Home BALSABHA Reading habit બાળકોમાં વાંચનની આદત કેવી રીતે કેળવવી?

Reading habit બાળકોમાં વાંચનની આદત કેવી રીતે કેળવવી?

0

How to develop reading habit in children?

Contents

બાળકોમાં વાંચનની આદત કેવી રીતે કેળવવી?

How to develop reading habit in children?

આલેખન – રાજ ગોસ્વામી

( લેખક વરિષ્ઠ પત્રકાર, અનુવાદક અને વિદ્વાન વ્યક્તિ છે જેઓ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના અભ્યાસુ છે. ) 

ફેસબૂક મિત્ર DrJay Mehta તેમના એક મિત્ર કપલ વતી પૂછે છે કે, “બાળકોમાં વાંચનની આદત કેવી રીતે કેળવવી?”

બાળકો સામે વાંચવા બેસો….

આમ તો જયભાઈએ ખુદ એ કપલને એક ઉપયોગી સૂચન કર્યું છે કે તમે બંને બાળકો સામે વાંચવા બેસો. રોજ રાતે 15 થી 30 મિનિટ બાળકોની સામે પુસ્તક વાંચવાનો માહોલ ઉભો કરશો તો બાળકોને વાંચવામાં રસ પડશે.

How to develop reading habit in children?

પુસ્તકની દુનિયામાં….

બીજું, બાળકોને બૂકસ્ટોરમાં, બૂકફેરમાં કે પુસ્તકોના ઇવેન્ટમાં લઇ જાવ તો ધીમે ધીમે તેમને એ દુનિયાનો પરચિય થાય.

આ એકદમ કારગત સૂચન છે. આત્મશ્લાઘાનો દોષ વહોરીને કહું, તો મારો દીકરો ઘરમાં અઢળક પુસ્તકો, સમાચારપત્રો અને સામયિકો વચ્ચે મોટો થયો હતો. આજે એ મારા કરતાં પણ બહેતર વાચક બન્યો છે. તેણે એકવાર કહ્યું હતું કે હું બૂકસ્ટોરમાં આંટો મારવા જાઉં અને પુસ્તક ન ખરીદુ એ શક્ય જ નથી, થેન્ક્સ ટુ રાજ ગોસ્વામી.

બાળકો પેરેન્ટ્સને જોઈને, નકલ કરવાની હદે, ઘણું બધું શીખતાં હોય છે. ઘરમાં જો પુસ્તકોનો માહોલ હોય, તો બાળકોની વાંચવાની આદત અંગે બહુ ચિંતા કરવા જેવી હોતી નથી. છતાં, વધારાની આ 5 ચીજ થઈ શકે.

How to develop reading habit in children?

5 ટિપ્સ….

1. પુસ્તકો વાંચવા કેમ મહત્વનાં છે તેની બાળકોમાં સમજણ વિકસાવો.

2. પુસ્તકો (બીજી ભૌતિક ગિફ્ટ કરતાં) સૌથી મહાન ગિફ્ટ છે તેવો ભાવ પેદા કરો.

3. શબ્દો અને ભાષાનું કેવું અને કેટલું મહત્વ છે તે સ્થાપિત કરો.

4. નોલેજ ઇઝ ગ્રેટેસ્ટ પાવર. 21મી સદી જ્ઞાનની, ઇન્ફોર્મેશનની સદી છે. જ્ઞાન હોય તો જીવન કેટલું સફળ બને તેની બાળકોને સમજ આપો.

5. બાળકોને સવાલો પૂછવા પ્રોત્સાહિત કરો અને જિજ્ઞાસા સંતોષવાના એક ઉપાય તરીકે પુસ્તકોનો પરિચય કરાવો.

How to develop reading habit in children?

#readinghabit #children #book #bookreading #education

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version