HomeJANVA JEVUમંગળ ગ્રહ વિશે જાણી અજાણી રહસ્યમય વાતો

મંગળ ગ્રહ વિશે જાણી અજાણી રહસ્યમય વાતો

- Advertisement -

મંગળ પર પહોંચતાં ૨૫૦ દિવસ લાગે. આવતાં પણ એટલા જ દિવસ લાગે. ૩૦ દિવસ મંગળ પર રોકાવું પડે. તે દરમિયાન જીવી શકાય તે માટે કોમ્યુનિકેશન્સ, પાણી, વેન્ટિલેશન, હવા અને મંગળ પર ચાલવા માટે તાલીમ મેળવવી પડે છે.

નાસાનું ‘ક્યુરિયોસિટી’ યાન મંગળ પર સફળતાપૂર્વક ત્યાં મોકલી શક્યા હતા. ૫૬૭ મિલિયન કિલોમીટરનું એ અંતર કાપતાં નાસાના યાનને પૂરા આઠ મહિના લાગ્યા છે. મંગળ પર પાણી, કાર્બન અને જીવનની ખોજ માટે એ લેન્ડ રોવર દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું.

નાસા હવે ૨૦૩૦ના વર્ષમાં માનવીને મંગળ પર ઊતરવાની તૈયારીઓ કરી રહ્યું છે. ‘વાઈકિંગ’ ઓર્બિટરે પૃથવીવાસીઓને જાણ કરી કે, મંગળ પર પ્રવાહી પાણી ઉપલબ્ધ છે.

પ્રાચીન ભારતીય ગ્રંથ બ્રહ્મવૈવર્ત્ય પુરાણમાં મંગળને પૃથ્વીનો પુત્ર કહેવામાં આવ્યો છે.

- Advertisement -

પ્રાચીન કાળમાં રોમનો મંગળને યુદ્ધનો દેવતા માનતા હતા.

તેની ધરતી પર જ્વાળામુખીઓ, ખીણો, રણ ને બરફથી ઢંકાયેલા પૃથ્વીના ધ્રુવ જેવાં દૃશ્યો દેખાય છે. એનું મોસમી ચક્ર પૃથ્વી જેવું જ છે. રાતા રંગની રેતીની આંધી સતત દેખાય છે. મરીનર-૪ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણોમાં પહેલાં એવું માનવામાં આવ્યું હતું કે, મંગળ પર સમુદ્રો હોઈ શકે છે, પરંતુ પાછળથી એ શક્યતાને સજ્જડ પુરાવા મળ્યા નહોતા, પરંતુ મંગળ પર જીવન અને પાણી હોવાની શક્યતા તો છે જ એમ આજના વૈજ્ઞાનિકો માને છે.

Also Read::   વૈષ્ણો દેવી: મંદિર, મહત્વ અને માનવ મહેરામણ

મંગળનો દક્ષિણ ધ્રુવ બરફથી ઢંકાયેલો છે, પણ હવે તે ઓગળી રહ્યો છે.

ઉનાળામાં પણ તેનું ઉષ્ણતામાન માઈનસ ૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. શિયાળામાં તેનું તાપમાન માઈનસ ૧૩૩ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે.

મંગળ પર સૌર પરિવારનો સૌથી ઊંચો પર્વત છે. તેની ખીણો એટલી મોટી અને લાંબી છે કે, જો તેવી ખીણ પૃથ્વી પર હોય તો તેની લંબાઈ ન્યૂયોર્કથી લોસ એન્જલસ જેટલી લાંબી હોત. ન્યૂયોર્કથી લોસ એન્જલસ પ્લેનથી જવું હોય તો પણ પાંચ કલાક લાગે છે.

- Advertisement -

મંગળ પર પૃથ્વીના ૬૮૭ દિવસનું વર્ષ છે. મંગળનું વાતાવરણ પૃથ્વીની સરખામણીમાં પાતળું છે. તેમાં સૌથી વધુ હિસ્સો કાર્બન ડાયોકસાઈડનો છે. તેમાં ઓક્સિજન માત્ર ૦.૧૩ ટકા જ છે. મંગળનું ક્ષેત્રફળ ૧૪૪,૭૯૮,૫૦૦ કિલોમીટર છે. તેની ઉપર ૯૫ ટકા કાર્બન ડાયોકસાઈડ છે. હવાનું દબાણ પૃથ્વીનો એક ટકો છે. ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ૩૮ ટકા છે. આમ મંગળનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના મુકાબલે ઘણું ઓછું છે. આ બધો જ તફાવત હોવા છતાં સૌર મંડળના બીજા બધા ગ્રહોની સરખામણીમાં પૃથ્વી અને મંગળ ઘણું બધું એક જેવું છે. આ કારણથી જ મંગળ પર જવાનું અભિયાન ઝડપી થયું છે.

Also Read::   M-Sand : શું તમે જાણો છો, મેન્યુફેક્ચર્ડ રેતી, કઈ રીતે બને છે?

પૃથ્વી પરથી મંગળ સુધી પહોંચડવામાં ૮ મહિનાનો સમય લાગે છે અને તે પણ પૃથ્વી અને મંગળ એકબીજાની નજીક હોય ત્યારે. તેઓ એકવાર મંગળ પર ઊતરે તે પછી દોઢ વર્ષ તો તેમણે ફરજિયાત મંગળ પર રહેવું જ પડે છે. કારણ કે મંગળ પરથી પાછા પૃથ્વી પર આવવા માટે મંગળ અને પૃથ્વી એકબીજાની નજીક આવે તે માટે આટલા સમયની રાહ જોવી પડે છે. આટલો સમય સુધી ખોરાક જાળવી રાખવો તે ચેલેંજીંગ કામગીરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments