તેની સાથે સંબંધો વિકસાવી શકો છો? એ આ ક્ષમતા તમારામાં કેટલી વિકસી છે એના પર નિર્ભર છે.

ઉપરોક્ત ત્રણ Q ઉપરાંત ચોથો Q છે જે પણ ખૂબ અગત્યનો છે ..

psychology 4 Q for success life ready to win the world

4.  psychology  પ્રતિકૂળતા ગુણાંક (AQ): Adversity Quotient (AQ)

જીવનમાં ઘણી મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ, સમસ્યાઓ સંઘર્ષો આવે છે તેમાં મનને વિચલિત ન થવા દેવાની શક્તિ છે તેને Adversity Quotient કહેવામાં આવે છે. ગીતકાર શ્રી કૃષ્ણે તેને ‘ स्थितप्रज्ञ ‘ અર્થાત્ સ્થિર બુદ્ધિ કહી છે. જો તમારામાં આ બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થાય તો ગમ્મે તેવી સ્થિતિમાં સ્થિર મનથી રસ્તો કાઢતા આવડે છે.

આજની સંઘર્ષો અને મહત્વાકાંક્ષાથી ભારોભાર જિંદગીમાં જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે AQ નક્કી કરે છે કે કોણ હાર માની લેશે, કોણ તેમના પરિવારને છોડી દેશે અને કોણ આત્મહત્યા કરવાનું વિચારશે. માટે આ Q ખાસ અગત્યનો છે.

પણ થાય છે એવું કે ઉચ્ચ EQ અને SQ ધરાવતાં વ્યક્તિઓ IQ માં નબળાં પડે છે અને ઉચ્ચ IQ ધરાવતાં વ્યક્તિઓ SQ અને AQ માં નબળાં પડે છે.

psychology 4 Q for success life ready to win the world

IQ તમારી બૌદ્ધિક ક્ષમતા વિકસાવે છે. EQ એ તમારું કેરેક્ટર છે. તમે એક વ્યક્તિ તરીકે કેવા હશો એમ. પરંતુ તમારો SQ અને AQ તમારી જિંદગીમાં તમારો ચમત્કાર છે. જો SQ અને AQ વિકસાવવામાં સફળ થઈ ગયા તો પછી જીવનમાં કઈંક પ્રાપ્ત કરવા માટેનો રસ્તો બહુ દૂર નથી રહેતો.

હવે, જો આ ચારેચાર Q તમારામાં વિકસિત થઈ જાય તો જગત જીતી શકાય અને એમ કંઈ મુશ્કેલ પણ નથી, બસ કેળવણી એ રીતે થવી જોઈએ. તમે મોટા થઈ ગયા હો તો જાતે કેળવાવું પડે અને જો આપ માતા પિતા છો તો બાળકને આ રીતે કેળવવું પડે.

પણ ખાટલે મોટી ખોટ એ જ છે કે આપણને બીજું બધું શીખવવામાં આવે છે પણ જે પહેલેથી જ આ ઉપરની ક્ષમતાઓ રૂપે શક્તિ સુષુપ્ત પડી છે એને કેમ વિકસાવવી કે કેમ કામે લગાડવી એ જ શીખવવામાં નથી આવતું….

આ અંકે આટલું જ… પણ, હા. ઉપરોક્ત દરેક ક્ષમતાને વિકસાવવા શું કરવું જોઈએ? એના વિશે આવતા અંકે આવી જ રોચક માહિતી લઈ આવીશું .

psychology 4 Q for success life ready to win the world

જો આ માહિતી આપને ઉપયોગી થઇ હોય તો આ લિન્ક બીજાને પણ મોકલશો. .

આભાર…

#psychology #4Q #success #life #wintheworld

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

error: Content is protected !!
Exit mobile version