HomeEDUCATION૨૦૨૩ થી પ્રવેશમાં ફેરફાર: વાલી તરીકે તમે જાણવા માંગો એ બધું...

૨૦૨૩ થી પ્રવેશમાં ફેરફાર: વાલી તરીકે તમે જાણવા માંગો એ બધું જ

- Advertisement -

૨૦૨૩ થી પ્રવેશમાં ફેરફાર: વાલી તરીકે તમે જાણવા માંગો એ બધું જ

 

New education policy admission gujarat

 

New education policy admission for Frist standard, junior k. G., Nursery, sinior K. G. In gujarat primary school of gujarat state, Gujarat government Gujarati medium and English midium.

- Advertisement -

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અનુસાર આગામી 2023થી શૈક્ષણિક વર્ષ 1લી જૂને છ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે જેથી વાલીઓ પોતાના બાળકોને પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર કેજીનું શિક્ષણ એ રીતે પૂરું કરાવી લે તેવી સૂચના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ખાનગી સંચાલકોને આપી છે.

પરિપત્રમાં પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આગામી 2023થી લાગુ થનારી શિક્ષણ નીતિમાં છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનું હોઈ તમામ વાલીએ પોતાના સંતાનનું પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર તથા સિનિયર કેજીનું શિક્ષણ એ પ્રમાણે પૂર્ણ કરાવે જેથી આગામી વર્ષ 2023માં બાળકને છ વર્ષ પૂર્ણ થયેથી ધોરણ 1માં પ્રવેશ આપી શકાય, અન્યથા વધુ એક વર્ષ સુધી  બાળક પ્રારંભિક શિક્ષણમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

Also Read::   How Outdoor Education Can Prepare Students For the Future

જો કે, કેન્દ્ર સરકાર સંચાલિત સીબીએસસી અને અન્ય રાજ્યોમાં પહેલાથી જ છ વર્ષે બાળકને ધોરણ 1માં પ્રવેશ અપાય છે, માત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષોથી પાંચ વર્ષે બાળકને પ્રવેશ અપાય છે, જેમાં હવે નવી શિક્ષણ નીતિ હેઠળ 2023ના શૈક્ષણિક વર્ષથી ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ 1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ તેની અસર વર્તાશે. બાળક 4 વર્ષ કરતાં નાનું હશે તો તેને નવા સત્રમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ અપાશે તો તે બાળક જ્યારે પહેલા ધોરણમાં આવશે ત્યારે તેને 6 વર્ષ પૂરા ના થયા હોવાથી એડમિશન મળશે નહીં.

ધોરણ 1માં 6 વર્ષના નિયમનો અમલ 2023-24ના વર્ષથી કરવામાં આવશે. જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ લેતા બાળકોએ ખાસ તકેદારી રાખવાની રહેશે. અત્યાર સુધી એવું હતું કે બાળક 3 વર્ષનું થાય એટલે તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ આપી દેવાતો હતો. જો કે, હવે તેવું શક્ય નહીં બને. નવા શૈક્ષણિક વર્ષથી બાળકની ઉંમર 4 વર્ષની હશે તો જ તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ અપાશે. જેથી એક વર્ષ બાદ તે સિનિયર કે.જી.માં આવે ત્યારે તેની ઉંમર 5 વર્ષની થઈ હશે. આ જ રીતે જ્યારે 2023-24માં તે પહેલા ધોરણમાં આવશે ત્યારે તેની ઉંમર 6 વર્ષ થઈ ગઈ હશે માટે પ્રવેશ માટે લાયક ગણાશે.

Also Read::   Sainik school balachadi  entrance exam 2023 
- Advertisement -

New education policy admission for Frist standard, junior k. G., Nursery, sinior K. G. In gujarat primary school of gujarat state, Gujarat government Gujarati medium and English midium.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!