Home SUVICHAR જૂનું રામાયણ, નવા રામ: પ્રાતઃસ્મરણ

જૂનું રામાયણ, નવા રામ: પ્રાતઃસ્મરણ

0

જૂનું રામાયણ, નવા રામ: પ્રાતઃસ્મરણ

“અમારે જીવન જીવવાના નવા માર્ગની જરૂર છે, દેશભક્તોના લોહી અને પરસેવાથી મારા દેશના પુનરુદ્ધારની જરૂર છે. મારે ક્રાંતિવીરોની જરુર છે.”

ramayan shri raam ikshvaku na vanshaj.  Scion of Ikshvaku by amish tripathi The story begins with King Dashrath of Ayodhya being defeated in a war by Lankan trader Raavan, and the birth of his son Ram. It follows through Ram’s childhood and tutelage, along with the politics surrounding his ascension to the throne, and ultimately his 14-year exile, accompanied by wife Sita and brother Lakshman.

શુભ વિચારોનું ‘ પ્રાતઃ સ્મરણ ‘ કરીએ…

 

પુરાણો-વેદો-ઉપનિષદોમાંથી પસાર થતો હતો ત્યારે મને થયું કે આજે જેને આપણે જુની ફિલોસોફી ગણીએ છીએ તે આજે એટલી જ પ્રસ્તુત અને માર્ગ સુઝાડનારી છે પણ એ કોરી ફિલોસોફી છે એટલે તેના તરફ લોકો બેધ્યાન છે, તેને કોઈ રસાળ વાર્તા સાથે માંડો તો કંઈક નવું ચોક્કસ થાય એમ છે.

રામાયણ એ સર્વવિદિત કથા છે. શિવની કથા તો વર્ષોથી એક રહસ્ય રહ્યું છે. જ્યારે રામાયણ એ હર હિન્દુસ્તાનવાસી જાણે છે.

તો શા માટે લખ્યું?

તેનો જવાબ અમિશ ત્રિપાઠીની બુક ઇક્ષવકુના વંશજ બુકમાંથી જ મળે છે. અહીં ગુરુકૂળના પ્રસંગોએ અમિશ શિક્ષણ પદ્ધતિની આપણી પૌરાણિક અને પોતાની માન્યતાઓને શબ્દોમાં ઢાળે છે. તાડકાના પ્રસંગમાં નક્સલવાદ વિશે પ્રકાશ પાડે છે. રામ-સિતાના લગ્ન વખતે લગ્ન અને પ્રેમ વિશે વાતો કરે છે. મંથરાની પુત્રી અને રામની ધર્મની બહેન રોશનીના સામુહિક બળાત્કારના પ્રસંગના આલેખનમાં પ્રશાસને આજે કેવા ફેરફાર કરવા જોઈએ તેનો વ્યૂ રજૂ કર્યો છે. રાજ્ય વ્યવસ્થા વિશે, લિડરશીપ વિશે ઘણાં મૂલ્યવાન સત્યો આપણા શાસ્ત્રોમાંથી પકડીને પોતાના શબ્દોથી સાફસૂફ કરીને ફરીથી આપણી સામે મૂક્યા છે. જાણે જૂના રામાયણને લઈને નવા રામ આલેખ્યા હોય એમ!

 

 

આખરે, સવાર સવારમાં આપને સીધા જ એના વાક્યો તરફ લઈ જઈ અને શુભ વિચારોનું ‘ પ્રાતઃ સ્મરણ ‘ કરીએ…

– અમારે જીવન જીવવાના નવા માર્ગની જરૂર છે, પ્રભુ પરશુરામ. દેશભક્તોના લોહી અને પરસેવાથી મારા દેશના પુનરુદ્ધારની જરૂર છે. મારે ક્રાંતિવીરોની જરુર છે, અને ઘણીવાર તો ઈતિહાસ પોતાનો અંતિમ ચૂકાદો આપે એ પહેલાં જ, દેશભક્તોએ જેમની સેવા કરી હોય છે એ સામાન્ય જનતા દ્વારા જ દેશભક્તોને દેશદ્રોહી કહી દેવામાં આવતા હોય છે.

– આ ધરતીનું મૂલ્ય મારે મન મારા જીવ કરતાં પણ વધારે છે. હું મારા દેશને ખૂબજ પ્રેમ કરું છું. હું મારા ભારતને ખૂબ જ પ્રેમ કરું છું. હું પ્રતિજ્ઞા લઉં છું કે મારે જે પણ કરવું પડશે એ હું અવશ્ય કરીશ. મને હિંમત આપો, મારો પ્રભુ. – સ્વાતંત્ર્યથી જીવો અથવા મૃત્યુને વરો. – સત્ય છુપાવવું અને અસત્ય ઉચ્ચારવું એ બે અલગ બાબતો છે.

– આ ધરતી અમારામાંથી કોઈની કઈ રીતે હોઈ શકે? અમે જ આ ધરતીના છીએ.

– ઘણીવાર સારા માણસો પણ ખરાબ આગેવાનો પુરવાર થતા હોય છે. અને એ જ તર્કને આગળ વધારતા એમ પણ કહી શકાય કે ઘણી વાર જેના ચરિત્ર પર આંગળી ઉઠાવવામાં આવી હોય, એવા લોકોમાં પણ રાષ્ટ્રની આગેવાનીના આવશ્યક ગુણો હોય છે.

– જન્મથી જ બળવાખોર હોય તેની નીડરતા પર વિશ્વાસ કરો. (વશિષ્ઠના મુખે બોલાવાયેલા આ વાક્યએ મારા તોફાની વિદ્યાર્થીઓ પ્રત્યેની મારી દૃષ્ટિ બદલી છે અને મારી માન્યતાને વધારે પોષી છે.)

– આપણે બધા મહાનતાને વરીશકીએ એમ છીએ, જો આપણને કશાની જરૂર હોય તો તે છે પ્રેરક આગેવાનીની.

– જો ગમે તે થાય તેમ છતાં નિષ્ઠાપૂર્વક નિયમો પાળવામાં આવે, તો સમય જતાં એક વધારે સારા સમાજનું નિર્માણ થાય જ.

– આપણે લોકો પૃથ્વીના સૌથી દંભી લોકો છીએ. આપણે અન્ય લોકો દ્વારા થતા ભ્રષ્ટાચારને વખોડીએ છીએ, પરંતુ આપણી પોતાની અપ્રામાણિકતા પ્રત્યે અંધની જેમ વર્તીએ છીએ. ખોટું કરતા અને અપરાધ કરતા લોકોને આપણે ઘૃણા કરીએ છીએ પરંતુ આપણા પોતાના નાનાં અને મોટાં તમામ દુષ્કૃત્યોની આપણે તદ્દન અવગણના કરીએ છીએ. આપણી ખરા સ્થિતિ માટે આપણે ઝનૂનથી રાવણને ભાંડીએ છીએ પરંતુ એ વાતનો સ્વીકાર નથી કરી શકતા કે અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ તેનું નિર્માણ તો આપણે પોતે જ કર્યું છે.

– જીવન જીવવાનો આદર્શ માર્ગ એ છે, કે દરેક વ્યક્તિ સ્વસ્થ, સંપત્તિવાન અને આનંદમાં હોય તેમજ પોતાના જીવનના લક્ષ્યને અનુરૂપ કાર્ય કરતો હોય.

– લોકોને પોતાનો જીવનનો માર્ગ બનાવવાનું સ્વાતંત્ર્ય આપો. તેઓ જાતે યોગ્ય માર્ગ બનાવી લેશે.

– પ્રશાસન જો એટલું બધું પ્રભાવી બની જાય કે તેના આધારે નબળાની સંખ્યા વધવા માંડે અને સબળાને દબાઈને રહેવું પડે, તો લાંબા ગાળે એ સમાજનું જ પતન થઈ જશે.

– જન્મ તદ્દન બિનમહત્વની વાત છે. જન્મ એટલે કર્મભૂમિમાં તમારા પ્રવેશની ઘટના. સૌથી મહત્વની વાત છે કર્મ.

– લોકોની પણ મર્યાદાઓ હોય છે. તેમની જે ક્ષમતા હોય, તેનાથી વધારે અપેક્ષા આગેવાને રાખવી જોઈએ નહીં. જો લોકો પાસે તમે તેની ક્ષમતાથી વધારે માંગશો તો તે તૂટી જશે.

– રામ એવી આશા રાખતા કે લોકો તેમની મર્યાદાઓમાંથી બહાર આવી પોતાની ક્ષિતિજો વિસ્તારે કારણ કે આદર્શ સમાજનું નિર્માણ તો જ શક્ય બને તેમ છે.

– સમાજ તો જ પરિપૂર્ણ બને કે જો દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું કામ કરવા મળે.

– આપણે જન્મ આધારિત વર્ણ વ્યવસ્થાનો નાશ કરવા માટે ક્રુર પણ બનવું પડે, તેના કારણે આપણો ધર્મ અને આપનો દેશ નબળો પડ્યો છે. ભારતની ભલાઈ માટે તેમનો નાશ થવો જ જોઈએ. જો આજની વર્ણ વ્યવસ્થાનો આપણે નાશ નહિ કરીએ, તો વિદેશી લોકો આપણી પર આમ જ આક્રમણ કરતા રહેશે. આપણા વિભાજનનો ઉપયોગ કરીને તેઓ આપણી પર વિજય મેળવતા રહેશે.

– બાળકમાં જન્મથી જ કૌશલ્યો રહેલાં છે, તે કૌશલ્યોને વધારે ધારદાર બનાવી આપે. પંદર વર્ષની ઉમરે તેમનું શારીરિક માનસિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ થાય. વધારાની તાલીમ દ્વારા તેની જન્મજાત પ્રતિભાને નિખારવામાં આવે. (શિક્ષણ વિશે રામના વિચારો.)

આલેખન અને સંકલન – આનંદ ઠાકર

 

error: Content is protected !!
Exit mobile version