Gujarati Balvarta : અનોખી સ્ટીમર
Gujarati Balvarta children story fuldaono kalarav
લેખક – સિપાહી સુહાના જુમાભાઈ
એક સુંદર મજાનું રળિયામણું ગામ હતું. તે ગામ ખુબ હરિયાળું હતું. તે ગામની ચારેબાજુ વ્રુક્ષો હતા. તે ગામનું નામ સુંદરપુર હતું. તે ગામમાં ઘણા લોકો રહેતા હતા, બધા લોકો દયાળુ સ્વભાવના હતા. આ ગામમાં પ્રદુષણ થતું નહિ. બધા સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરતા હતા.
એક વાર સુંદરપુર ગામમાં એક સ્ટીમરની હરીફાઈ યોજાઈ. તેમાં ઘણા સ્પર્ધકોએ ભાગ લીધો. આ ગામમાં રહેતા સુરેશભાઈએ પણ આ હરીફાઈમાં ભાગ લીધો હતો.
હવે બધા સ્પર્ધકો પોતાની સ્ટીમર લઈને પહોંચી ગયા. જે આ હરીફાઈમાં જીતે તેને એક અનોખી સ્ટીમર મળે. હરીફાઈ શરુ થઇ. બધા સ્પર્ધકો પોતાની સ્ટીમર ચલાવવા લાગ્યા. કોઈ આગળ થઇ જાય તો કોઈ પાછળ થઇ જાય, આમ એક બીજાનો મુકાબલો કરતા સુરેશભાઈ આ હરીફાઈ જીતી ગયા.
સુરેશભાઈ ને ઇનામ સ્વરૂપે અનોખી સ્ટીમર મળી. સુરેશભાઈ ખુશ થઇ ગયા. તેઓ સ્ટીમરમાં બેસીને અખા દરિયાની સફર કરવા નીકળી ગયા.
સુરેશભાઈ સ્ટીમરમાં સફર કરતા હતા, ત્યાં જ એક લાલ બટન દેખાયું તેણે તે બટન દબાવ્યું તો સ્ટીમર આખી કાચથી પેક થઇ ગઈ. સુરેશભાઈ વિચારતા હતા કે આ શું થઇ ગયું? ત્યાં તો તેનાથી ભૂલથી એક લીલું બટન દબાવાઈ ગયું ત્યાં તો સ્ટીમર દરિયામાં ઉતારી ગયું.
ઉતરતાની સાથે જ તેણે દરિયામાં જોયું કે દરિયામાં તો કેટલા સુંદર જીવ છે! રંગ બેરંગી માછલી, મોટી શાર્ક વગેરે જેવા જીવ છે! સુરેશભાઈ આ બધું જોતા હતા ત્યાં તેની સ્ટીમર એક મોટા ખાડામાં પડી. તે સુરેશભાઈ ને કૈક કહેવા માંગતી હતી પણ તેમને સમજાતું ન હતું, ત્યાં જ સુરેશભાઈથી એક પીળું બટન દબાવાઈ ગયું!
આ પીળું બટન દબાવતા જ હેલ્મેટ જેવું સ્ટીમરની અંદરથી બહાર નીકળ્યું, તે સુરેશભાઈ એ પહેરી લીધું, તો તેણે માછલી શું કહેવા માંગે છે તે સમજાયું. અહીં એક દરિયામાંથી એક દરિયાઈ સાપ આવી ગયો છે તે બધી માછલીઓને ખાઈ જાય છે. અમારા રાજાને પણ તેણે બંદી બનાવી લીધા છે. દરરોજ આ દરિયાના જીવ ધીમે ધીમે ઓછા થતા જાય છે.
સુરેશભાઈ કહે “તમે, મને એ દરિયાઈ સાપ પાસે લઇ જાઓ.” માછલી તેણે લઇ ગઈ. હવે સુરેશભાઈ અને સાપ બંને સામ સામે હતા. દરિયાઈ સાપ સુરેશભાઈની સ્ટીમર પાસે દોડ્યો. સુરેશભાઈ તેને દરિયાના જંગલમાં લઇ ગયા, સાપ તેની પાસે આવ્યો. સુરેશભાઈ એકબીજા વૃક્ષની આગળ પાછળથી નીકળવા લાગ્યા. સાપ તેની પાછળ જવા લાગ્યો, પણ તે લાંબો હોવાને કારણે તે વૃક્ષોમાં ફસાઈ ગયો.
સાપે કહ્યું,”હું, આ દરિયાના પ્રાણીઓની હવે કડી પણ હેરાન નહિ કરું તમે મને છોડી દો હું જ્યાં હતો ત્યાં ચાલ્યો જઈશ, બસ મને છોડી દો.
સુરેશભાઈ એ તેને છોડી દીધો. સાપ જ્યાં હતો ત્યાં ચાલ્યો ગયો. પછી રાજા પણ આઝાદ થઇ ગયો. રાજા અનર બીજા બધા દરિયાઈ જીવોએ સુરેશભાઈનો આભાર માન્યો. ત્યારબાદ સુરેશભાઈ પોતાના ઘરે ચાલ્યા ગયા અને સુખ શાંતિથી રહેવા લાગ્યા.
© લેખક – સિપાહી સુહાના જુમાભાઈ ( ધો. ૮ કન્યાશાળા ગીરગઢડા )