Home BALSABHA Tree વૃક્ષ : પર્યાવરણ અને આપણે

Tree વૃક્ષ : પર્યાવરણ અને આપણે

0

Tree environment and humans

Contents

વૃક્ષ : પર્યાવરણ અને આપણે…

Tree environment and humans

વૃક્ષ વિશે આપણે સૌ જાણીએ છીએ. આ શબ્દ હવે આપણા જીવનનનો એક ભાગ બની ગયો છે. વૃક્ષના કપાયા બાદ તેમાંથી કાગળ બને છે. તે પણ આપણે જાણીએ છીએ. આજે આપણે વૃક્ષ વિશે જ વાત કરવાનાં છીએ પરંતુ તેના વિશે કંઈક નવું જાણીએ નવું સમજીએ કે જે કદાચ આપણને એટલે કે મને કે તમને ખ્યાલ ન હોય અને કદાચ હોય પણ શકે છે. તો આજે ચર્ચા કરીએ વૃક્ષ વિશે…

“એક વિમર્શ વૃક્ષ પર “

આપણે વાત કરી તેમ વૃક્ષ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે…

આપણે બધા કાગળનો ઉપયોગ લખવાં માટે કરીએ છીએ પણ જયારે તે કાગળ ફાડીએ છીએ ત્યારે એવો વિચાર નથી કરતા કે એક કાગળ ફાડવાથી કેટલાય વૃક્ષો તૂટતાં હોય છે. આપણે સૌ તે વિશે જરાં પણ ગંભીરતાથી વિચાર કરતા નથી કે જો વૃક્ષ જ નહિ રહે તો માનવ જીવન પૃથ્વી પર શક્ય શી રીતે બનશે. માત્ર મોટા બેનર લગાવી દેવાથી કે સારા પ્રદર્શન દ્વારા વૃક્ષ બચી નહિ શકે તે માટે મારે તમારે આપણે સૌએ જાગૃત થવું પડશે. નહિતર જો માણસ પોતાના સ્વાર્થના પોષણ માટે વૃક્ષની બલી આપ્યાં જ કરશે તો એક દિવસ માણસે માત્ર હવા ખાઈને જ જીવવું પડે એવુ બનશે.

વૃક્ષ કપાતના ગેરફાયદા

વૃક્ષના કપાઈ જવાના કારણે આબોહવા દુષિત બને છે. બધી જગ્યા પર રણ વિસ્તાર પ્રસરવા લાગે છે. વરસાદમાં ઘટાડો થતો જાય છે, લીલી વનસ્પતિમાં પણ ઘટાડો થતો જાય છે. હવા એકદમ અશુદ્વ બનતી જાય છે. જમીનનું ધોવાણ,  પાક ઉત્પાદનમાં ઘટાડો હવામાં ગ્રીન હાઉસ ઇફેક્ટ વધે છે. તથા માણસોને પણ ઘણી સમસ્યા સહન કરવી પડે છે.

આમ તો ખરેખર વ્યક્તિદીઠ વૃક્ષની સંખ્યા 424 હોવી જોઈએ તેની જગ્યાએ ભારત દેશમાં વ્યક્તિદીઠ વૃક્ષની સંખ્યા માત્ર 28 જ છે. જે પરથી કહી શકાય કે ભારતમાં વૃક્ષ ઉગાડવા કરતા વધારે કાપવામાં આવે છે.

વૃક્ષ શા માટે ન કાપવા જોઈએ? 

1 પર્યાવરણને  સ્વચ્છ રાખવા માટે

2 પૂર,  દુષ્કાળ જેવી કુદરતી આપત્તિથી બચવાં માટે

3 – વન્ય જીવોના રક્ષણ માટે

4 – શુદ્ધ પૌષ્ટિક આહાર પ્રાપ્ત કરવા માટે

વૃક્ષ અને પાણી : આપણા દેશમાં પાણીનો વ્યય પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. આજે આપણે સૌ મોટા ભાગનું પાણી પીતા નથી કે નથી તેનો યોગ્ય ઉપયોગ કરતા આપણે કેટલુંય પાણી રસ્તા અથવા ગટરમાં ફેંકી દેતા હોઈએ છીએ. જે યોગ્ય બાબત ગણાય નહિ આપણે વૃક્ષમાં પ્રતિદિન એકવાર તો પાણી પાવું જોઈએ. જે આપણે કોઈ કરતા જ નથી.

આપણા દેશમાં પાણીની અછત ઘણી વખત રહેતી હોય  છે. તેથી આપણે પાણી બચાવવું જોઈએ. એક અંદાજ મુજબ ભારતમાં પાણીની 135 લીટર પાણીની જરૂર છે. તેની સામે કેટલુંય પાણી વેડફાય જતું હોય છે. જેના પર ગંભીરતા દાખવવી જોઈએ. અને તે માટે યોગ્ય પગલાં ત્વરિત હાથ ધરવા જોઈએ.

લોકો પર્યાવરણ પ્રત્યે સજાગ નથી તો લોકોમાં તે પ્રત્યે જાગૃતતા આવે તેવા કાર્ય હાથ ધરવા જોઈએ. તે માટે યોગ્ય શિબિર, જાહેર કાર્યક્રમ કરવા જોઈએ. અને માત્ર લોકો આ વિશે સાંભળે એટલું જ નહિ પણ તે વિશે સમજે અને તેનો અમલ કરે તેવા પગલાં હાથ ધરવા જોઈએ.

જંગલને કાપવા ન જોઈએ : જંગલની અંદર જયારે વૃક્ષ કાપવામાં આવે છે ત્યારે  કાર્બન ડાયોક્સાઈડ વાયુ પુષ્કળ પ્રમાણમાં છૂટતો હોય છે કે જેથી હવા પ્રદુષિત બને છે. અને રણ વિસ્તાર વધે છે. વન્ય જીવોનાં જીવન પણ જોખમાય છે. માટે જંગલને કાપવા ન જોઈએ.

વૃક્ષ ઉગાડવાથી થતા ફાયદા

1 – વૃક્ષ જળ ચક્રનું નિયમન કરે છે.

2 – વૃક્ષ રોજગારી અર્પે છે.

3 – વૃક્ષ વન્યજીવ માટે મહત્વપૂર્ણ આવાસ છે.

4 – વૃક્ષ જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે.

5 – વૃક્ષ જમીનના ધોવાણને અટકાવે છે.

6 – વૃક્ષ ખાદ્ય સ્ત્રોત તરીકે મહત્વનું પરિબળ છે.

7 – વૃક્ષ ધ્વનિ પ્રદુષણને અટકાવે છે.

8 – વૃક્ષ ફળ,  ફૂલ વગેરે આપે છે.

9 – વૃક્ષ બળતણ તરીકે ઉપીયોગમાં લેવાય છે.

10 – વૃક્ષ ભરપૂર માત્રામાં ઓક્સિજન પૂરું પાડે છે.

11 – વૃક્ષ કુદરતી આપત્તિમાં ઘટાડો કરે છે.

12 – વૃક્ષ માનવને સંશાધનો પુરા પાડે છે.

13 – વૃક્ષ ઔષધિ ઉપચાર તરિકે ઉપયોગી છે.

આમ ઉપરોક્ત ચર્ચા પરથી એટલું કહી શકાય કે આપણે સૌ આ પ્રત્યે જાગૃત બનીએ વધુ વૃક્ષો ઉગાડીએ જેથી પર્યાવરણનું જતન થઈ શકે. અને આપણને સ્વચ્છ અને સુંદર વાતાવરણ પ્રાપ્ત થઈ શકે.

Tree environment and humans

#Tree #environment #humans

error: Content is protected !!
Exit mobile version