Home JANVA JEVU Rajkot શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલમેન્ટ એક અનોખો ઇતિહાસ….

Rajkot શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલમેન્ટ એક અનોખો ઇતિહાસ….

0

Rajkot engine industry developing

Contents

Rajkot શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલમેન્ટ એક અનોખો ઇતિહાસ….

Rajkot engine industry developing

શહેરોમાં શહેર છે રાજકોટ, રાજકોટ એના રંગીલાપણાથી જેટલું પ્રખ્યાત છે એટલું જ વિખ્યાત છે એની ઇન્ડસ્ટ્રીયલ ડેવલમેન્ટ બાબતે, ચાલો જાણીએ આજે રાજકોટના પાયાના ઉદ્યોગો વિશે…

દરેક શહેરમાં ઉદ્યોગ જગત ઘણી આર્થિક સુખાકારીની સગવડ કરી આપે છે. જેનો લાભ અમુક અંશે સામાન્ય માણસને પણ મળતો હોય છે. આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ આજના સમયમાં આર્થિક વિકાસનું મહત્વનું પરિબળ છે તો આજે આપણે રાજકોટના ઉધોગ જગતની થોડી માહિતી પ્રાપ્ત કરીએ.

એન્જીનીયરિંગ પ્રોડ્યક્ટ્સ…

માત્ર દેશમાં જ નહી પરંતુ વૈશ્વિક સ્તરે પણ રાજકોટની એન્જીનીયરિંગ પ્રોડ્યક્ટ્સ ખુબ જ માંગ છે. રાજકોટનો ઔદ્યોગિક વિકાસ અત્યારે આસમાની ઊંચાઈ આંબી રહ્યો છે.
રાજકોટના ઔદ્યોગિક વિકાસના ઇતિહાસમાં ડીઝલ એન્જીન ઉદ્યોગનો પ્રારંભ સુવર્ણ અક્ષરે લખાયો છે.

એક સમય હતો કે આજે જે ત્રીજી પેઢી બહાર ગઈ અને બીજા ઉદ્યોગોમાં સેટ થઈ છે એની પહેલી પેઢીએ રાજકોટના ઉદ્યોગોમાં બહુ સંઘર્ષ કર્યો છે.

રસ્ટન એન્ડ કુપર એન્જીન…

ખેતીમાં રસ્ટન એન્ડ કુપર એન્જીનથી શરૂ થયેલી ડીઝલ એન્જીન ઉદ્યોગની યાત્રા અત્યારે વીજળીથી ચાલતા પમ્પસેટ સુધી વિસ્તાર પામી ચુકી છે. 650 આરપીએમના એન્જીનથી  થયેલી શરૂઆત અત્યારે 3000 આરપીએમ સુધી વિસ્તરી છે.

રાજકોટના ડીઝલ એન્જીન ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે પાંચથી છ ફૂટના ફ્રાય વ્હીલવાળા આડા એન્જીન વિદેશી ડિઝાઇન પરથી કોપી કરીને અહીં બનાવવામાં આવતા હતા.

કાકડો પેટાવીને શરૂ…

1950 – 52ના અરસાની આ વાત છે.  અત્યારે ક્રૂડ ઓઇલમાંથી બનતા ઇંધણો વપરાય છે પણ એ વખતે ડીઝલ એન્જીનમાં સીધું ક્રૂડ ઓઇલ વપરાતું હતું. ક્રૂડ ઓઇલની જ્વવલંતશીલતા ઓછી હતી એટલે કાકડો પેટાવીને માંડ માંડ શરૂ થતું હતું.

આડા એન્જીન…

ભારતમાં પહેલા પુનામાં બન્યા અને એ વખતે રાજકોટ, લુઘીયાણા અને કોઈમ્બતુરમાં પણ કેટલાક એકમો આવા આડા એન્જીનો બનાવતા હતા. આડા એન્જીનની કાર્યક્ષમતા ઓછી અને ખુબ ધીમી હોવાના કારણે બહુ મજા ન હતી.

જામનગરના કોઈ એન્જીનીયર દ્વારા આ આડી ડિઝાઇનમાં થોડો ટેક્નિકલ ફેરફાર કરી પોતાની રીતે અલગ કરવાનો પ્રયાસ કર્યો. એન્જીનને નવું રૂપ આપ્યું. અને ફ્રાય વ્હીલનું કદ ઘટાડ્યું.

1955 માં આવા એન્જીન ચાલ્યા પણ ખરા જયારે પાર્ટ્સ ખરાબ થાય ત્યારે ખેડૂતો પાર્ટ્સ ખરીદવા લાઈન લગાડતાં પણ યોગ્ય સમયે તેના પાર્ટ્સ મળતા નહીં. પાર્ટ્સની સમસ્યાના તીવ્ર વધારા કારણે આવા એન્જીન લાબું આયુષ્ય ભોગવી ન શક્યા.

લસ્ટર પિટર કંપની….

આ સમયે લિસ્ટરના વિદેશી એન્જીનોએ પાછલા બારણેથી ભારતમાં પગ પેસારો કરી દીધો હતો. આડા એન્જીનની મર્યાદાઓને કારણે લિસ્ટર એન્જીનનો ઉદય થયો હતો. આ એન્જીન ઇંગ્લેન્ડની
” લસ્ટર પિટર કંપની ” બનાવતી હતી.

મુંબઈ સહીત ઘણા શહેર સુધી પહોંચતા આ એન્જીનનું ઓપરેટિંગ એકદમ સરળ હતું. અને તેની સાઈઝ ઉભી હોવાથી તે લોકપ્રિય બન્યા.  1955 – 60 ના ગાળામાં જ આ એન્જીનનો વિકાસ થયો હતો. ત્યાર બાદ એના પાર્ટ્સ પણ રાજકોટમાં બનવા લાગ્યા.

રાજકોટમાં જર્મન સાથે બેરિંગ અને નટ, ચેઈન વગેરે પર્ટસ આજે પણ વિકસાવવામાં આવે છે. બેરિંગ માટે એક સમયે રાજકોટ પ્રખ્યાત હતું. આ સિવાય આજે તો કેટલાક ઇલેક્ટ્રિક પાર્ટસ પણ બનવા લાગ્યા છે. બાલાજી વેફર ઉદ્યોગ પણ જબરો છે. આ ઉપરાંત ડાયમંડ ઉદ્યોગ પણ ખૂબ સારો છે. સોનાના ઘરેણાં બોલિવુડમાં પણ પ્રખ્યાત છે.

Rajkot engine industry developing

#Rajkot #engine #industry #developing

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version