halo optical phenomenon effect around sun
Contents
આજે સૂર્ય ફરતે રંગીન વર્તુળ જોવા મળ્યું જે સોશિયલ મીડિયામાં ખૂબ ફોટા ફર્યા આ શું છે? તેની રસપ્રદ વાતો જાણીએ…
આજે સૂર્યની આસપાસ હાલો ઇફેક્ટ ઓપ્ટિકલ ઘટના એટલે કે પ્રભા મંડલ જોવા મળી છે. શું છે આ હાલો ઈફેક્ટ અને શા માટે આવી રીતે મેઘધનુષ્ય જેવું વર્તુળ સૂર્યની ફરતે જોવા મળે છે? એ જાણીએ…
halo optical phenomenon effect around sun
શું છે હાલો ઓપ્ટિકલ ઇફેક્ટ…
આ એક પ્રકારે સૂર્યનું પ્રભા મંડળ છે. જેમાં હવામાં રહેલા બરફના સ્તર પર સૂર્યના કિરણો પડે ત્યારે જેમ પ્રિઝમમાં સૂર્યના કિરણો પડવાથી સાત રંગો જોવા મળે એવું જ આકાશમાં બરફના સ્તરોને કારણે થાય છે. સાવ સાદી રીતે સમજીએ તો વાદળમાં પાણી બરફ થઈ જાય અને ત્યાંથી સૂર્ય પસાર થાય ત્યારે આ જોવા મળે.
halo optical phenomenon effect around sun
આકાશના કયા સ્તરમાં આ ઘટના બને છે?
પ્રભામંડળ બરફના સ્ફટિક જેવા કણોને કારણે રચાય છે. આ ઘટના આકાશના ઉપલા સ્તર ટ્રોપોસ્ફિયર જે પૃથ્વીથી 5-10 કિમી ઉપર આવેલું છે એમાં બને છે.
halo optical phenomenon effect around sun
વિજ્ઞાનને લાગતી આ કેવી ઘટના છે?
પ્રકાશના વક્રીભવન અને પ્રતિબિંબિત કરે ત્યારે આ ઘટના બને છે. જેને વિજ્ઞાનની ભાષામાં વાતાવરણીય ઓપ્ટિકલ અસાધારણ ઘટના કહેવામાં આવે છે.
આ પ્રભા મંડળ દ્વારા આગાહીઓ કરવામાં આવતી…
હવામાનશાસ્ત્રનો વિકાસ થયો તે પહેલાં આ રીતે રચાતા હાલોસનો ઉપયોગ હવામાનશાસ્ત્રના ભાગ રૂપે કરવામાં આવતો હતો. જે હવામાનની આગાહીનું એક માધ્યમ હતું. આ રચના આગાહી આપે છે કે આગામી 24 કલાકમાં વરસાદ પડશે.
આ વાદળો થોડા સમયમાં વરસાદ લાવવાનું કારણ બને છે આ વાદળોનું એક નામ છે – સિરોસ્ટ્રેટસ વાદળો. જે આગળના હવામાનની સ્થિતિ જણાવે છે.
halo optical phenomenon effect around sun
#halo #optical #phenomenon #effect #around #sun