History of Brahmin warrior who dedicated for India
Contents
એવા સાત બ્રાહ્મણો જેમણે ભારત માટે શસ્ત્ર ઉઠાવી ઇતિહાસ બનાવ્યો…
સંકલન અને આલેખન – જય પંડ્યા
આપણા દેશમાં શાસ્ત્રોના અભ્યાસ અને નિપુણતા માટે બ્રાહ્મણ મોખરે ગણાય છે. અને બ્રાહ્મણને વૈદિક શાસ્ત્રનો વિદ્વાન પણ ગણવામાં આવે છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણો વિદ્યા દાન કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આપણા સમાજમાં એક એવી માન્યતા છે કે બ્રાહ્મણ માત્ર શાસ્ત્ર જ ઉપાડી શકે છે. પરંતુ આ એક ખોટી માન્યતા છે. બ્રાહ્મણ માત્ર શાસ્ત્ર જ નહી શસ્ત્ર પણ ઉપાડી શકે છે. એવા પણ ઘણા દાખલા છે કે જેમા યુદ્ધવિજય બ્રાહ્મણના કારણે થયો હોય.
આપણે ઘણા વીર વ્યક્તિઓના નામ સાંભળ્યા હશે. તેમની વીર ગાથા સાંભળી હશે. પરંતુ આપણને એ ખ્યાલ નહીં હોય કે તે એક બ્રાહ્મણ છે. તો આજે આપણે એવા બ્રાહ્મણ વીરો વિશે માહિતી મેળવશુ જેમણે ન માત્ર શસ્ત્ર ઉપાડ્યા પરંતુ દુશમનને માત આપી વિજય પણ પ્રાપ્ત કર્યો. અને આવા બ્રાહ્મણો ફક્ત દૂરના ભૂતકાળમાં જ ન હતા પરંતુ નજીકના વર્તમાનમાં પણ છે.
અહીં અલગ અલગ સમયખંડમાં પાયાની ક્રાંતિમાં કે યુદ્ધમાં મોખરે રહ્યાં, લડ્યા, વિજયી બન્યા કે પછી વીરગતિ પામ્યા એવા ભારતીય ઇતિહાસના સમયના સાત પડના સાત મહાન વીરોની ગાથા લીધી છે.
તો આવો જાણીએ વીર બ્રાહ્મણોની વીર ગાથાને…
1 – કંબમપતિ નચિકેતા –
Kambampati Nachiketa
તેમના પિતાનું નામ કે. શાસ્ત્રી અને માતાનું નામ કે. લક્ષ્મી છે. તેમણે કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો હાલ તેઓ 49 વર્ષના છે. અને દિલ્હીમાં નિવાસ કરે છે.
કારગિલ યુદ્ધ દરમિયાન, નચિકેતા ફ્લાઇટ લેફ્ટનન્ટ અને નં. 9 સ્ક્વોડ્રન IAF (વુલ્ફપેક) ના મિકોયાન મિગ-27 પાઇલટ હતા.જેમણે 26 મે 1999ના રોજ બટાલિક સેક્ટરમાં હુમલામાં ભાગ લીધો હતો.
નચિકેતાએ દુશ્મનની સ્થિતિ પર હુમલો કર્યો. ઓપરેશન દરમિયાન, વિમાને પાકિસ્તાની સેનાના MANPADS સાથે ટક્કર લીધી હતી. કેટલાય બંકરો પર તેમણે હુમલો કર્યો. બે વિમનાઓની ટક્કરમાં તેમણે સામેના ગ્રાહકો વિમાનને ધ્વસ્ત કર્યું પણ પરિસ્થિતિ એવી રચાય કે પોતાને પોતાનું વિમાન છોડી પેરેસુટ દ્વારા ઉતરાણ કરવું પડ્યું. એમાં તેઓ પાકિસ્તાનની ભૂમિ પર જઈ પડ્યા અને આથી એમને ત્યાંની આઠ દિવસની કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા.
આમ નચિકેતાએ કારગિલ યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.
***
2 – પદ્મપાણી આચાર્ય –
Padmapani Acharya
પદ્મપાણી આચાર્યનો જન્મ 21 જૂન 1969ના રોજ ઓડિશામાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ હૈદરાબાદ તેલંગણામાં નિવાસ કરતા હતા. તેમના લગ્ન ચારુલતા સાથે થયાં હતા.
તેમના પિતા 1965 અને 1971 દરમિયાન ભારત પાકિસ્તાન યુદ્ધમાં વાયુ સેનામાં વિંગ કમાન્ડર હતા. ત્યારબાદ તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી સાથે કામ કર્યું હતું.
તેમના પરિવારમાં માતા- પિતા, પત્ની અને પુત્રી અપરાજિતા છે. અપરાજિતા આચાર્ય NCC કેડેટ રહી ચુક્યા છે.
તેઓ વર્ષ 1993 માં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થયાં. અને 2G બટાલિયન ધ રાજપુતાના રાઈફલ્સમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા.
કારગિલ યુદ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 28 જૂન 1999 ના રોજ મેજર આચાર્યને કંપની કમાન્ડર તરીકે દુશ્મનની સ્થિતિ પર કાબુ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી.
ભારે કિલ્લેબંધી, મજબૂત રીતે રાખવામાં આવી હતી અને ખાણોને સ્વીપિંગ મશીનગન અને આર્ટિલરી ફાયરથી આવરી લેવામાં આવી હતી. બટાલિયન અને બ્રિગેડ ઓપરેશનની સફળતા આ સ્થિતિના પ્રારંભિક કબજા પર આધારિત હતી.
સામેથી એક પ્લાટુન નીચે આવતા ભારે જાનહાની સર્જાઈ. મેજર આચાર્યએ તેમની કંપનીની રિઝર્વ પ્લાટૂન લીધી અને આર્ટિલરી શેલોના વરસાદ દ્વારા તેનું નેતૃત્વ કર્યું. જેથી દુશમન ઘાયલ થયા. ભારે મથામણ બાદ પરિસ્થિતિ કબ્જે થઈ અને સફળતા પ્રાપ્ત થઈ.
મિશન તો સફળ રહ્યું પરંતુ ભારે ઈજાઓ થવાના કારણે મેજર પદ્મપાણી આચાર્ય 28 જૂન 1999ના રોજ કારગિલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા.
આમ મેજર પદ્મપાણી આચાર્ય કારગિલ યુદ્ધની સફળતામાં મુખ્ય નાયક હતા. તેમ કહી શકાય. તેમને “મહાવીર ચક્ર” થી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.
***
3 – સોમનાથ શર્મા –
Somnath Sharma
મેજર સોમનાથ શર્માનો જન્મ 31 જાન્યુઆરી 1923 ના રોજ હૈદરાબાદના કાંગડામાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ કમાઉ રેજિમેન્ટ બટાલિયન નંબર 4 ના કમાન્ડર હતા.
તેમને પરમ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 3 નવેમ્બર 1947ના રોજ પાકિસ્તાનના સૌનિકોએ શ્રીનગર એરપોર્ટ પર આક્રમણ કર્યું.
મેજર શર્મા પર મુખ્ય જવાબદારી હતી. તેમણે કહ્યું હું છેલ્લા શ્વાસ સુધી અને છેલ્લી બુલેટ સુધી લડીશ. તેમના હાથમા પ્લાસ્ટર હતું. ડોકટરે તેમને આરામ કરવા કહ્યું હતું . પરંતુ તેમણે હઠ કરી ડ્યુટી જોઈન કરી હતી.
તેઓ પોતાની ટુકડી સાથે બડગામ પહોંચી ગયા. અચાનક ત્યાંના ઘરોમાંથી ગોળીબાર શરૂ થયો તેમણે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં તો આખું મેદાન ગોળીથી વીંધાયેલા સૌનિકોથી ભરાય ગયું હતું. સવારથી શરૂ થયેલી આ લડતમાં સાંજ થઈ ત્યાં સુધીમાં તો લગભગ સૌનિક મૃત્યુ સૈયા પામી ચુક્યા હતા.
છતાં મેજર શર્મા હિંમત ન હાર્યા. અંતે તેમને ગોળી વાગતા તેઓ વીરગતિ પામ્યા. તેમનું શબ ખરાબ સ્થિતિમાં ત્રણ દિવસે મળી આવ્યું હતું.
આમ સોમનાથ શર્મા ભારત પાકિસ્તાન યુદ્ધના હિરો હતા, વીર હતા.
***
4 – ચંદ્રશેખર આઝાદ –
Chandrashekhar Azad
ચંદ્રશેખર આઝાદનું મુળનામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ ભાવરા ( મધ્યપ્રદેશ) માં થયો હતો.
તેમના પિતાનું નામ સીતારામ અને માતાનું નામ જગરાની દેવી હતું. તેમની અંદર બાળપણથી ક્રાંતિકારી ગુણોનો વિકાસ થયો હતો.
આઝાદે શરૂઆતમાં મુંબઈ બંદર પર પેન્ટિંગનું કામ કર્યું હતું. ત્યારબાદ બનારસમાં સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો. પણ તેમાંય ચિત ન લાગ્યું.
1920 માં અસહકાર આંદોલન સમયે આઝાદે કોલેજમાં સ્વતંત્રતા માટે પ્રદર્શન શરૂ કર્યા. જે બાદ અંગ્રેજોને તેની જાણ થતા તેમણે બધા વિદ્યાર્થીઓને પકડી જેલમાં પૂર્યા.
અંગ્રેજ અમલદારે આઝાદને નામ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મારુ નામ આઝાદ છે, મારા પિતાનું નામ સ્વાતંત્ર્ય છે અને મારું ઘર જેલ છે.
તે ત્યારબાદ કદી અંગ્રેજોના હાથે ન લાગ્યા. ત્યારબાદ તેઓ “હિન્દુસ્તાન રિપબ્લિક એસોશિએશન ” ના સભ્ય બન્યા.
9 ઓગષ્ટ 1925 ના રોજ કાકોરી ટ્રેન લૂંટી. જેમા આઝાદ સિવાય બીજા ક્રાંતિકારીઓની ધડપકડ કરવામાં આવી.
જેમાંથી અડધાને કાળા પાણીની સજા, અડધાને ફાંસી અને અમુકને આજીવન કેદ મળી માત્ર આઝાદ અને કુંદન લાલ જ તેમના હાથમા લાગ્યા ન હતા.
આ બાદ તે આલ્ફ્રેડ પાર્કમાં સુખદેવને મળે છે. અને ત્યાં અચાનક અંગ્રેજ પોલીસની ગાડી આવી જેણે પાર્કને ઘેરી લીધો. જયારે આઝાદને બચવાનો કોઈ રસ્તો ન સુઝ્યો ત્યારે તેમણે પોતાની પિસ્તોલથી પોતાના શરીર પર ગોળી મારી દીધી. આઝાદ મૃત્યુ પામ્યા છે કે નહિ તેની ખાતરી કર્યા બાદ જ પોલીસ તેમની નજીક ગઈ હતી. ( આજે આ આલ્ફ્રેડ પાર્કને ચંદ્રશેખર આઝાદ પાર્ક ) નામ આપવામાં આવ્યું છે.
***
5 – વાસુદેવ બળવંત ફડકે –
Vasudev balvant Fadke
વાસુદેવ બળવંત ફડકેનું નામ આદ્ય ક્રાંતિકારીઓમાં લેવામાં આવે છે તેમનો જન્મ 4 નવેમ્બર 1945ના રોજ મહારાષ્ટ્રના શિરદોં ( રાજગઢ ) માં ચિત પવન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
તેમના પિતાનું નામ બળવંતરાય અને માતાનું નામ સરસ્વતી દેવી હતું. તેમની પત્નીનું નામ ગોપિકાબાઈ હતું. તેમની પુત્રીનું નામ મથુંતાઈ હતું.
અંગ્રેજોના વિરોધી હોય તેવા ભારતીય લોકોનું એમણે સંગઠન બનાવ્યું અને ક્રાંતિ શરૂ કરી.
1879માં વાસુદેવે દેશપ્રેમની ભાવના લોકોમાં જગાડી અંગ્રેજ અમલદારોને લૂંટવાની શરૂઆત કરી જેથી અંગ્રેજોને ઘણી તકલીફ થઈ.
આ લૂંટ દ્વારા વાસુદેવ નવા શસ્ત્ર ખરીદી પોતાનું સંગઠન મજબૂત બનાવતા હતા.
અંગ્રેજ અમલદારોએ મોટી સેના વાસુદેવને શોધવા મોકલી પણ તેમની કંઈ માહિતી ન મળી. અંતે અંગ્રેજો એ જાહેરાત કરી કે તેમની બાતમી આપનારને ₹4000 નું ઇનામ આપવામાં આવશે. પરંતુ તેની કોઈ જ અસર ન થઈ.
તેમણે નિઝામ સંસ્થાના રોહીલો સાથે મુલાકાત કરી તેમને પોતાના સંગઠનમાં જોડ્યા.
પરંતુ અંગેજોને આ યોજનાની જાણ થતા તેમણે રોહીલોની ધડપકડ કરી. અને તેમણે અંગ્રેજોને યોજનાની તમામ માહિતી આપી દીધી.
અંગ્રેજોએ વાસુદેવની બાતમી માટે ₹ 2000 નું ઇનામ જાહેર કર્યું. અને ચાર અરબોએ તેમને પકડી અંગ્રેજોને સોંપી દીધા. હવે તેમની જીવવાની ઈચ્છા ધીમે ધીમે રહી નહીં. તેમણે જેલમાં અન્ન – જળનો ત્યાગ કર્યો દિવસે દિવસે તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું.
17 ફેબ્રુઆરી 1883માં તેમણે એડન જેલમાં અંતિમ શ્વાસ લીધા મૃત્યુ સમયે તેમની વય માત્ર 38 વર્ષની જ હતી.
આમ વાસુદેવ બળવંત ફડકે ભારતીય સશસ્ત્ર બળવાના પિતા તરીકે ઓળખાય છે.
***
6 – પેશ્વા બાજીરાવ –
Peshwa Baji Rao
આપણે હવે એક એવા હિંદૂ શાસક વિશે જાણીએ જેઓ પોતાના પરાક્રમના કારણે આજે પણ ચર્ચામાં રહેતા હોય છે. જેમણે ભારતના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું
‘પેશ્વા બાજીરાવ બલ્લાલ ‘ હા આ નામથી આપણે પરિચિત છીએ. મહાન મરાઠા શાસકની ગાથા ઘણા લોકોને ગર્વિષ્ઠતા વાન લાગી છે. આમ તો તેમનો સમાય ઇસ. 1700 – 1740 સુધીનો છે. પરંતુ પોતાના અતિ અલ્પ આયુષ્યમાં પણ તેઓ અમરત્વ પામી ગયા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિસ્તાર પુષ્કળ કર્યો.
તેમનો જન્મ એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બાજીરાવ વિશ્વનાથ હતું. તેમની માતાનું નામ “રાધાબાઈ” અને નાના ભાઈનું નામ” ચીમાજીઅપ્પા” હતું.તેઓ ‘ રાઉ ‘ તરીકે પ્રસિદ્ધ હતા. 1720માં પિતાના અવસાન બાદ તેઓ શાસન પર આવ્યા.
તેમણે રાજધાની સતારાથી પુણે બનાવી હતી. પેશ્વાએ 40 યુદ્ધ કર્યા. અને તે તમામમાં તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો.
વર્ષ 1928 ડિસેમ્બરમાં છત્રશાલ કે જે બુંદેલખંડના રાજા હતા. એકવાર તેમના પર મુંહમદ ખાન બંગશ દ્વારા ચડાઈ કરવામાં આવી. જેથી છત્રશાલે બાજીરાવની મદદ માંગી. અને બાજીરાવે પોતાની કુશાગ્રતાથી બુંદેલખંડના રાજાની મદદ કરી અને તેમનું શાસન પાછુ અપાવ્યું.
આ બાદ જે ઘટના શરૂ થઈ તે છે. ‘ બાજીરાવ મસ્તાની’
જે આપણે ફિલ્મમાં જોઈએ છીએ. બાજીરાવના પ્રથમ લગ્ન કાશીબાઈ સાથે થયાં હતા. તેનાથી તેમને બે સંતાન થયાં નાના સાહેબ અને રઘુનાથ. અને નાના સાહેબ આગળ જતા બાલાજી બાજીરાવ તરીકે શાશન પર આવ્યા.
તેમના બીજા લગ્ન છત્રશાલની પુત્રી મસ્તાની સાથે થયાં હતા. મસ્તાની માટે તેમણે મસ્તાની મહેલ અને પરિવારના અન્ય સભ્યો માટે શનિવારવાડા બનાવ્યું હતું. મસ્તાનીને તેમના કુટુંબ દ્વારા સ્વિકારવામાં આવી ન હતી. મસ્તાનીથી તેમને એક દીકરો થયો જેનું નામ
કૃષ્ણ રાવ જે આગળ જતા શમશેર નામથી પ્રસિદ્ધ થયો. તેઓ પાણીપત યુદ્ધમાં 27 વર્ષે તે વિરગતિ પામ્યા.
મુઘલ રાજાઓને હંફાવ્યા બાદ તેઓ1 લાખ સૌનીકો સાથે ઇન્દોર નજીક એક યાત્રા દરમિયાન તબિયત બગડી જતા તેમણે ‘ રવૈત ખૈરી ‘ જે નર્મદા નજીક છે ત્યાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેઓ માત્ર 39 વર્ષના હતા. થોડા દિવસ બાદ બાજીરાવના મૃત્યુના આઘાતથી તેમની બીજી પત્ની મસ્તાની પણ અવસાન પામી.
7 – મોરાપંત પિંગલે –
Morapant Pingle
પૂરું નામ મોરપંત ત્રયંબક પિંગલે હતું. મોરપંત પિંગલેનો જન્મ વર્ષ 1620 માં મહારાષ્ટ્ર રાજ્યના નિમગાંવ નામક સ્થળે દેશસ્થ બ્રાહ્મણ કુટુંબમાં થયો તેમનો પરિવાર પેઢી દર પેઢી મરાઠા રાજ્યમાં સેવા આપતો હતો.
તેમને બે દીકરા હતા. ‘ નીલકંઠ મોરેશ્વર પિંગલે ‘, ‘ બાહીરોજી પિંગલે ‘ તેઓ શિવાજી મહારાજના અષ્ટ પ્રધાન મંડળના સભ્ય હતા.
મોરપંતે મરાઠા રાજ્યનો વિસ્તાર કરવામાં શિવાજી મહારાજની સાથે મળી આ કાર્યમાં આગવી ભૂમિકા ભજવી હતી.
તેમણે 1659 માં બિજાપુરના આદિલ શાહ વિરુદ્ધની લડતમાં પણ ભૂમિકા ભજવી હતી. જે બાદ તેના જનરલ અફઝલ ખાનનું અવસાન થયું હતું.
મોરપંતે મુઘલો વિરુદ્ધ ત્રમ્બકેશ્વર કિલ્લા અને વાણી ડીંડોરની લડાઈમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને વિજય મેળવ્યો હતો.
શિવાજીના પુત્ર શંભાજી આગરાથી ભાગ્યા બાદ મથુરામાં પિંગલેના સંબંધીના ઘરે ઉતર્યા હતા.
શિવજીના મૃત્યુ બાદ તેમણે શંભાજીના શાસન દરમિયાન બુરહાનપૂરની લડાઈ લડી અને પોતાની વિશિષ્ટ નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વર્ષ 1683 માં પ્રતાપગઢ ( સતારા ) માં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે બાદ તેમના મોટા પુત્ર નીલકંઠ મોરેશ્વર પિંગલેએ મરાઠા સામ્રાજ્યના અગત્યની ભૂમિકા ભજવી હતી. આમ તેમના પરિવારે ઘણા સમય સુધી મરાઠા સામ્રાજ્ય માટે મહત્વની કામગીરી નિભાવી હતી.
***
***
આમ આપણે આ બ્રાહ્મણ ક્રાંતિકારીઓ વિશે જાણ્યું તે પરથી એટલું કહી શકાય કે બ્રાહ્મણ માત્ર શાસ્ત્ર જ નહિ શસ્ત્ર પણ ઉઠાવી શકે છે. અને જયારે બ્રાહ્મણ શસ્ત્ર ઉઠાવે છે ત્યારે ઇતિહાસ રચાય છે.
આમ આપણે આ બ્રાહ્મણ ક્રાંતિકારીઓને વિસરવા ન જોઈએ. અને એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે બ્રાહ્મણ જયારે યુદ્ધ કરે છે ત્યારે એ માત્ર લડાઈ રહેતી નથી પરંતુ તે એ ક્રાંતિમાં પરિણમે છે, ઇતિહાસ બને છે, શૌર્ય ગાથા બની જાય છે.
History of Brahmin warrior who dedicated for India
#HistoryofBrahmin #warrior #India #brahmin #hindubrahmin #KambampatiNachiketa #PadmapaniAcharya #SomnathSharma #ChandraShekhar #Azad #VasudevBalwantPhadke #BajiRao #Peshwa #MorapantPingle
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ