HomeTravel & lifestyle10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

- Advertisement -

10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

[ Ayurveda is not only the treatment of diseases, is also a practice of Ayurveda. For that there are many dimensions like daily routine, seasonal routine, beneficial diet, sadvrit, panchakarma. Even if you have a disease and no disease is visible from above, learn about all this, adopt it as much as possible, follow it as much as possible, then you will definitely experience a new life energy and a different health. ]

Health : 10 બાબત તમારા આવનારા સમય માટે સારું સ્વાસ્થ્ય અને નિરોગી જીવનશૈલી માટે…

આલેખન – વૈદ્ય પાર્થ ઠક્કર

10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle
10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

Ayurveda સત્ય આપણને બહુ મોડું સમજાય છે…..

“सर्वमन्यत् परित्यज्य शरीरं अनुपालयेत्।
तदभावे हि भावानां सर्वाभाव: शरीरिणाम्।।”
(चरकसंहिता निदानस्थान 6/7)

- Advertisement -

“બીજું બધું ત્યાગીને (એટલે કે સાઈડમાં મૂકીને) પહેલાં શરીરનું ધ્યાન રાખવું. શરીરના અભાવમાં બીજા બધા જ ભાવોનો અભાવ થઈ જાય છે.”

જે સત્ય આપણને બહુ મોડું, ક્યારેક રિવર્સ ન થઇ શકે એવી ડેમેજ થઈ ગયા પછી સમજાય છે, એ ચરક આચાર્ય બરાબર જાણીને લખી ગયા છે.

પાછલાં બે-ત્રણ વર્ષોમાં આપણે એવી પરિસ્થિતિઓ અને ઘટનાઓના સાક્ષી બન્યા જ છીએ, જેણે આપણને ખળભળાવી નાખીને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું. પણ સ્વાસ્થ્ય માટે જાગરૂકતા સાથે વ્યક્તિગત સ્તરે જે કાળજી લેવાની જરૂર હોય છે, એ પરિવર્તન ભાગ્યે જ કોઈએ પોતાના જીવનમાં લાવ્યું છે. 10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

Health કેટલીક ખાસ સંભાળ, સારા સ્વાસ્થ્ય માટે…

અને કેટલીક એકદમ સામાન્ય લાગતી બાબતો રોજિંદા જીવનમાં અપનાવવાથી પણ લાંબા ગાળે ખૂબ સારું સ્વાસ્થ્ય મળશે:
જેમ કે-

1 – વહેલું સૂઈને વહેલું ઉઠવું.

- Advertisement -

2 – દરરોજ નાકમાં તલના તેલ કે ગાયના ઘીના 2-2 ટીપાં નાખવા.

3 – સમયાંતરે શરીર પર તેલનું માલિશ કરવું, કારણ કે શરીરને પણ ઉંજણની જરૂર હોય જ. (આખા શરીર પર ન થાય તો કાન, માથા અને પગનાં તળિયા પર તો ખાસ).

4 – વ્યસનોથી બને એટલું દૂર રહેવું.

5 – યોગાભ્યાસ, પ્રાણાયામ, કસરત, મેડિટેશન-ધ્યાન..

6 – આ બધામાંથી જે ગમે એ કઈંક શરૂ કરવું, અને ઓલરેડી કઈંક કરતા હો તો બીજું ઉમેરવું.

- Advertisement -

7 – બને એટલું વધારે ખુશમિજાજ અને આનંદમાં રહેવું (સારા સ્વાસ્થ્ય માટે આ બહુ જ અન્ડરરેટેડ પણ અતિશય અગત્યની બાબત છે.)

Also Read::   Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ - 7 : વિરુદ્ધ આહાર

8 – વિશુદ્ધ પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવું, રહી ન શકાય તો થોડા થોડા સમયે જવું.

9 – સમયાંતરે ઉપવાસ કરતા રહેવું.

10 – મેંદો, ખાંડ, દરિયાઈ મીઠું, પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ અને જંકફૂડથી બને એટલું દૂર રહેવું.

આટલા લિસ્ટમાંથી ઈચ્છા હોય તો કઈં અઘરું છે? ખૂબ જ સામાન્ય લાગતી અને બધાને ઓલમોસ્ટ ખબર પણ હોય એવી બાબતો હોવા છતાં આ લિસ્ટ એટલે જ લખ્યું કે એ વાંચીને કઈંક કરવા 2023 ની શરૂઆતથી પ્રેરાઓ. Health immunity ayurvedic lifestyle

Immunity ખાન-પાન અને રહેણી-કરણીની અસંખ્ય નાની-મોટી ભૂલો જ અમુક વર્ષો પછી મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે…..

રોજિંદી પ્રેક્ટિસમાં નિયમિત રીતે એવા દર્દીઓ જોવાનું થાય જ છે, જેઓના શરીરમાં રોગ નથી હોતો, પણ જેનું શરીર રોગો વચ્ચે ક્યાંક દેખાઈ જાય એવું થઈ ગયું હોય. કોઈ એક કે બે રોગના રોગી નહીં, પણ રોગોના હોલસેલર બની ગયા હોય એવા દર્દીઓ જોવાના થાય એ અત્યારે કોઈ પણ ચિકિત્સક માટે સામાન્ય ઘટના અને રૂટિનનો ભાગ હશે. આવું કેમ થાય છે? આવી સ્થિતિ રાતોરાત નથી આવતી. ખાન-પાન અને રહેણી-કરણીની અસંખ્ય નાની-મોટી ભૂલો જ અમુક વર્ષો પછી મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે. બાહ્ય ઇજા કે વાતાવરણના કારણે અચાનક ઉભી થતી પરિસ્થિતિ સિવાય કોઈ જ રોગ “અચાનક” નથી થતો. (આ પરફેક્ટ સમજવું હોય તો એ માટે સુશ્રુત આચાર્યએ આપેલો આયુર્વેદનો “षडविध क्रियाकाल” નો કોન્સેપ્ટ સમજવો પડે.) તાવ આવવો, ઇન્ફેક્શન થવું અને એમાં માણસનું વધારે હેરાન થવું એ પણ નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તો જ (આયુર્વેદની ભાષામાં શરીરના ત્રણ દોષો પ્રાકૃત અવસ્થામાં ન હોય, અગ્નિ બગડેલો હોય અને સાત ધાતુઓ નબળી હોય ત્યારે જ) શક્ય બને. રોગપ્રતિકારક શક્તિ કોઈ કેમિકલથી કે ઇવન આયુર્વેદિક ઉપાયોથી પણ રાતોરાત દ્રઢ નથી થતી. એને દ્રઢ કરવા માટે સ્વાસ્થ્યપ્રદ લાઇફસ્ટાઇલ અને હિતકારક આહાર જેવો શ્રેષ્ઠ ઉપાય કોઈ જ નથી.

Ayurveda સાચી દિશામાં ચિકિત્સા….

આપણું શરીર પ્રકૃતિએ એવું બનાવ્યું જ છે, કે નાની નાની (અને મનોબળ હોય તો મોટી) બીમારીઓને (પણ) એ એની જાતે સરખી કરી લે. એ ન થાય અને તકલીફો ઘટવાને બદલે વધતી જાય, તો સમજવું કે એ રોગને શરીર પોતે સારો કરી શકે એ માટે જેવો આહાર લેવો જોઈએ એ નથી લેવાઈ રહ્યો, જેવી રહેણી-કરણી હોવી જોઈએ એ પણ નથી અને જે દિશામાં એની ચિકિત્સા થવી જોઈએ એ દિશામાં થવાને બદલે લક્ષણોને દબાવવાની ચિકિત્સા થઈ રહી છે. (યોગ્ય દિશામાં થતી ચિકિત્સા રોગને મટાડે છે અને નવો રોગ ઉત્પન્ન નથી કરતી. અયોગ્ય દિશાની ચિકિત્સા એક રોગને તો ઓછો કરે, પણ એની સામે અન્ય એક કે અનેક રોગ ઉત્પન્ન કરી દે, તો એ “વિશુદ્ધ ચિકિત્સા” નથી એવું પણ આચાર્ય ચરક ભવિષ્ય ભાખીને કહી જ ગયા છે.) 10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

Also Read::   Travel : તમે વેકેશનમાં દીવ જવાનું વિચારો છો? તો આ લેખ પૂરો વાંચજો...

Health શરીરમાં કઈંક ખોટું છે એની નિશાની….

શરીરમાં થતા નાનામાં નાના ફેરફાર પ્રત્યે સચેત રહી, જાગરૂકતા રાખીને દરરોજ શરીરને પૂછવાનું, કે “કેમ ભાઈ! ઓલ વેલ?” કોઈ નાનું લક્ષણ દેખાય એને અવગણવું અને દબાવી દેવું બંને આગળ અઘરી પરિસ્થિતિ તરફ લઈ જઈ શકે. ઉદાહરણ તરીકે ઘણા ઓડકાર આવતા હોય, પેટમાં સામાન્ય બળતરા રહેતી હોય, પેટ સાફ ન આવતું હોય- આવી સામાન્ય લાગતી બાબતો પણ શરીરમાં કઈંક ખોટું છે એની નિશાની છે. જે સમજીને એને સત્વરે યોગ્ય કરી દેવામાં આવે તો ઘણા મોટા રોગોથી બચી શકાય.

10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

Lifestyle સ્વાસ્થ્ય તરફ ગતિ કરીએ…

મેડિકલ સાયન્સની કથિત પ્રગતિ નહોતી થઈ એ સમયમાં પણ આપણા વડીલો લાંબું અને સ્વસ્થ જીવતા અને અત્યારના વડીલો પણ આજના યુવાનો કરતાં વધુ સ્વસ્થ જીવે છે, એનું કારણ એ જ છે, કે આપણા પરંપરાગત ખાન-પાન, રહેણી-કરણી અને ઉત્સવોની ઉજવણીમાં આયુર્વેદના નિયમો દૂધમાં સાકરની જેમ ભળેલા હતા. છેલ્લા 20 થી 25 વર્ષમાં, ખાસ તો ગ્લોબલાઇઝેશન પછી અને વિચારણા વગરના અંધ આધુનિકીકરણમાં અચાનક જ, ઓચિંતું એ બધું જતું રહ્યું. અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર બચ્યું હશે, જેમાં એ બધું હજી ટક્યું હોય. હવે આત્મ મંથન કરીને, પાછા વળવાનો સમય આવી ગયો છે.

2023 માં, અને આવનારાં વર્ષોમાં આપણે બધા સ્વાસ્થ્ય તરફ, “સાચા” સ્વાસ્થ્ય તરફ ગતિ કરીએ એવી શુભેચ્છાઓ.

નવી ઊર્જાનો અનુભવ કરો…

આયુર્વેદમાં માત્ર રોગોની ચિકિત્સા જ નથી, “स्वस्थस्य स्वास्थ्य रक्षणं” (સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ) એ પણ આયુર્વેદનું એક પ્રયોજન છે. એ માટે દિનચર્યા, ઋતુચર્યા, હિતકારક આહાર, સદ્વૃત, પંચકર્મ જેવા અનેકાનેક આયામો છે. તમને કોઈ રોગ હોય તો પણ અને ઉપર ઉપરથી કોઈ રોગ ન દેખાતો હોય તો પણ આ બધા વિશે જાણો, એને શક્ય એટલું અપનાવો, શક્ય એટલું અનુસરો, તો ચોક્કસ એક નવી જીવન ઊર્જા અને અલગ જ સ્વાસ્થ્યનો અનુભવ કરી શકશો.

✍🏼 વૈદ્ય પાર્થ ઠક્કર

Health immunity ayurvedic life style

#Health #immunity #ayurvedic #lifestyle

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!