Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
Contents
Rishi sunak : મૂળ ભારતીય, UK ના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં : જાણો, કોણ છે અને શા માટે?
મૂળ ભારતના ઋષિ સુનક ( Rishi sunak ) UK ના વડાપ્રધાન બનવાની રેસમાં : કોણ છે ઋષિ સુનક ( Rishi sunak )? શા માટે બ્રિટન વાસીઓ એમને પસંદ કરે છે? ચાલો, જાણીએ…
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
જન્મ, માતા – પિતા…
12 મે 1980 ના રોજ સાઉધમ્પ્ટન , ઈંગ્લેન્ડ ખાતે માતાનું નામ ઉષા અને પિતાનું નામ યશવીર સુનક ને ત્યાં જન્મેલા ઋષિ સુનક ( Rishi sunak ) એમના માતા પિતા વિષે પોતાના બ્લોગમાં લખે છે કે હું મારા માતા-પિતાને સમર્પણ સાથે અમારા સ્થાનિક સમુદાયની સેવા કરતા જોઈને મોટો થયો છું. મારા પપ્પા NHS ફેમિલી જીપી હતા અને મારી માતા પોતાની સ્થાનિક કેમિસ્ટની દુકાન ચલાવતી હતી. મારા માતા-પિતાએ ખૂબ બલિદાન આપ્યું જેથી હું સારી શાળાઓમાં ભણી શકું.
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
કઈ રીતે ભારતીય મૂળ…
તેમના પિતા યશવીરનો જન્મ કેન્યાની કોલોની અને પ્રોટેક્ટોરેટમાં થયો હતો. જ્યારે તેમની માતા ઉષાનો જન્મ તાંગાનિકામાં થયો હતો. આ રીતે ઋષિ સુનક ( Rishi sunak ) સીધા જ ભારતીય મૂળના ના ગણાય પરંતુ તેમના દાદા-દાદીનો જન્મ બ્રિટિશ ભારતમાં પંજાબ પ્રાંતમાં થયો હતો. અને 1960ના દાયકામાં તેઓ તેમના બાળકો સાથે પૂર્વ આફ્રિકાથી યુકેમાં સ્થળાંતરિત થયા હતા. આ રીતે ઋષિ સુનક ( Rishi sunak ) ભારતીય મૂળના છે.
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
સાસુ – સસરા જેના પર ભારત ગર્વ લે છે…
તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે ઋષિ સુનક ( Rishi sunak ) ના પત્નીનું નામ અક્ષતા મૂર્તિ છે. આ અક્ષતા મૂર્તિ એટલે સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિની દીકરી. આ રીતે ઋષિ સુનક ( Rishi sunak ) ના સસરા એ ભારતની મહાન ટેકનિકલ કંપની ઇન્ફોસિસના માલિક છે. ઋષિ સુનક ( Rishi sunak ) અને અક્ષતા મૂર્તિને ક્રિષ્ના અને અનુષ્કા નામે બે દીકરીઓ છે.
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
અભ્યાસ…
વિન્ચેસ્ટર કોલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે માતબાર કહી શકાય એવી સંસ્થાઓના સ્કોરર રહ્યા છે.
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
ઋષિ સુનક ( Rishi sunak ) ની રાજકીય કારકિર્દી…
બ્રિટનના એ યુવા નેતા રહ્યા છે. અત્યારે તેઓ સાંસદ તો છે જ પણ એમના રાજકારણી તરીકેના વ્યુ અને વિચારો એમના શબ્દોમાં જ જાણો…
જુલાઈ 2019 માં મને ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જાન્યુઆરી 2018 માં સ્થાનિક સરકારના મંત્રી તરીકે સરકારી સેવામાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 2020 માં, મને ટ્રેઝરીના ચાન્સેલર તરીકે નિયુક્ત થવાનું સન્માન મળ્યું હતું, જે હોદ્દો રાખવાનો મને વિશેષાધિકાર મળ્યો હતો. જુલાઈ 2022 સુધી.
2015 થી રિચમોન્ડ મતવિસ્તારમાં સેવા આપીને, 2017 અને 2019 માં રિચમોન્ડ (યોર્કસ) માટે ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા તે બદલ મને ખૂબ જ સન્માન મળ્યું.
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
બ્રિટન ઋષિ સુનકને ( Rishi sunak ) શા માટે પસંદ કરે છે?
તેમણે ત્યાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો, શિક્ષણ અને હેલ્થ પર વિશેષ ધ્યાન આપ્યું છે અને લોકોને ઉપયોગી બનાવવા હંમેશા તત્પર રહે છે માટે બ્રિટનના લોકો તેમને પસંદ કરે છે.
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
Photo and about rishi sunak info courtesy by https://www.rishisunak.com/
Rishi Sunak UK next Prime Minister all about Rishi sunak
#RishiSunak #redy4rishi #UKPM #UKprimeminister #akshatamurty #narayanmurty #sudhamurty #london