Home SAHAJ SAHITYA Special Story: માતૃભાષા સર્જક : પ્રસિદ્ધ પદ્યવાર્તાકાર શામળ…

Special Story: માતૃભાષા સર્જક : પ્રસિદ્ધ પદ્યવાર્તાકાર શામળ…

0

Special Story matrubhasha Gujarati author shamal

Contents

Special Story: માતૃભાષા સર્જક : પ્રસિદ્ધ પદ્યવાર્તાકાર શામળ…

રજુઆત – જય પંડ્યા

Special Story matrubhasha Gujarati author shamal

કવિ ‘શામળ’

અઢારમી શતાબ્દીના પ્રારંભથી શરૂઆત કરી તેના ઉતરાર્ધ સુધીના સો વર્ષના મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સર્જકો પર પર નજર કરીએ તો કવિ શામળનું નામ તેમાં મોખરે આવે છે.

શામળનો જન્મ / જીવન / કવન

શામળનો જન્મ ઇસ. 1694 આસપાસ થયો હશે તેવું માનવામાં આવે છે. તેમના જન્મ અને મૃત્યુ વિશે ઘણા મતાન્તરો છે જે અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થતી નથી.

પિતા – વીરેશ્વર ભટ્ટ

માતા – આનંદી બાઈ

ગુરુ – નાનાભાઈ ભટ્ટ

શિક્ષક – નાનાભાઈ ભટ્ટ

જ્ઞાતિ – શ્રીગોડ માળવી બ્રાહ્મણ

જન્મ સ્થળ – અમદાવાદ વેંગણપૂર ( હાલ – ગોમતીપુર )

આશ્રય – રખીદાસ પટેલ

ઉપનામ – ‘ સામકી ‘

બિરુદ – વાર્તાકાર,  પદ્યવાર્તાના પિતા

વખણાતું સાહિત્ય – ” ચોપાઈ “, “ઉખાણાં “, “પદ્યવાર્તા ”

Special Story matrubhasha Gujarati author shamal

શામળનું જીવન – કવન

શામળને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ અને પ્રસિદ્ધ સાહિત્યકાર ગણવામાં આવે છે.

તેઓ અમદાવાદના ‘ રાજપુર ‘ અને ‘વેંગણપૂર ‘ ખાતે વસતા હતા. ત્યારબાદ ‘ ખેડા ‘ જિલ્લાના ‘ માતર ‘ તાલુકાના ” સિંહજ” નામક ગામમાં વસવાટ કર્યો હતો.

તેઓ મુખ્યત્વે પદ્યવાર્તાઓની રચના કરતા હતા.

શામળે’ કવિતા’ અને ‘છપ્પા ‘ ની પણ રચના કરી છે.

કવિ “દલપતરામ” દ્વારા ‘ શ્યામળ સતસઈ ‘ નામક સંગ્રહની રચના કરવામાં આવી જેમા તેમના દ્વારા શામળના છપ્પાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે.


Special Story matrubhasha Gujarati author shamal

શામળની વિશેષતા….

શામળની વિશેષતા વાર્તાચક્રનું સફળ નિરૂપણ છે. તેઓ વાર્તાની અંદર વાર્તા અને તેની અંદર વાર્તા એમ ત્રિસ્તરીય વાર્તાઓનું નિરૂપણ કરતા હતા.

તેમણે પૌરાણિક અને પ્રકીર્ણ રચનાઓ પણ રચી છે.

શામળે કુલ 26  રચનાઓનું સર્જન  કર્યું છે. તેમની પદ્યવાર્તાઓ તેમના પુરોગામીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથા પર આધારિત છે. તેમાંથી કેટલીક રચનાઓ નીચે મુજબ છે.

” સિંહાસન દ્વાત્રિંશકા ”
” વેતાલ પંચવિન્શતિ ”
” શુકસપ્તતિ ”
” ભોજ પ્રબંધ ”

આ રચનાઓ ગુજરાતી ભાષામાં અનુવાદ થઈ છે જે શામળ દ્વારા કરવામાં આવી છે.

” સિંહાસન બત્રીસી ”
” વેતાલ પચ્ચીસી”
” સુડા બહૉત્તેરી ”

શામળની ઉપરોક્ત રચનાઓ ખુબ જ જાણીતી અને પ્રસિદ્ધ છે.

ઉપરોક્ત ત્રણેય રચનાઓમાં વાર્તાની અંદર વાર્તા એ રીતે નિરૂપણ થયું છે. જેમાં …

– આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં જવુ.
– ઉડતા પગરખાં
– બોલતા પશુઓ વગેરે જોવા મળે છે.

રાજા “વિક્રમાદિત્ય”  આ કથાઓનું મુખ્ય પાત્ર છે. તેમાં ઘણા સૂત્રો અને કોયડાઓ પણ છે.

” રાવણ મંદોદરી સંવાદ ” નામે શામળે છપ્પાની રચના કરી છે.

Special Story matrubhasha Gujarati author shamal

શામળ ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ “પદ્યવાર્તાકાર ”  છે.

17 મી સદીના ઉતરાર્ધ અને 18 મી સદીના પૂર્વાર્ધમાં મહત્વના ત્રણ કવિઓ થઈ ગયા જેમા…

” આખો ” જેમણે છપ્પા દ્વારા ત્રીજા નેત્રની પ્રસાદી આપી.

” પ્રેમાનંદ ” જેમણે આખ્યાન દ્વારા પાંચમો વેદ લખ્યો.

“શામળ ” જેઓ પદ્યવાર્તા દ્વારા જીવન રસના કવિ બન્યા.

શામળે પોતાની પ્રથમ રચના ઇસ.  1718 “પદ્માવતી” નામે પદ્યવાર્તા અને ઇસ.  1765 માં “સુડા બહૉત્તેરી” નામે છેલ્લી રચના લખી ત્યારબાદ તેઓ ચાર – પાંચ વર્ષ સુધી જીવ્યા હોવાનું માનવમાં આવે છે.

શામળે પદ્યવાર્તા તે સમયના લોકો સરળ રીતે સમજી શકે તે રીતે રચી છે.

શામળ પરંપરાગત કથાકાર, પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાના કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી તેમણે પોતાના પુરોગામીઓની રચનાઓ નવા અર્થ સાથે રજુઆત કરવાની શરૂઆત કરી. જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. બાદમાં તેઓ જમીનદાર ” રખીદાસ પટેલ ” ની વિનંતિ અને મદદથી ” સિંહજ” (હાલનું મહેમદાવાદ ) જઈ વસ્યા હતા.

“શામળનું કવન”

“સિંહાસન બત્રીસી ” – આ રચના ઉજૈન નગરીના પરાક્રમી રાજા ” વિક્રમાદિત્ય ” સાથે સુસંગત છે. આ રચનાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો “બૃહદ કથાકોશ ” માનવામાં આવે છે.

” મદન મોહના ” – શામળની સ્વતંત્ર વાર્તાઓમાં સર્વશ્રેષ્ઠ પદ્યવાર્તા

આ રચનામાં શામળ લખે છે કે..

“સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક,
સાદામાં શિક્ષા કથે એજ કવિજન એક. ”

“નંદ બત્રીસી ” – “નંદ બત્રીસી” શામળની રસિક, પરિપક્વ અને લોકપ્રિય પદ્યવાર્તા છે.

શામળની અન્ય રચનાઓ

” રાવણ મંદોદરી સંવાદ ”
” રૂપાવતી ”
“ચંદ્રચંદ્રાવતી ”
” સિંહાસન બત્રીસી ” ( સર્વશ્રેષ્ઠ )
” વેતાળ પચ્ચીસી ” ( તેમાં પંચ દંડ પણ સમાવિષ્ટ )
” ભદ્રભામિની ”
” બરાકસ્તુરી ”
“મદન મોહના ”
” વિદ્યા વિલાસિનીની વાર્તા ”
” શામળ રત્નમાત્ર ”
” શિવપુરાણ ”
” સુડા બહૉત્તેરી” ( છેલ્લી રચના )
” શુકદેવાખ્યાન ”
” રખીદાસ ચરિત્ર ”
” વનેચરની વાર્તા ”
” પાંચ દંડા ”
” રેવાખંડ ”
” પતાઈ રાવળનો ગરબો ”
” રણછોડજીના શ્લોકો ”
” બોડાણાખ્યાન ”
” ઉદ્યમ કર્મસંવાદ ”

શામળની પ્રસિદ્ધ પંક્તિઓ

” દોહ્યલા દિવસ કાલે વામસે, જીવતો નર ભદ્રા પામશે. ”
” પેટ કરાવે વેંઠ. ”
” લક્ષ્મી તેને લીલા લહેર. ”
” ગાજ્યા મેહ વરસે નહીં. ”

શામળે છપ્પા સાથે સુભાષિત પણ રચ્યા છે. તેમની રચનાઓમાં નીતિબોધ દ્રષ્ટિગત થાય છે.

Special Story matrubhasha Gujarati author shamal

મનુષ્યનો સ્વભાવ, સ્ત્રી – પુરુષ સંપર્ક, નારીને વશ થઈને રહેતા પતિઓ, વચન પાલનનો મહિમા, પાપ – પુણ્ય વગેરે તેમની રચનાઓમાં જોવા મળે છે.

શામળનું અવસાન ઇસ 1769 થયું હોવાની લોકવાયકા છે.

રજુઆત – જય પંડ્યા

Special Story matrubhasha Gujarati author shamal

#Special #Story #matrubhasha #Gujarati #author #shamal

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

error: Content is protected !!
Exit mobile version