Home SUVICHAR Upanishad katha : વિશ્વ જ્યારે સળગી રહ્યું છે ત્યારે…

Upanishad katha : વિશ્વ જ્યારે સળગી રહ્યું છે ત્યારે…

0

Upanishad katha ishavashy Upanishada ved life management

Upanishad katha અહીં ઈશ્વર માટે રામ, કૃષ્ણ કે શિવ જેવા કોઈ શબ્દ પ્રયોગ નથી કર્યા…

Upanishada | Dharma | Vedas | Puranas | life management | Upanishad katha

ઈશાવાસ્ય ઉપનિષદ

।। वाड़मय पूजा ।।

ઈશાવાસ્ય ઉપનિષદ

– આનંદ ઠાકર

ઈશાવાસ્ય આપણને વિશ્વના સંદેશથી સ્વના કલ્યાણની ભાવના સુધી લઈ જાય છે. એ પ્રથમ શ્લોકમાં સળગતી સરહદોનો ‘ગંગમ સ્ટાઈલ’ ઉકેલ (જુનો ને જાણીતો ઉકેલ) પણ આપે અને છેલ્લા શ્લોકમાં એક મોટિવેટરની જેમ સેલ્ફકોન્ફિડન્સ અને લાઈફઅચિવમેન્ટના પાઠ પણ ભણાવે!

આલેખન – આનંદ ઠાકર

Upanishada | Dharma | Vedas | Puranas | life management | Upanishad katha

Upanishad katha અહીં ઈશ્વર માટે રામ, કૃષ્ણ કે શિવ જેવા કોઈ શબ્દ પ્રયોગ નથી કર્યા…

દોસ્તો, ‘ઉપનિષદ’ શબ્દ સાંભળતા જ આપણે ફિલોસોફી ફીલ કરીએ છીએ…, પણ બેઝિકલી ફિલોસોફી નથી! વ્હાય? આવો પ્રશ્ન થાય તો તેના માટે મારે તમને બે ક્વોટ વંચાવવા છે અને પછી આપણે ઈશાવાસ્યોપનિષદ તરફ જઈએ…

આખી દુનિયાનો ધર્મ ઉપનિષદ છે – સોપન હોપર

Upanishada | Dharma | Vedas | Puranas | life management | Upanishad katha

આતંકવાદ વિશે બરાડા પાડવાથી કશું નહીં થાય આપણે તેનો ઉત્તર અધ્યાત્મિકતામાંથી શોધવો પડશે અને તે જવાબ હિન્દુઈઝમના ગ્રંથ ઉપનિષદમાં સારી રીતે વ્યક્ત થયો છે. (આ સોલ્યુશન ફોર પિસ અર્થાત્ શાંતિ માટેના ઉકેલો શોધવા ભેગા થયેલા વિદ્વાનોમાં એક સેમિનારમાં અમેરિકામાં યોગાશ્રમ ચલાવનાર એક યુવતી હતી તે બોલેલી. મેં કશે વાંચેલું છે તેથી આ વાક્યના કથકનું નામ નથી લખી શકતો, યાદ નથી. પણ આટલું વાક્ય મેં નોંધેલું તે આજે તમારી જાણ માટે.)

આ બે ક્વોટ પછી તમે જ કહેશો આ ફિલોસોફી નથી લાઈફ છે! જીવનશૈલીને ઉપનિષદનું નામ અપાયું છે.

આજે વોટ્સ એપ, ફેસબુક કે પછી ઈન્ટરનેટ દ્વારા વિશ્વ ‘નજીક’ આવી રહ્યું છે એવું કહેવામાં આવે છે, પણ શું ખરેખર વિશ્વ નજીક આવ્યું છે? તમે ક્યારેક શાંતિથી વિશ્વનો નકશો અને ઈન્ટરનેશનલ સમાચાર લઈને બેસશો તો જોવા મળશે કે ચારેકોર બધું સળગી રહ્યું છે. ઓસ્ટ્રેલીયામાં ભારતીયો પર હુમલા થાય છે, અમેરિકામાં બ્લેક માણસો પર હુમલા થાય છે, પાકીસ્તાન ભારતની સરહદો સળગે છે, ઈઝરાયલ, ઈરાક-ઈરાન સળગે છે, ગાઝાપટ્ટી માનવતા નેવે મૂકે છે, સોવિયત રાષ્ટ્રો અમેરિકાની સામે ઠંડાયુદ્ધમાં પડ્યા છે, અમેરિકા તો ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલા કરી શકે છે, યુરોપમાં બ્રિટીશ રાજ અલગ પડે છે, પોર્ટુગીઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેના સંબંધો સારા નથી, ચીનને તો વળી 22 રાષ્ટ્રો સાથે વાંધો છે. વિશ્વના સૌથી લડાયક શસ્ત્રો-અસ્ત્રો કોની પાસે છે તેની હળાહળ હોડ લાગી છે ત્યારે યુનેસ્કો અને યુનિસેફ રાડો પાડે છે વિશ્વશાંતીની!

આ વિશ્વશાંતીની શોધનો ઉકેલ એટલે ઉપનિષદ અને ઉપનિષદોમાં ‘ઈશાવાસ્ય’ ઈશનું આવાસ શોધવાની મથામણ થઈ રહી છે અહીં! મને કોઈ એવો બીજા ધર્મનો ધર્મગ્રંથ બતાવો કે જેની શરૂઆત શાંતિ મંત્રથી થતી હોય… અહીં દરેક ઉપનિષદની શરૂઆત ऊ शान्तिः शान्तिः शान्तिः ।। થી થાય છે. અને પ્રથમ સંદેશ જ સંપૂર્ણ શાંતિના ઉપાય રૂપે…

ઈશા વાસ્યમિદઁ સર્વ યત્કિંચ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્ ।। 1।।

અખિલબ્રહ્માંડમાં જે કંઈ જડ-ચેતનસ્વરૂપ જગત છે, આ બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. તે ઈશ્વરને સાથે રાખીને ત્યાગપૂર્ણ ભોગવતા રહો. આસક્ત ન થાઓ, ધન-ભોગ પદાર્થ કોનો છે? અર્થાત્ કોઈનો નથી.

Upanishada | Dharma | Vedas | Puranas | life management | Upanishad katha

અહીં ઈશ્વર માટે રામ, કૃષ્ણ કે શિવ જેવા કોઈ શબ્દ પ્રયોગ નથી કર્યા માત્ર એટલુ કહ્યું છે કે જે જગતના જડ-ચેતન બધામાં રહેલા છે ‘તે’ ઈશ્વરને સાથે રાખીને બધું છોડવાની ઈચ્છા કરો. કેવી ઉદ્દાત્ ભાવના છે! ભારત આજે વિના કારણે કોઈ પર આક્રમણ નથી કરતું કે ન તો ખોટા લડાઈ ઝગડામાં ભાગ નથી લેતું તો તે કંઈ નપુસંક નથી તેના સંસ્કાર આવા છે કે ભૈ, આ આખા વિશ્વને એક ઈશ્વરનું સમજેલું છે. આજે આ જે કંઈ વિશ્વને થઈ રહ્યું છે તે વિનાશક છે…, તેના માટે ઉપનિષદ વિજુગુપ્સ શબ્દ પ્રયોગ કરે છે અર્થાત્ ધૃણાને કારણે થઈ રહ્યું છે, ઉનિષદ આપણને સમભાવ શીખવે છે. ગાંધીજીના ‘સર્વધર્મસમભાવ’ શબ્દમાં આ ઉપનિષદીયભાવના પલળેલી જોવા મળે છે. ઉપનિષદ કહે છે, બધાના શરીરમાં આત્મા જોવા વાળાને न विजुगुप्सते તેને ક્યારેય કોઈના પ્રત્યે ધૃણા નથી થવાની.

આ ઉપનિષદના ઋષિઓ તો અનેક યુદ્ધો જોઈ ચુક્યા હતા. સંસારની ઘૃણા જોઈ ચુક્યા હતા. તેથી તેણે આ વાત પ્રથમ કરી. અને માત્ર આવી ફિલોસોફી જ નથી પણ આગળ આજે બધા ભૂલી ગયા છે તે સત્ય યુવાનોને ખાસ સમજવા જેવું સત્ય સમજાવે છે કે – જે મનુષ્ય જ્ઞાન તત્વની સાથે કર્મ તત્વને પણ જાણી લે છે તે કર્મને કારણે મૃત્યુને પાર કરે છે અને જ્ઞાનના કારણે અમૃત પામી જાય છે. – આ એક જ સિદ્ધાંત છે જેણે આપણને રામ, કૃષ્ણ, વિશ્વામિત્ર, અગત્સ્ય, કશ્યપ, હનુમાન, વાલ્મિકી, વિવેકાનંદ, ભગતસિંહ, ગાંધી, વગેરે જેવા મહાન લોકો આપ્યા. અને આ એક જ સિદ્ધાંત આપણે ભૂલી ગયા અને તેની સાથે ઉપલા નામો આપણા દેશમાંથી જ ભૂંસાતા ચાલ્યા અને જેમણે તે સિદ્ધાંતને જાણે અજાણે અપનાવ્યો તેને આપણે રોજ ઓળખીએ છીએ જેવા કે ન્યૂટન, આઈન્સ્ટાઈન, ગ્રેહામ બેલ, સ્ટિવ જોબ્સ, માર્ક ઝૂકરબર્ગ, લેરી પેજ અને સર્જી બ્રીન, જીમી વેલ્સ, ધીરુભાઈ અંબાણી, જમશેદજી તાતા, જેમ કાઉમ, અબ્દુલ કલામ…. આપણી ભાવના આ હતી…

એક માણસ આગળ વધે તો તેના ખંભે બીજા પચાસ જણ ઉભા રહી જતાં હતા, એક વ્યક્તિ શૂન્ય માંથી કશું સર્જન કે છે તો સામે બીજી બે પેઢી સચવાઈ જતી હતી, સાચું સંશોધન આ છે. ઉપનિષદનો કર્મ અને જ્ઞાનનો રાહ ભૂલ્યા અને આપણે જાણે ભટકી જ પડ્યા! ફરીથી એ વક્ત આવી ગયો છે કે આ સિદ્ધાંતને આપણે આપણી સ્ક્રિનનું વોલપેઈજ બનાવીને તેને ફોલો કરીએ!

ઈશાવાસ્યનો ઉપરોક્ત શ્લોકનો અર્થ આપ્યો છે તે મને બહુ ગમે છે, તે કહે છે કે મૃત્યુ નિશ્ચિત છે પણ તમે સાથે દોડો જ્ઞાન મેળવો અને તે જ્ઞાનને કર્મને જોડીને એવું કામ કરતા જાઓ કે લોકોના દિલોદીમાંગ પર અમર બની જાઓ. ઉપનિષદે આવી જ અમરતાની વાત કરી છે, અમરતા કંઈ ઈન્ટરનલ માર્ક નથી કે તપશ્ચર્યા કરોને મળી જાય!

Upanishada | Dharma | Vedas | Puranas | life management | Upanishad katha

ઈશાવાસ્યના અંતિમ શ્લોકો સમજવા જેવો છે. 18માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે – હે અગ્નિના અધિષ્ઠાતા દેવ, અમે વિશ્વદેવની સેવામાં પહોંચવા માટે સુન્દર માર્ગ પરથી લઈ જાઓ, હે દેવ બધા કર્મોને જાણનાર છો, આથી અમારા માર્ગમાં કોઈ અડચણ છે તો દૂર કરી આપજો, તમને નમસ્કાર હજો. –
કોઈ પણ કામમાં મુશ્કેલી દૂર કરવા માટે વિશ્વદેવની પ્રાર્થના કરવામાં આવી છે. વિશ્વના આત્માને કહેવામાં આવે છે કે હે દેવો તમે અમારી મદદ કરજો. યાદ કરો પોલો કોએલોને જે કહે છે કે વ્હેન યુ વોન્ટ સમથિંગ ઓલ ધ યુનિવર્સલ હેલ્પિંગ યુ ટુ અચિવ ઈટ – એ જ વાતનો પડઘો છે. અમે કામ કરીએ છીએ માટે અમારી મદદ કરે, કેવી ઉન્નત અપેક્ષા છે – મહેનત પછીના ફળની વાત કરી છે, કોઈ શોર્ટકટ નથી કે ચલો ભૈ હું પાંચ નારિયેળ વધેરીશ કે સોનું ધરીશ, કે આટલાનો ચડાવો કરીશ મારું આ કામ કરી આપજો.., એ તો ચોખ્ખી ભગવાનને આપેલી રિશ્વત છે! પણ ઉપનિષદ પદ્ધતિ – સિસ્ટમથી ચાલે છે તે કહે છે હું કર્મ કરીશ મને અડચણ ન આવે.

આમ ઈશાવાસ્ય આપણને વિશ્વના સંદેશથી સ્વના કલ્યાણની ભાવના સુધી લઈ જાય છે. એ પ્રથમ શ્લોકમાં સળગતી સરહદોનો ‘ગંગમ સ્ટાઈલ’ ઉકેલ (જુનો ને જાણીતો ઉકેલ) પણ આપે અને છેલ્લા શ્લોકમાં એક મોટિવેટરની જેમ સેલ્ફકોન્ફિડન્સ અને લાઈફઅચિવમેન્ટના પાઠ પણ ભણાવે!

‘ઈશાવાસ્યોપનિષદ’ વિશે જોયું આવી રીતે બાતોં હી બાતોં મેં ગુનગાયેં ગે મૈં આપ ઔર ઉપનિષદ…

Upanishada | Dharma | Vedas | Puranas | life management | Upanishad katha

Upanishad katha ishavashy Upanishada ved life management

error: Content is protected !!
Exit mobile version