Home SAHAJ SAHITYA Mind control નવરું મન

Mind control નવરું મન

0

Mind control be busy for great work

Mind control નવરું મન

ફક્ત બે મિનિટનું વાંચન….

Mind control be busy for great work
Mind control be busy for great work

આલેખન – હસમુખ ટાંક

( લેખકના સર્જક, અનુવાદક, સંપાદક અને સંશોધક તરીકે 35 ઊપરાંત પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ પર આચાર્યનું ભારણ હોવા છતાં સક્રિય ભાષા શિક્ષક છે. અનેક સંસ્થાઓ સાથે જોડાઈ અને શિક્ષણ તેમજ સાહિત્યનું કાર્ય કરી રહ્યા છે. )

Mind control be busy for great work

‘નવરું મન નખ્ખોદ વાળે’ એ કહેવત તમે સાંભળી હશે. તેમની પાછળ એક દૃષ્ટાંતકથા રહેલી છે.

એક ગામ હતું. આ ગામના એક માણસને ભૂત વશ થયું. ભૂત તો બધા જ કામ ફટાફટ કરે. થાકે જ નહીં. કામ પૂરું થયું એટલે ભૂતે પેલા માણસને નવું કામ બતાવવા કહ્યું.

પેલા માણસે વિચાર્યું કે હવે કામ તો કંઈ બચ્યું નથી. તેથી તેણે ભૂતને કહ્યું, જા, હવે કંઈ કામ નથી.’

પરંતુ આ તો ભૂત હતું. તેને નવરું રહેવું સહેજેય ગમે નહીં. તેથી તેણે પેલા માણસને કહ્યું, “મને કામ બતાવ, નહીંતર હું તને ખાઈ જઈશ.’

આ માણસ તો રોજ નવા નવા કામ બતાવે. પરંતુ દરરોજ નવું નવું કામ લાવવું ક્યાંથી? વિચારમાં ને વિચારમાં આ માણસનું શરીર સુકાવા લાગ્યું.

એવામાં એકવાર આ ગામમાં એક મહાત્મા આવ્યા. આ માણસ મહાત્માને મળ્યો અને પોતાની સમસ્યા રજૂ કરી. મહાત્માએ તેને કહ્યું, “તું એક કામ કર. એક પચાસ ફૂટ લાંબો વાંસનો ટુકડો તારા ફળિયામાં ખોડી દે. ભૂત નવરું પડે એટલે તેને આ વાંસના ટુકડા પર ચડ-ઊતર કરવાનું કહેવાનું.”

આ માણસને તો ગજબનાક ઉકેલ મળી ગયો. તે ઘરે આવ્યો અને ભૂતને કહ્યું, જા, જંગલમાંથી પચાસ ફૂટ લાંબો વાંસનો ટુકડો લઈ આવ અને ફળિયામાં ખોડી દે. ભૂત માટે તો આ કામ રમતવાત હતી. તેણે તરત જ તે પ્રમાણે કર્યું. પછી કહે, “હવે બીજું કામ બતાવો.”

આ માણસે કહ્યું, “આ વાંસના ટુકડા પર ચડ-ઊતર કર.”

ભૂત તો વાંસના ટુકડા પર ચડે ને ઉતરે, ઉતરે ને ચડે. માણસને કામ હોય ત્યારે ભૂત પાસેથી કામ કરાવી લે. આ ઉપાય પૂરો કારગત નીવડ્યો. હવે ભૂત ક્યારેય નવરું થાય તેમ નહોતું. આ માણસને ખૂબ જ શાંતિ થઈ અને તેનું શરી૨ પણ સારું થઈ ગયું.

Mind control be busy for great work

પાથેય…

મન પણ ભૂત જેવું છે. નવરું પડે અને આડાઅવળા વિચારે ચડી જાય. હકારાત્મક વિચારો કરતા નકારાત્મક વિચારો વધુ આવે. એટલે મનને હંમેશાં કામમાં વ્યસ્ત રાખવું. જે મનને વ્યસ્ત રાખે છે તેનું જીવન મસ્ત બની જાય છે.

આલેખન – હસમુખ ટાંક
( ‘ જીવન મહેકાવો ‘ પુસ્તક માંથી. )

( લેખકના પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે. લેખકના સંપર્ક માટે… https://www.facebook.com/hasmukh.tank.5492?mibextid=ZbWKwL  )

Strength of willpower vir rammurti

Mind control be busy for great work

#Mindcontrol #bebusy #greatwork

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version