HomeJANVA JEVUNew India ભારતના સર્વાંગી વિકાસ માટે યુવાનો આગળ આવે – ડો. એ.પી.જે....

New India ભારતના સર્વાંગી વિકાસ માટે યુવાનો આગળ આવે – ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

- Advertisement -

New India Development by APJ Abdul Kalam

ભારતના સર્વાંગી વિકાસ માટે યુવાનો આગળ આવે – ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

New India Development by APJ Abdul Kalam
Photo by Anand Thakar

 

ભારતના યુવાનો જે આપણી વસતિના 50 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત સ્પર્ધાત્મક બને તે માટે પ્રયાસ કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવું જોએ અને સમસ્યાઓથી ડરવું જોઈએ નહીં.

એમ કહેવાય છે કે ઓઝોન સ્તર જે પૃથ્વી પર સૂર્યનાં કિરણોત્સર્ગ અને કોસ્મિક રેડિએટરનું પૃથ્વી પર નિયંત્રણ કરે છે તેની ક્ષમતા ઘટી રહી છે. વાતાવરણનું સંશોધન એ મોટું ક્ષેત્ર છે અને તેનું ધ્યેય પેઢીઓ સુધી માનવજીવવને જીવવા લાયક બનાવવાનું છે.

ભૌતિકશાસ્ત્રમાં પણ સંશોધનની શક્યતાઓ પડી છે. તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચે પૂના નજીક વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ બાંધ્યું છે. તો વળી દક્ષિણ લદાખમાં વેધશાળા વિશ્વમાં સૌથી ઊંચે સ્થપાયેલી વેધશાળા છે આકાશ ગંગાઓ આપણા યુવાનોને નવી નવી શોધ માટે ઘણી બધી તક પૂરી પાડે છે. માનવજાતને લાભકારક થાય એવાં વિજ્ઞાનિક સંશોધન કરવા સંખ્યાબંધ વિસ્તારો છે.

Also Read::   Travel : તમે વેકેશનમાં દીવ જવાનું વિચારો છો? તો આ લેખ પૂરો વાંચજો...
- Advertisement -

આરોગ્ય સંભાળ એવો વિસ્તાર છે, જ્યાં આપણા યુવાન વિજ્ઞાનીઓ કામ કરી શકે છે અને ફાળો આપી શકે છે. નવી નવી શોધોએ લોકોનાં દર્દોને દૂર કરવામાં સહાયભૂત થવું જોઈએ. એચઆઈવી એડ્સ, મેલેરિયા અને હૃદયના દર્દો થતાં અટકાવે એવી રસી શોધવી જોઈએ. આમ યુવાનો સામે ઘણા વિજ્ઞાની પડકારો પડ્યા છે.

20મી સદીના અંતે આપણો દેશ ચાર મોટી વિજ્ઞાની ઘટનાઓનો સાક્ષી બન્યો હતો.

1950માં ભારત વિદેશથી ઘઉં પર નિર્ભર હતો. પ્રથમ હરિયાળીક્રાંતિ સર્જાઈ અને ભારત ઉચ્ચ ઉત્પાદન આપે એવાં વિવિધ પ્રકારનાં બિયારણથી 20 કરોટ ટન અનાજનું ઉત્પાદન કરી શક્યું.

ડો. વર્ગીસ કુરેશીએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ મારફતે ભારતને સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ બનાવ્યો.

Also Read::   Rishi sunak : મૂળ ભારતીય, UK ના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં : જાણો, કોણ છે અને શા માટે?

ડો. હોમી ભાભાએ તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી અને આજે ભારત પાસે 14 રિએક્ટર્સ છે.

વિક્રમભાઈ સારાભાઈની અવકાશી દૂરંદેશીએ ભારતને કોઈ પણ પ્રકારના ઉપગ્રહો બનાવવા, બાંધવા અને છોડવાની શક્તિ પ્રદાન કરી છે.

- Advertisement -

વિજ્ઞાન અને ટેક્નોલોજી ભારતને 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તન કરી શકે તેમ છે આપણા યુવાનો, જેમની સંખ્યા 30 કરોડથી પણ વધુ છે. તેણે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં નવી નવી શોધ કરવા કમ્મર કસીને દેશને આગળ લાવવામાં ફાળો આપવો જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments