Home BALSABHA Exam પરીક્ષા પરીક્ષા…

Exam પરીક્ષા પરીક્ષા…

0

Exam depression and life

 

પરીક્ષા પરીક્ષા

આલેખન – રાજલક્ષ્મી

Exam depression and life

પરીક્ષાનો માહોલ એટલો તંગ થઈ ગયો છે ખાસ કરીને માતા-પિતા માટે.

 

કદાચ બાળક ઉપર આપણે માહોલ હાવી કરી દઈએ છીએ. બાળકને એની મોજથી વાંચવા લખવા દો આ વાત સાચી છે પરંતુ આ બધાની વચ્ચે મારે આ મોહોલ અનુરૂપ એક પ્રસંગ મૂકવો છે.

 

બે વર્ષ પહેલા મારો પોતાનો દીકરો દસમાં બોર્ડમાં હતો. 10 મું બોર્ડ હોવાથી અમે તેને સમજાવતા ભાઈ થોડી મહેનત કરજે. એક વાત પૂરા કોન્ફિડન્સથી કહે મને સારા માર્ક આવી જશે.

 

 એક માતા તરીકે પૂરો વિશ્વાસ તેના ઉપર રાખેલ.કોઈ જ  પ્રકારનું  ટોર્ચર કરવા માગતા હતા નહી. ઘટનાક્રમની આગળ વાત રજૂ કરું તે પહેલા અહીંયા એક વાત કહીશ કે બાળકો પર ટોર્ચર કરવાની સલાહ આપતી નથી.

 

10 મું ધીમે ધીમે પસાર થવા માંડ્યું અને પહેલી પરીક્ષામાં ગણિત વિષય સિવાય બીજા વિષયમાં સારા માર્ક આવ્યા નહીં. છતાં પણ માતા-પિતા તરીકે અમે કહ્યું કંઈ વાંધો નહીં અને તેણે પણ એવો જવાબ આપ્યો મને મારી રીતે આગળ પણ તૈયારી કરવા દો સારા માર્ક આવી જશે. વાત એમ પણ છે કે ધોરણ આઠ સુધીની તૈયારીનું અવલોકનનું કરતી પરંતુ દસમાં ધોરણમાં આ બધું મેં બંધ કરેલ.

 

ધીમે ધીમે કરતાં છ માસિક પરીક્ષા પણ આવી ગઈ અને એ દરમિયાન માતા-પિતા તરીકે અમે એને પૂછતાં કે ભાઈ વાંચે છે ને….!

 

આ શબ્દ અહીંયા યાદ રાખજો વાંચું જ છું. હવે છ માસિક પરીક્ષાના રીઝલ્ટમાં સમાજવિદ્યા વિષયમાં પાસિંગના પણ ગુણ ન હતા. ગણિત વિષય સિવાય કોઈ વિષયમાં સારો પ્રતિસાદ ન હતો.

 

માતા તરીકેની મારી ચિંતા સમાજવિદ્યાના વિષય માટે વધી ગઈ ત્યારે મેં મારા દીકરાને પૂછ્યું બેટા તું ચોપડી લઈને તો વાંચતો હોય એવું તો દેખાય છે તો કારણ શું છે? પેપરમાં કાંઈ લખે છે કે નહીં? અને ત્યારબાદ અમે શાળાએ રૂબરૂ ગયા સાચું કારણ જાણવા.

 

પેપરનું એનાલિસિસ પણ કર્યું હતું. તો જાણવા મળ્યું કે ભાઈ લાંબા પ્રશ્નો લખતા જ ન હતા ટૂંકા જ પ્રશ્ન એટેન્ડ કરતા હતા. અને જ્યારે દીકરાને પૂછવામાં આવ્યું કે ભાઈ તું વાંચે તો છે કે પાકું પણ કરે છે ત્યારે તેના તરફથી જવાબ મળ્યો તમે તો ખાલી વાંચવાનું જ કહ્યું હતું પાકું કરવાનું કહ્યું નથી અને આ બે શબ્દો વચ્ચેનો ભેદ મને ત્યારે સમજાયું કે વાંચવું અને પાકું કરવું અલગ છે.અને આ વિષય માં રુચિ ઓછી છે, પાકું કરવામાં લાંબું લાગે, આવા જવાબો મળ્યા.

 

પછી લાગ્યું કે  મા બાપ તરીકે અમને પણ એમ થયું કે થોડું આની પાછળ આપણે કામ કરવું પડશે અને ભાઈને વચાવાનું કામ અમે હાથમાં લીધુ. મહાવરાના અભાવના કારણે એવું બન્યું.   સતત પુનરાવર્તન અને બે મહિનામાં સારી રીતે વંચાવ્યા બાદ પ્રિલી.પરીક્ષા અને ફાઇનલ એક્ઝામ પણ આવી ગઈ અને ફાઇનલ એક્ઝામમાં સારા ટકા સાથે પાસ પણ થઈ ગયો અને હા સમાજવિદ્યા વિષયમાં પણ સારા માર્ક લાવ્યો.

 

આ માહોલમાં મારા અનુભવ પરથી જ હું એટલું કહીશ કે મા બાપ તરીકે આપણે બાળકનું સતત અવલોકન જરૂરી છે તેના પરિણામો ઉપર પણ આછેરી નજર રાખવી જોઈએ મારા બાળકને સતત મહાવરો જરૂરી બન્યો અને થોડું વાંચવાની કે પાકું કરવાની પદ્ધતિ બદલાવાથી સારું પરિણામ પ્રાપ્ત થયું.

 

હા એટલું ચોક્કસથી કહીશ કે તું 90 ટકા જ લાવજે એવું અમે ક્યારેય કહ્યું નથી પરંતુ એટલું કહ્યું છે કે સમય છે તો મહેનત કરી લો રીઝલ્ટ જે પણ આવશે સાથે પાર્ટી કરશું ..

 

મા બાપ તરીકે સૌને નમ્ર અરજ છે મહેનત કરવામાં જે રીતે સાથ આપો છો તેમ રિઝલ્ટ ગમે તે આવે તેમાં પણ સાથ આપજો.

આલેખન – રાજલક્ષ્મી

#Exam #depression #life

 

Exam depression and life

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version