Home JANVA JEVU Generic Medicine જેનરિક મેડિસિન: પ્રોડક્શન, અસર, માર્કેટિંગ અને દવાનો ઉપયોગ…

Generic Medicine જેનરિક મેડિસિન: પ્રોડક્શન, અસર, માર્કેટિંગ અને દવાનો ઉપયોગ…

0

Generic Medicine Production Effects Marketing

Contents

જેનરિક મેડિસિન: પ્રોડક્શન, અસર, માર્કેટિંગ અને દવાનો ઉપયોગ…

આલેખન અને સંકલન – જય પંડ્યા 

Generic Medicine Production Effects Marketing

શું જેનરિક દવા સસ્તી હોય છે ?

એક વાર કોઈ દવાની પેટન્ટની સમય મર્યાદા પુરી થઈ જાય તે બાદ કંપની આ દવાનું ઉત્પાદન અને વેંચાણ કરે છે. જેનરિક દવા પરીક્ષણ કે સંશોધન વિના બનાવી શકાય છે. જેના કારણે જેનરિક દવા અન્ય દવાઓ કરતા સસ્તી હોય છે.

જેનરિક દવા સારી હોય છે કે હાનિકારક ?

જેનરિક દવામાં શક્તિ, તંદુરસ્તી, સ્થિરતા જેવા ગુણ તેની મૂળ બ્રાન્ડેડ દવા જેવા જ હોય છે. મૂળ બ્રાન્ડેડ દવામાંથી જે લાભ કે ગેરલાભ થાય છે. તેવા જ લાભ અને ગેરલાભ જેનરિક દવાથી થવાની સંભાવના રહેલી છે.

જેનરિક દવા અને બ્રાન્ડેડ દવામાં શું તફાવત છે?

જેનરિક દવામાં બ્રાન્ડેડ દવા જેવા જ સક્રિય ઘટકો જોવા મળે છે. તેમાં ઘણીવાર બિન સક્રિય કે હાનિકારક ઘટકો હોવાની સંભાવના પણ રહેલી છે.

આ દવાના કારણે ઘણી વખત એલર્જી કે સાઈડ ઇફેક્ટ્સ થવાની સંભાવના રહેલી છે . તેથી દરેક વ્યક્તિને આ દવા અનુકૂળ ન પણ આવે તો પોતાના શરીરને માફક આવે તેવી દવા લેવી જોઈએ.

આ દવાથી ફોડકી થવી, સફેદ ડાઘ પડવા, શરીરમાં તીવ્ર બળતરા કે તીવ્ર ખંજવાળ આવવી. વગેરે જેવી તકલીફો થઈ શકે છે.

ઘણીવાર નામ અલગ – અલગ હોવાં છતાં પણ જેનરિક દવા બ્રાન્ડેડ દવા જેવું જ કામ કરતી હોય છે. FDA ના જણાવ્યા મુજબ જેનરિક દવાની કિંમત તેની મૂળ બ્રાન્ડેડ દવા કરતા 80 – 85 % ઓછી હોય છે.

Generic Medicine Production Effects Marketing

જેનરિક દવા કઈ રીતે બને છે?

આ દવા મૂળ બ્રાન્ડેડ દવાની પેટન્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ જે તે ઉત્પાદક દ્વારા ઉત્પ્ન્ન કરવામાં આવે છે. તેમાં મૂળ બ્રાન્ડેડ કંપની અને તેના માલિકનું નામ જ રહેલું હોય છે.

જેનરિક દવા ક્યારે વેંચી શકાય ?

યુ. એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સમક્ષ પોતાની પેટન્ટનું રજીસ્ટ્રેશન કરાવી અને તેની મંજૂરી મેળવ્યા બાદ આ દવાનું ઉત્પાદન અને વેંચાણ કરી શકાય છે. તેની પેટન્ટ સુરક્ષા સામાન્ય રીતે પેટન્ટ સબમિટ કાર્યથી 20 વર્ષ સુધીની હોય છે.

જેનરિક દવાની શરૂઆત કોણે કરી હતી ?

1962 માં FDA દ્વારા ડ્રગ્સ ઉત્પાદન માટે જેનરિક સંસ્કરણની મંજૂરી અપાઈ જે બાદ યુ .એસ . માં ANDA ની સ્થાપના કરવામાં આવી.

ભારતમાં જેનરિક દવાનું ઉત્પાદન કોણ કરે છે ?

KRKA નામક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ભારતમાં જેનરિક દવા ઉત્પ્ન્ન કરવામાં આવે છે. જે ભારતની ટોચની ફાર્મા કંપની છે. જે પોતાની બ્રાન્ડ્સ દ્વારા જ માર્કેટિંગનું કાર્ય કરે છે.

ભારતમાં જેનરિક દવાની શરૂઆત ક્યારથી થઈ ?

વર્ષ 2002 માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચિકિત્સકોને પોતાના જ નામ દ્વારા આ જેનરિક દવાના વેંચાણ માટે પરવાનગી આપવામાં આવી.

ભારતમાં જેનરિક દવા કોણ લાવ્યું ?

ભારતમાં જેનરિક દવા એક 16 વર્ષીય અર્જુન દેશપાંડેના મગજની ઉપજથી શરૂ કરવામાં આવી . તેને વિચાર આવ્યો કે સામાન્ય પ્રજા સસ્તા દરે આરોગ્યની સેવા મેળવી શકે તેવો માર્ગ શોધવો. અને તેના પરિણામ સ્વરૂપે ઉદ્યોગ જગતના ચહેરામાં નૂતન ક્રાંતિ સર્જન પામી.

Generic Medicine Production Effects Marketing

ભારતમાં જેનરિક દવા ઉત્પન્ન કરતી મોટી કંપની કંઈ છે ?

ભારતની સિપ્લા લિ. વિશ્વની સૌથી મોટી જેનરિક મેડિસિન ઉત્પન્ન કરતી કંપની છે. તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

જાહેર આરોગ્યની સુવિધા માટે જેનરિક દવાનું ઉત્પાદન કરવામાં આવે છે, જે માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જેની કુલ સંખ્યા 9,000 આસપાસ છે.

FDA શું છે ?

FDA એ 2008 માં નવી દિલ્હીમાં ભારત કાર્યાલય ખોલ્યું, તેની ખાતરી કરવા માટે કે ભારતમાંથી યુ.એસ.માં નિકાસ કરાયેલ ખોરાક અને તબીબી ઉત્પાદનો સલામત છે, સારી ગુણવત્તાની છે અને અસરકારક છે.

FDA શું કાર્ય કરે છે ?

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન માનવ અને પશુચિકિત્સા દવાઓ, જૈવિક ઉત્પાદનો અને તબીબી ઉપકરણોની સલામતી, અસરકારકતા અને સલામતીની ખાતરી કરીને જાહેર આરોગ્યના રક્ષણ માટે જવાબદાર છે; અને આપણા રાષ્ટ્રના ખાદ્ય પુરવઠા, સૌંદર્ય પ્રસાધનો અને કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરતા ઉત્પાદનોની સલામતીની ખાતરી કરીને.

Generic Medicine Production Effects Marketing

#Generic #Medicine #Production #Effects #Marketing

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version