Home BALSABHA Balvarta: કીડી સાથે યંત્ર

Balvarta: કીડી સાથે યંત્ર

0

કીડી સાથે યંત્ર

  • નકુમ મીનલ રણજીતભાઈ
Gujarati balvarta machine and ant
સૌજન્ય – કાનજી મકવાણા

                   એક શહેર હતું.તે શહેરમાં એક વૈજ્ઞાનિક રહેતા હતા. તેનું નામ મોહન હતું. તેમને યંત્રો બનવાવવાનો શોખ હતો.

                  એક વખત તે બગીચામાં ફરતા હતા. ત્યાં તેણે કીડીની લાઈન જોઈ અને તેણે નાના જીવ જંતુ સાથે બોલી શકાય તેવું યંત્ર બનાવવાનો વિચાર કર્યો.

                   તે ઘરે ગયા. ઘરે જઈને યંત્ર બનવાવવાનું શરુ કર્યું, ઝીણી-ઝીણી કાળજીપૂર્વક તેણે યંત્ર બનાવી  લીધું. યંત્ર લઇ તે બગીચામાં ગયા. બગીચામાં તે બેઠા હતા, ત્યાં તેની બાજુમાંથી એક કીડી પસાર થઇ, તેણે આ યંત્ર દ્વારા કીડી સાથે  વાતો કરી, થોડી જ પળોમાં બંને મિત્રો બની ગયા. રોજ સવારે બંને બગીચામાં મળે અને વાતો કરે.

આ ચિત્ર – નકુમ રિનલ દ્વારા દોરાયેલું છે.

                 એક દિવસ વૈજ્ઞાનિકને નવી શોધ કરવા માટે બીજા દેશમાં જવાનું થયું. તેને દુઃખ હતું કે તેને તેના મિત્રને છોડીને જવું પડશે! એટલા માટે તેણે કીડી માટે આવું જ અને નાનકડું યંત્ર બનાવ્યું.

               તેઓ સવારે બગીચામાં મળ્યા, તેણે કીડીને યંત્ર દ્વારા કહ્યું કે મારે નવી શોધ કરવા માટે બીજા દેશમાં જવાનું થયું છે. એટલા માટે હું તને આ યંત્ર મારી ભેટ સ્વરૂપે આપું છું, આ યંત્ર દ્વારા  તું કોઈપણ જીવ સાથે વાતો કરી શકીશ. આટલું બોલી વૈજ્ઞાનિક નીકળી ગયા. 

                તે કીડીને મળીને જતા રહે છે પરંતુ કીડી ખુબ દુખી થાય છે કે થોડા સમય માટે જ તેનો મિત્ર તેની પાસે રહ્યો, તે વૈજ્ઞાનિકે આપેલ યંત્ર પોતાની પાસે જ રાખતી.એક વખત કીડી ઝાડ ઉપર ચડતી હતી: ત્યાં અચાનક તે લપસી, કરોળિયાના ઝાળામાં ફસાઈ ગઈ. 

              કીડી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ તે બહાર નીકળી શકી નહિ, તેણે સામે જોયું તો કરોળિયો ધીમે… ધીમે… ખાવા તેની નજીક આવતો હતો.

            કીડી જોર જોરથી બુમો પાડવા લાગી, બાજુમાંથી એક પતંગિયું નીકળ્યું તેણે પતંગિયાને બોલાવ્યું પરંતુ પતંગિયું તેની વાત સમજી ન શક્યું ત્યારે કીડીને વૈજ્ઞાનિકે આપેલ યંત્રની યાદ આવી, એણે યંત્ર દ્વાર પતંગિયાને કહ્યું, પતંગિયાભાઈ…… પતંગિયાભાઈ…. મને બચાવો…. મને બચાવો…… 

પતંગિયું કીડીની વાત સાંભળી પોતાની પાંખોની મદદદથી ઝાળા માંથી કીડીને બહાર કાઢી અને તેણે નીચે લઈ આવ્યું.

           ત્યારે કીડી પતંગિયાનો આભાર માને છે પરંતુ કીડી વૈજ્ઞાનિકની યાદમાં ઉદાસ હોય છે. પતંગિયું કીડીને પૂછે છે, તું ઉદાસ કેમ છે? કીડી કહે છે, “મારો મિત્ર વૈજ્ઞાનિક, શોધ માટે જતો રહ્યો છે, હવે હું એકલી થઇ ગઈ છું. શું કરું?”

ત્યારે પતંગિયું બોલ્યું,”ચિંતા શું કરે છે? હું છું ને તારો મિત્ર.”  

ત્યારે કીડી આનંદમાં આવી જાય છે અને બંને ખુશીથી રહે છે.

         ધીમે ધીમે આ યંત્રની વાત આખા બગીચામાં ફેલાય છે. બધા જીવજંતુ કીડીનું યંત્ર જોવા આવે છે. બધા કીડીનું યંત્ર જોઈ આનંદમાં આવી જાય છે! બધા વારાફરતી યંત્રનો ઉપયોગ પણ કરે છે અને કીડીને ધન્યવાદ કહી ત્યાંથી જતા રહે છે.

        એક વખત આ યંત્રની ભમરાને ખબર પડે છે. તે પણ કીડીના  યંત્રનો ઉપયોગ કરવા જાય છે. ભમરાને આ યંત્ર ખુબ ગમી ગયું. તેને આ યંત્ર જોઈતું હતું. એક દિવસ કીડી ને પતંગિયું બગીચામાં બેઠા હતા અને યંત્ર બાજુમાં રાખ્યું હતું,યંત્ર ભૂલી બંને ત્યાંથી જતા રહે છે. એજ સમયે ભમરો ત્યાં આવે યંત્ર લઇ ત્યાંથી ઊડી ગયો.

        એવામાં કીડીને પોતાના યંત્રની યાદ આવે છે. ત્યારે તે તુરંત જાય છે. ત્યાં જઈને જુએ છે તો યંત્ર હોતું નથી. કીડી પતંગિયા પાસે જાય છે પરંતુ યંત્ર હોતું નથી, તેથી બંને વાતો પણ કરી શકતા નથી. હવે બંને ઇશારાથી વાતો કરે છે અને બંને એકબીજાની વાતો સમજી શકે છે. બંને યંત્રને ખુબ શોધે છે પરંતુ યંત્ર મળતું નથી.

          એક દિવસ પતંગિયું જતું હોય છે ત્યાં રસ્તામાં ભમરા ભાઈનું ઘર આવે છે.ભમરાભાઈ તો યંત્ર ને પોતાની પાસે જ રાખતો. તેને ડર હતો કે કોઈ તેનું યંત્ર ચોરી લેશે તો?

         પતંગિયાભાઈ યંત્રનું પૂછવા ભમરાભાઈ પાસે ગયા. દરવાજે પહોંચતા જ તેમણે જોયું તો યંત્ર ભમરા ભાઈ પાસે હતું. પતંગિયું ઝટપટ ઉડી કીડી પાસે આવ્યું અને ઇશારાથી કહ્યું,’ તમારું યંત્ર ભમરાભાઈ પાસે છે. તે ચોરીને લઇ ગયા છે. કીડી અને પતંગિયું બંને ભમરાભાઈને ત્યાં જાય છે, ત્યાં જઈને જુએ છે તો યંત્ર લઈને ભમરાભાઈ બેઠા હોય છે. તેઓ બંને ભમરાભાઈ પાસે જઈ પોતાનું યંત્ર માગે છે, પરંતુ તે યંત્ર આપવાની ના પાડે છે અને ત્યાંથી ઉડી જાય છે. પતંગિયું તેની પાછળ જાય છે પરંતુ એટલી વારમાં ભમરો જતો રહે છે.

           કીડી અને પતંગિયાભાઈ એક વૃક્ષની નીચે જઈને બધા જ જીવજંતુને ભેગા કરે છે. ત્યાં બગીચાની સમિતિના અધ્યક્ષ પણ આવ્યા હોય છે. તેની સાથે મધમાખી બેન પણ હોય છે. જે બધા જ જીવજંતુની ભાષા જાણતા હોય છે. કીડી મધમાખી બેનને કહે છે મધમાખીબેન સમિતિના અધ્યક્ષ ને કહે ,આવી રીતે પોતાની વાત પૂરી કરે છે.

          સમિતિના અધ્યક્ષ કાનખાજુરાભાઈ અને વંદાભાઈ હોય છે, તે નિર્ણય કરે છે કે ભમરા ભાઈ જ્યાં હોય ત્યાંથી તેણે શોધવામાં આવશે અને તેણે ગંભીર સજા થશે. તેમના હુકમથી બગીચાના બધા જીવ ભમરાને શોધવા જાય છે.

        ઘણો સમય જતો રહે છે પરંતુ ભમરાભાઈની કોઈ પણ ખબર મળતી નથી. અહીં ભમરાભાઈ પોતાના ઘરમાં સંતાઈને બેઠા હોય છે. બધાને તો એવું લાગે છે કે ભમરાભાઈ તેના ઘરમાં થોડાં સંતાયા હોય! પરંતુ કીડીને શક થાય છે કે તે તેના ઘરમાં સંતાઈને બેઠા છે, કારણ કે  આખા બગીચામાં શોધ કરી લીધી પરંતુ તેમનું ઘર એક જ બાકી હતું.

     બધા જીવ જંતુ ભમરાભાઈના ઘરે જાય છે ત્યાં જઈને જુએ છે તો ભમરા ભાઈ સંતાઈને બેઠા  હોય છે. તેને પકડી બધા સમિતિના અધ્યક્ષ પાસે જાય છે. કીડી પતંગિયાભાઈ રાહ જોતા હોય છે. કાનખજૂરાભાઈ ભમરાને યંત્ર આપવાનું કહે છે પરંતુ ભમરો પોતાનો હાથ છોડાવી ઉંચે ઉડી  જાય છે અને કહે છે આ યંત્ર હું કીડીને આપીશ નહિ અને હું પોતે પણ રાખીશ નહિ અને ત્યાંથી યંત્રને નીચે પછાડ્યું, ત્યાં જ પતંગિયું આવીને યંત્રને બચાવી લે છે અને મધમાખી બેનના સાથીઓ ભમરા ને પકડી લે છે.

         કાનખજૂરાભાઈ અને વંદાભાઈ બોલે છે ભમરાભાઈએ બગીચાને છોડીને જતું રહેવું જોશે અને જો કોઈ ભમરાભાઈ સાથે સબંધ રાખશે તેણે પણ બગીચો છોડી જવું પડશે. આટલું સાંભળી ભમરાભાઈ ત્યાંથી જતા રહે છે અને કીડીને તેનું યંત્ર પાછું આપી દેવામાં આવ્યું.

   યંત્ર લઇ કીડી અને પતંગિયું પાછા ફરે છે અને વૈજ્ઞાનિકની યાદી સાથે પોતાની જીંદગી પસાર કરે છે. 

લેખક – નકુમ મીનલ રણજીતભાઈ

(  આ વિદ્યાર્થીએ પોતાના કલ્પનાના રંગે આ વાર્તા સુંદર રીતે લખી છે. આના સંપૂર્ણ કોઈ રાઈટ ( © copy rights ) લેવામાં આવ્યા છે. માટે આ વાર્તા કે આ વાર્તાનો કોઈ ભાગ પૂર્વ મંજૂરી વગર પ્રકાશિત કે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા ઉપયોગમાં લેવો એ કાયદાને આધિન છે. આ ફક્ત બાળકોની જ બાળવાર્તા નથી, પણ બાળકે લખેલી બાળવાર્તા છે તો એમના સર્જનને પ્રોત્સાહન આપીએ અને આદર આપીએ. )

આ પણ વાંચો: ‘ આવકાર ‘ મુખપત્ર અંક 2

error: Content is protected !!
Exit mobile version