HomeJANVA JEVURed Alert : રાજ્યમાં આજે - 10 મે ના રોજ રેડ એલર્ટની...

Red Alert : રાજ્યમાં આજે – 10 મે ના રોજ રેડ એલર્ટની આગાહી

- Advertisement -

gujarat heatwave red alert temperature weather update

રાજ્યમાં આજે – 10 મે ના રોજ રેડ એલર્ટની આગાહી

રાજ્યમાં હજી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ( temperature ) વધારો થઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

gujarat heatwave red alert temperature weather update

- Advertisement -

આ પણ જાણો – ગુજરાતમાં હિટવેવ: જાણો તાપમાનના સિગ્નલ શું હોય છે?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કંડલા, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે.

રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થવાની શકયતા પણ રજુ કરવામાં આવી છે.

Also Read::   જાણો એ એપ્લિકેશનનું લીસ્ટ: આપના ફોનમાં તો નથીને!

gujarat heatwave red alert temperature weather update

કેવી તકેદારી રાખશો….

- Advertisement -

આ સંજોગોમાં આપણે પોતાની અને આપણા પરિવાજનોની નીચે પ્રમાણે તકેદારી રાખવા કાળજી રાખવી જોઈએ…

– વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, છાસ વગેરે પ્રવાહીનું સેવન કરવું જોઈએ.

– જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળો.

– બાળકોને અને વૃદ્ધોને તડકામાં જરા પણ જવા ન દો.

– કોઈ પણ ઉમરના હોવ લાંબો સમય તડકામાં ઉભા ન રહો.

- Advertisement -

– આછા રંગના સુતરાઉ કપડાં પહેરો.

– ઠંડક હોય ત્યાં આરામ કરવો.

– કામનુ સ્ટ્રેશ ન લેતા આરામ કરવો જોઈએ.

gujarat heatwave red alert temperature weather update

આ પણ જાણો – ગુજરાતમાં હિટવેવ: જાણો તાપમાનના સિગ્નલ શું હોય છે?

લૂ લાગવાના લક્ષણો…

આ સમયે લૂ લાગવાથી તબિયત લથડી શકે છે. તો આપ કઈ રીતે જાણશો કે લૂ લાગી છે. તેના આરોગ્ય વિભાગે જાહેર કરેલાં કેટલાક લક્ષણો…

Also Read::   RRR માં દર્શાવેલ કોમારામ ભીમના આવા સંઘર્ષ વિશે આપણે જાણીએ છીએ?

– માથું દુખવું.

– ચક્કર આવવા.

– ચામડી લાલ કે સુકી થઈ જવી.

– અળાઈ નીકળવી.

– ખૂબ પરસેવો થવો.

– વારંવાર થાક લાગવો કે નબળાઈ આવવી.

– સ્નાયુમાં દુખાવો થવો.

આજે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને આવનારા દિવસોમાં જે એલર્ટ આપે છે તેને ધ્યાને રાખી કોઈ મુશ્કેલી સર્જાય તો તેના ઘરેલું ઉપાય કરવા પરંતુ જો શારીરિક પરિસ્થિતિ વધારે મુશ્કેલભરી લાગે તો તરત જ નજીકના આરોગ્યકેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

gujarat heatwave red alert temperature weather update

આ પણ જાણો – ગુજરાતમાં હિટવેવ: જાણો તાપમાનના સિગ્નલ શું હોય છે?

gujarat heatwave red alert temperature weather update

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments