Home SAHAJ SAHITYA Positive Talk ( Best 3 ) સપનાંને ઇન્સ્ટિટ્યૂટમાં કેવી રીતે પરિવર્તિત...

Positive Talk ( Best 3 ) સપનાંને ઇન્સ્ટિટ્યૂટમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય…

0

Positive Talk Dream Transfer to Institute Narayana Murthy Infosys

Contents

સપનાંને ઇન્સ્ટિટ્યૂટમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય…

Positive Talk Dream Transfer to Institute Narayana Murthy Infosys

લેખક – અજય મો. નાયક

( લેખક અમદાવાદનાવરિષ્ઠ પત્રકાર છે. તેઓ સંદેશ સમાચાર પત્રમાં એક્ઝિક્યુટિવ એડિટર છે. અમારી વિનંતીને માન આપી તેઓએ આ લેખ આપણા પોર્ટલના વાચકો માટે ઉપલબ્ધ કરાવી આપવા બદલ SAHAJ SAHITY PORTAL એમના આભારી છે.  ) 

હાલમાં એક દિગ્ગજ આઈટી કંપનીએ તેના અસ્તિત્વના 40 વર્ષ પૂરાં કર્યાં. એની ઊજવણી પણ શાનદારરીતે બેંગ્લુરુમાં કરવામાં આવી. આ પ્રસંગે તમામ સ્થાપકો ભેગા થયા હતા. જૂના સંસ્મરણો વાગોળવાની સાથે કેટલાં સંઘર્ષથી ઊભી કરવામાં આવી હતી તેની વાતો પણ થઈ.

positive Talk નારાયણ મૂર્તિએ પોતે કરેલી ભૂલનો પણ એકરાર કર્યો….

કંપનીના મૂળ સ્થાપકોમાંના એક અને જેને ભારતમાં આઈટીના પિતામહ ગણવામાં આવે છે તે નારાયણ મૂર્તિએ પોતે કરેલી ભૂલનો પણ એકરાર કર્યો. એક તબક્કે નારાયણ મૂર્તિએ સ્થાપકોમાંના કોઈના પણ સંતાનોને કંપનીમાં નહીં લેવાનું નક્કી કર્યું હતું. એમનો તર્ક એવો હતો કે કોઈ ઓછી ક્ષમતા ધરાવતી વ્યકિતની ભલામણ આવે તો નુકસાન થઈ શકે. પરંતુ 40 વર્ષ પછી મૂર્તિએ કબૂલ્યું કે એ તેમની ભૂલ હતી. કોઈ પણ વ્યકિતને સમાન તક મળવી જોઈએ એવું તેમને લાગ્યું. આ રીતે ભૂલ કબૂલવી એ પણ હિંમતનું કામ છે. મૂર્તિને હવે એવું લાગી રહ્યું છે કે પ્રમોટરોના સંતાનોને ઈન્ફોસીસમાં તક નહીં આપીને તેમણે ભૂલ કરી છે.

આજના યુવા ઉદ્યોગ સાહસિકો પાસે આટલી ધીરજ છે ?…

બીજીબાજુ કંપનીના અન્ય એક પ્રમોટર નંદન નીલેકણીએ હાલના સ્ટાર્ટ અપ પ્રોજેક્ટની ઝાટકણી કાઢતા કહ્યુ કે આ ક્ષેત્રે જે રીતે નાણાં આવે છે એ પણ ચિંતાનો વિષય છે. વધુ પડતાં નાણાં એ શ્રાપ બરાબર હોવાનું તેઓ જણાવે છે. નવા યુવા સાહસિકોની મહત્વાકાંક્ષા, બિઝનેસ વિશેની સમજણ, વિચાર, વ્યૂહરચનાથી તેઓ ખુશ છે પણ તેમનામાં કોઈ એક સંસ્થા સ્થાપી શકવાની ક્ષમતા છે કે કેમ તે વિશે તેઓ ચિંતીત છે. સંસ્થાની રચના એ એક મેરેથોન રેસ સમાન છે. આ કંપની 40 વર્ષની મહેનત બાદ ઊભી થઈ છે. આજના યુવા ઉદ્યોગ સાહસિકો પાસે આટલી ધીરજ છે ? આશાવાદથી આટલાં લાંબા સમય સુધી કામ કરવું એ ખાવાનો ખેલ નથી. લાંબી રમત રમવાની ક્ષમતા હોવી એ પણ એક ગુણ છે. આથી જ વધુ પડતાં નાણાં એ શ્રાપ સમાન છે. મૂડી માટે માન હોવું જોઈએ. જો ખર્ચને કાબુમાં ના લાવી શકો તો રમત પૂરી. આથી જ નીલેકણી સ્ટાર્ટ અપ વિશે આશંકિત છે. ઘણીવાર યુવા સાહસિક ઉત્સાહમાં આવીને અથવા કોઈની વાતમાં આવીને પ્રોજેક્ટ કરતા હોય છે. આ કોઈ રમત વાત હોતી નથી. કોઈ પણ ધંધો કે વ્યવસાય એ ગંભીર બાબત છે. જે લોકોએ નાણાં રોક્યા હોય છે એ લોકો માટે પણ ગંભીર બાબત હોય છે. ભારત પેના એક સ્થાપકની ગતિવિધિ અત્યારે ચર્ચાની એરણે છે.

સ્ટાર્ટ અપ વિશે શંકા…

ભારત કે વિશ્વની જૂની કંપનીઓ કે શૈક્ષણિક સંસ્થાઓ પર નજર નાખીશું તો જણાશે કે આ બધું રાતોરાત નથી થતું. વર્ષો લાગે છે. જે સંસ્થાઓ અચાનક જ લાઈમલાઈટમાં આવી જાય છે તે બહુ લાંબો સમય ટકી શકતી નથી. આવી સંસ્થાઓ ઊભી કરવા એક કલ્ચર, એક શિસ્ત જોઈએ. અત્યારે જેટલાં પણ સ્ટાર્ટ અપ શરૂ થયા છે તેમની પાસેથી આવી કોઈ અપેક્ષા રખાય તેમ નથી. ઈન્ફોસીસ જેવી કંપનીને એક સંસ્થામાં ફેરવાતા 4 દાયકા થયા. તેની સાથે જ બજારમાં આવેલી સત્યમનો દાખલો આપણી સામે છે.

નિર્દોષ રોકાણકારો આવા ચિટરોનો ભોગ બન્યાં…

1990ના દાયકામાં ફ્લાય બાય નાઈટ ઓપરેટર એવો એક શબ્દ બહુ પ્રચલિત થયો હતો. એ સમયે મૂડીબજારમાં પ્રવેશવા નવી નવી કંપનીઓ પબ્લિક ઈસ્યુ લઈને આવતી હતી અને 2-3 વર્ષમાં જ ગુમ થઈ જતી હતી. એ સમયે પણ ઘણાં નાના અને નિર્દોષ રોકાણકારો આવા ચિટરોનો ભોગ બન્યાં હતા. આવા લોકો કોઈ સંસ્થા ના ઊભી કરી શકે. અત્યારે સ્ટાર્ટ અપના નામે મૂડીબજારમાં પ્રવેશીને ચિક્કાર પ્રીમિયમ વસૂલ કરાય છે તેનાથી 1990નો એ દાયકો યાદ આવી જાય છે. કોઈ પણ સંસ્થાને મહાન બનાવવા માટે સમય તથા ધીરજ એ બન્ને પાયાના ગુણ છે. રાતોરાત મહાન નથી બનાતું. નવા ઉદ્યોગ સાહસિકોએ આ મંત્ર ગાંઠે બાંધવાની જરૂર છે. હવે તો સ્ટાર્ટ અપના નામે પણ ફ્રોડ થાય છે. ટીવી શો ચાલે છે. શિક્ષણ અને ભોજનના ક્ષેત્રે ઘણાં સ્ટાર્ટ અપ શરૂ થયા છે પણ આમાંથી કોઈ એક પણ મોટી સંસ્થા બની શકે તેવી યોગ્યતા ધરાવતા નથી. મતલબ લાંબી રેસના ઘોડા નથી. નંદન નીલેકણી અને નારાયણ મૂર્તિની સલાહ દરેક ઉદ્યોગ સાહસિકે મનમાં ઉતારવાની જરૂર છે.

Positive Talk ઉદ્યોગ સાહસિક રાષ્ટ્ર નિર્માણનું પણ હિત જુએ…

માત્ર પૈસા કમાવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પ્રવૃત્તિઓ ક્યારેય ઉદાહરણરુપ ના બની શકે. આપણે ઘણી કંપનીઓ, સંસ્થાઓને શતાબ્દી ઉજવતી જોઈએ છીએ, આ કંઈ રાતોરાત નથી થતું. બે – ત્રણ પેઢીથી આ શક્ય બને છે. પોતાના સપનાંની સાથે રાષ્ટ્ર નિર્માણ પણ જોડાતું હોય છે. કોઈ પણ ધંધો કે વ્યવસાય વ્યક્તિગત ના હોઈ શકે. વિકાસ માત્ર પોતાનો ના હોય, રાષ્ટ્ર વિકાસ પણ એટલું જ જરૂરી પરિબળ છે. આજે પણ જે સફળ સંસ્થાનો છે તેઓએ માત્ર પોતાના વિકાસનું નથી વિચાર્યું. તેમાં સમાજ, રાષ્ટ્ર બધાંનો સમાવેશ થાય છે. જે ઉદ્યોગ સાહસિક રાષ્ટ્ર નિર્માણનું પણ હિત જુએ એ જ કોઈ ઉદાહરણરુપ સંસ્થાનનું નિર્માણ કરી શકે.

Motivational Story Dream Transfer to Institute Narayana Murthy Infosys

#Motivational #Story #Dream #Transfer #Institute #Narayana #Murthy #Infosys #ITcompany

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version