વૈષ્ણવ દેવીમાં ભાગદોડમાં 12 ના મૌત: શું કહે છે પોલીસ અને પ્રશાસન?
સમાચાર પત્રો અનુસાર વૈષ્ણવ દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 12 ભાવિકોના મોત થયા છે. આ એવું મંદિર છે જ્યાં રોજ હજારો ભાવિક ભક્તો માતાના શરણે આવે છે. આ દરમિયાન ANI ના રિપોર્ટ મુજબ સવારના 2.45 ના આ ઘટના બની હતી.
આ ઘટના બાબતે પોલીસ –
જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે પણ આ સમય આપ્યો છે અને વધુમાં જણાવ્યું છે કે આ ભાગદોડ થવા પાછળનુ કારણ કેટલાક લોકો વચ્ચે મામૂલી બોલાચાલી થઈ હતી અને આ ઝઘડાના કારણે ધક્કા મુક્કી શરુ થઈ હતી. કોઈ વાત પર ઝઘડો થયો હતો અને તેના કારણે લોકો જોત જોતામાં નાસભાગ કરવા લાગ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે , પોલીસે બહુ જલ્દી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો પણ ત્યાં સુધીમાં ઘણા લોકો ધક્કા મુક્કીમાં કચડાયા હતા.
તાજેતરના રિપોર્ટ પ્રમાણે ન્યુઝ એજન્સીઓ નું માનીએ તો મૃત્યુ આંક 15 પહોંચવા આવ્યો છે. ઘણાં લોકો ઘાયલ સ્થિતિમાં છે તો અમુક આઇ.સી.યુ. માં પણ રાખવામાં આવ્યા છે.
હવે પછી આ ઘટનાની સમગ્રતયા તપાસ હાથ ધરાશે.
આ ઘટના બાબતે પ્રશાસન…
– કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું કે અમે તરત ત્યાં પહોંચ્યા છીએ અને શક્ય એટલી પરિસ્થિતિને પહોંચી વળવા અમારી પોલીસ તૈયાર છે. આરોગ્ય વિભાગ પણ ઇમરજન્સી સારવાર આપી રહ્યું છે.
– માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પણ પ્રતિક્રિયા આવી જેમાં એમણે અચાનક થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા માટે દુઃખ વ્યક્ત કર્યું અને ચિંતા જાહેર કરી હતી.
– પ્રધામંત્રી નરેન્દ્ર મોદી લખે છે કે લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે સંપર્કમાં છું અને બધી જ મદદ માટે તૈયાર છીએ. દુઃખ વ્યક્ત કરું છું.
આમ પોલીસ અને પ્રશાસન આ કરુણ ઘટના માટે દુઃખ વ્યક્ત કરે છે અને તપાસ તથા મદદની પૂરી તૈયારી બતાવે છે.