HomeJANVA JEVURuma Devi માત્ર 8 ધોરણ સુધી ભણેલી રુમા દેવી, શૂન્યથી શિખર સુધી...

Ruma Devi માત્ર 8 ધોરણ સુધી ભણેલી રુમા દેવી, શૂન્યથી શિખર સુધી કઈ રીતે પહોંચી?

- Advertisement -

Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

માત્ર 8 ધોરણ સુધી ભણેલી રુમા દેવી, શૂન્યથી શિખર સુધી કઈ રીતે પહોંચી?

Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

– માન. શ્રી રમેશ સવાણી

( લેખક : પૂર્વ IGP છે. )

- Advertisement -

સામાજિક કાર્યકર્તા/આંતર રાષ્ટ્રીય Feshion Designer/ રાજસ્થાની-ભારતીય કળાને વિશ્વ સ્તર રજૂ કરનાર રુમા દેવી ( Ruma Devi ) 5 ઓગષ્ટ 2022ના રોજ અમેરિકા પહોંચી છે. 6-7 ઓગષ્ટ ન્યૂયોર્કમાં; 8-10 ઓગષ્ટ લાસ વેગાસમાં; 11 ઓગષ્ટ લોસ એન્જેલન્સમાં / 12-13 ઓગષ્ટના રોજ ન્યૂજર્સીના એટલાન્ટિક સિટી ખાતે કોન્ફરન્સ તથા હસ્તકલા પ્રદર્શનમાં ભાગ લેશે. એટલાન્ટિક સિટીમાં 25 હજારથી વધુ NIR ભાગ લેશે ! 14-31 ઓગષ્ટ દરમિયાન વોશિંગ્ટન /નિયૂયોર્ક/ હ્યુસ્ટન વગેરે શહેરોમાં રુમા દેવી માટે સન્માન સમારંભ યોજાશે ! 2020માં, રુમા દેવી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન આપી ચૂકી છે; અમેરિકાની આ તેમની બીજી યાત્રા છે. Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

ખેડૂત પરિવારની રુમા દેવી…

રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાવતસર ગામની ખેડૂત પરિવારની રુમા દેવી ( Ruma Devi ) 32 વર્ષની છે. માત્ર 8 ધોરણ સુધી ભણેલી રુમા દેવી, શૂન્યથી શિખર સુધી કઈ રીતે પહોંચી? ધગશ તમામ અવરોધોને દૂર કરી દે છે ! અડગ મનોબળ નિષ્ફળતા પર વિજય મેળવે છે. તે 4 વરસની હતી ત્યારે માતા ગુજરી ગઈ હતી. 17 વરસની ઉંમરે તેના લગ્ન થઈ ગયા હતા. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી પોતાના બિમાર દિકરાની સારવાર કરાવી ન શકી; એટલે દિકરો ગુમાવ્યો ! તે ભીતરથી તૂટી ગઈ હતી, પરંતુ હાર ન માની. Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

Also Read::   એણે જે વયે નિવૃત્તિ લીધી, એ ઉંમરે આપણે વિચારીએ કે હવે શું કરવું!!!

સંઘર્ષ…

રુમા દેવી ભરતકામ શીખીને ફેશન ડીઝાઈનર બની; શરુઆતમાં નકશીદાર થેલીઓ તૈયાર કરીને દુકાનોમાં આપી; ધીરે ધીરે ડીમાન્ડ વધી. 2008માં 10 મહિલાઓ સાથે મળીને સ્વસહાયતા જૂથ બનાવ્યું. દરેકે 100-100 રુપિયા કાઢીને સ્ટિચિંગ મશીન ખરીદ્યું અને ભરતકામ તથા હેન્ડીક્રાફ્ટનું કામ શરું કર્યું. પોતાનું સશક્તિકરણ કર્યું સાથે હજારો મહિલાઓને પગભર કરી !  મહિલાઓને જોડવાનું કામ મુશ્કેલ હતું. પતિઓ વિરોધ કરતા હતા. પરંતુ આજે 30 હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓના હાથમાં પૈસા છે. તે સ્વતંત્ર હોવાનો અહેસાસ કરે છે. જે ઈચ્છે તે કરી શકે છે. પોતાની દિકરીઓને ભણાવે છે; તેઓ ઈચ્છે કે પોતે અભણ રહી તે રીતે દિકરીઓ અભણ ન રહે ! Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

નારી શક્તિ પુરસ્કાર…

Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

- Advertisement -

2018માં રાષ્ટ્રપતિ દ્વારા ‘નારી શક્તિ પુરસ્કાર’ મળ્યો. રુમા દેવી એક બ્રાન્ડ બની ગઈ છે. પરંપરાગત અને મોડર્ન સાડીઓ/દુપટ્ટા /કુર્તા/ કર્ટેન્સ વગેરે ફેશન પ્રોડક્ટ બનાવે છે. અમેરિકા/મલેશિયા/જર્મની/સિંગાપુર/શ્રીલંકા વગેરે દેશોમાં પોતાની હસ્તકળાના પ્રદર્શન કરી ચૂકી છે. રુમા દેવી કહે છે : ‘શરુઆતમાં મુશ્કેલીઓ બહુ આવી. પાડોશીઓ પૂછતા હતા કે રુમા દેવી ક્યાં જાય છે? કોને મળે છે? શું કામ કરે છે? મેં કોઈની વાત ન સાંભળી, કેમકે હું સાચું કામ કરી રહી હતી. હું ખોટું કામ કરતી ન હતી, એટલે લોકોની વાત સાંભળવાની જરુર ન હતી. આગળ વધવા ઈચ્છતા હોઈએ તો પાછું હટવું ન જોઈએ; મક્કમ રહેવું પડે !’rs

Also Read::   Bird : જાગોઃ ગુજરાતનું પણ જે ગૌરવ છે એવું એક પંખીડું સપનું થવાને આરે..

– માન. શ્રી રમેશ સવાણી

( લેખક : પૂર્વ IGP છે. ) 

PC – Ruma Devi official FB

Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

- Advertisement -

#RumaDevi #Women #Rajasthan #Feshion #Designer #international #Famous #Skill #Education #Motivational #Story #womenpower

Ruma Devi Rajasthan women Feshion Designer international Famous Skill Education Motivational Story

- Advertisement -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments