Contents
Dinesh khunt : નાનકડાં ગામડાં માંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા આ યુવાન સાથે રૂબરૂ
Dinesh khunt | International fame | gujarat photographer | National geography | surat | gulmoharphotography | kaliyar gujarat deer | blackbuck in gujarat | velavadar blackbuck sanctuary | wildlife photography |
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીછડી ગામનો એક યુવાન આંખોમાં રંગો ને હાથમાં કેમેરા લઈને નીકળી પડે છે ત્યારે ખેડૂતનો એક દીકરો નવા સોપાન સાથે સપનાને કચકડે કંડારવા માંડે છે! કોણ છે આ યુવાન? શું કરે છે? કઈ બાબતે એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એમની બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ છે? પ્રેરણા લઈ શકાય એવી બધી બાબતો વિશે જાણીએ એમના ઇન્ટરવ્યૂ પરથી….
નમસ્કાર, દિનેશભાઈ, આપના વિશે પ્રાથમિક જણાવો.
હું દિનેશ ખુંટ. મારું મૂળ વતન ગામ : પીછડી તાલુકો : જાફરાબાદ જીલ્લો : અમરેલી. વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી મારો શોખ છે.
આપનો પરિવાર?
હા. મારા પરિવારમાં
પિતા : ખૂંટ કનુભાઈ પરષોત્તમ ભાઈ
માતા : ચંપાબેન
પત્ની : વંદના
દીકરી : ડિમ્પલ
દીકરો : દ્રવ્ય
હા. આપનો શોખ અને પ્રોફેશન બંને ફોટોગ્રાફી છે. એના માટે આપ શું કરો છો? કેવી મુશ્કેલીઓ પડે છે?
આ શોખ પૂરો કરવા હું ગુજરાતના ઘણા બધા જંગલોમાં ગયેલો છું. ખાસ જોવા જઇયે તો આ ફિલ્ડ એવું છે કે જ્યાં તમારી ધીરજની પરીક્ષા લેવાય. કોઈ પક્ષી હોઈ કે કોઈ જંગલી પ્રાણી. એમની ભાષા સમજવી ખુબ જ જરૂરી. અને ખાસ કુદરતના સાનિધ્યમાં હોઈએ ત્યારે એમના સંરક્ષણની સાથે કાળજી અને તકેદારી પણ એટલી જ જરૂરી. આપણે એમના ઘરે ગયા હોઈએ તો એમની આમન્યા અચૂક રાખવી જોઈએ અને એ જ હેતુથી હું છેલ્લા ૭ વર્ષથી આ ફોટોગ્રાફી કરું છું.
નેશનલ જીઓગ્રાફી પર આપનો ફોટો સિલેક્ટ થવો.
વાહ! દિનેશભાઈ, હવે આજે આ ઇન્ટરવ્યૂ જેના માટે નિમિત્ત બન્યો છે એવી આપની સિદ્ધિ એટલે કે નેશનલ જીઓગ્રાફી પર આપનો ફોટો સિલેક્ટ થવો. આ એક ફોટોગ્રાફી લેવલે પણ નાની વાત ન હતી તો એની જરા માંડીને વિગત આપો….
કહેવાય કે નેશનલ જીઓગ્રાફી અને બીજા ઘણા પ્લેટફોર્મ એવા છે જે ખાસ ફોટોગ્રાફી ક્ષેત્રે ઘણા ફોટોગ્રાફર ભાગ લેતા હોઈ એમની વિવિધ સ્પર્ધા અને અલગ અલગ થીમ પર યોજાયેલ ઇવેન્ટમાં એટલે ચોક્કસ પુરા દેશ વિદેશથી આ સ્પર્ધામાં ભાગ લેતા હોઈ. અને અલગ અલગ નીતિ નિયમો અને સમય સુચકતાને આધિન ઘણા પેરામીટર પર ખરું ઉતરે અને ઘણા અનુભવી જજ પેનલ દ્વારા ખરાઈ કર્યા બાદ જ આ પ્લેટફોર્મ પર ફોટા પબ્લિશ થતા હોઈ. ખાસ તો આ પ્રકાર ના ફોટોગ્રાફી માટે ડીટેલ ઓરિજિનલ અને ખુદની માલિકી એટલે કે પોતે જાતે જ આ ફોટો પાડેલ હોવો જોઈએ અને કેમેરાની રો ફાઈલ પણ સાથે હોવી જોઈએ અને આ બધું ચેક કર્યા બાદ જ આ પ્લેટફોર્મ પર ફોટા પબ્લિશ થતા હોઈ. ખાસ આ પ્રકારની સ્પર્ધામાં ફેમ મળવાના ચોક્કસ સ્થાન હોઈ છે એટલે પબ્લિશ થનાર ફોટાને આંતરરાષ્ટ્રીય લેવલ પર સ્થાન મળે છે અને ખ્યાતિ મળે છે..
આપનો જે ફોટો સિલેક્ટ થયો એ આપે કઈ જગ્યાએ અને કેવી રીતે લીધો?
આ ફોટો મેં વેળાવદર નેશનલ પાર્કની બાજુમાં આવેલા ગામ માંથી પસાર થતા રોડ પરથી લીધેલો છે.
આ પ્રકારની મોમેન્ટ માટે વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર આખી જિંદગી લગાડી દેતાં હોઈ ખાસ તો આ ફોટો અને મોમેન્ટ માટે અમે આખો દિવસ એટલે કે ૫ થી ૬ કલાક રાહ જોયેલી. સવારના ૧૦ વાગ્યાથી લઇ ને સાંજના ૫ વાગ્યા સુધી રાહ જોયા બાદ મને મળેલ આ અદભુત મોમેન્ટ.
સવારના ૧૦ વાગ્યાથી ઘણી બધી ફોટોગ્રાફી કરી અને સાથે સાથે કહેવાય ભરપૂર તડકો અને ખાસ તો કઈ મોમેન્ટ જ ના મળે પછી છેક સાંજ પાડવાના સમયે અમે ઘરે રીટર્ન થતા હતા અને થયું કે એક છેલ્લી વાર રાહ જોઈએ કે કુદરત કૈક મોમેન્ટ આપે. અને ફાઇનલી જોયું કે કાળિયાર હરણનું એક ટોળું અહીંથી ત્યાં ભેગું થવા લાગ્યું અને રોડ એકબાજુ ૧૦૦ થી પણ વધારે સંખ્યામાં ટોળું ભેગું થયું અને ત્યાંજ કહેવાય કુદરતે અમને એ તક આપી. અમે અમારા કેમેરા હજુ બેગ માંથી બહાર જ કાઢ્યા હશે ત્યાં પેલા હરણના ટોળા રોડ ક્રોસ કરવાની તૈય્યારી અને સાથે સાથે વરસાદ કહે મારુ કામ. તૂટી પડ્યો વરસાદ અને બીજી બાજુ મારા સાથી મિત્રો તો ગભરણા અને એ તો ચાલવા મંડ્યા, ગાડી લઇને, પણ મને મનમાં હતું કે જો આ મોમેન્ટ મિસ કરીશ તો આ તક પછી નહિ આવે એટલે કે કેમેરોની ચિંતા કર્યા વગર આ મોમેન્ટને ભરપૂર રીતે મારા કેમેરામાં લીધી. લગભગ ૩૨ જીબીથી પણ વધારેનો ડેટા અને ૪૦૦ થી પણ વધારે અલગ અલગ મોમેન્ટ લીધી.
આ ફોટો આપે કયા પ્રકારના કેમેરામાં લીધો?
એ પણ જણાવો. કારણ કે આજકાલ યુવાનોને ફોટોગ્રાફી એક અલગ પ્રકારનો શોખ છે એટલે એમને ઉપયોગી થશે.
આ ફોટો મેં મારા કેનનનો કેમેરોમાં પાડેલ છે.
CANON 700D
LENS: 75-300MM CANON
EXIF : ISO-400
F(7.1), TV: 1/800SEC
FOCUL LENGTH : 140MM
PHOTO DATE: 17-07-2016
TIME : 03:46PM
આ પ્રકારની ફોટોગ્રાફીની આર્ટફોર્મ અને બુક પ્રકાશન તેમજ લેખક ને તેમની બુક માટે અવારનવાર જરૂર પડતી હોઈ છે.
Dinesh khunt | International fame | gujarat photographer | National geography | surat | gulmoharphotography | kaliyar gujarat deer | blackbuck in gujarat | velavadar blackbuck sanctuary | wildlife photography |
આપના ફોટોઝ બીજી કઈ કઈ જગ્યાએ સ્થાન પામ્યા હોઇ?
મારા ૨ ફોટા બુકના મુખપૃષ્ઠ પર (તારા પંથે તેમજ પેનડ્રાઇવ નામની બુક ) માં સ્થાન મળેલ છે.
આપ અન્ય પણ ઘણી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો તો એની પણ થોડી વાત કરશો?
હા. સાથે સાથે વિદ્યા નગર નેચર ક્લબ અને નેચર ક્લબ સુરત સાથે જોડાયેલ છું. અને એમના દ્વારા થતી પ્રકૃતિ તેમજ અન્ય ઍક્ટીવટીમાં જેમ કે પક્ષી ગણતરી અને પર્યાવરણને લાગતા કાર્યમાં સહયોગ આપી રહ્યો છું.
અને અન્ય સંસ્થા જેમ કે સરદાર ધામ સાથે સેવાકીય પ્રવૃત્તિ જેમકે બિઝનેસ નેટવર્ક તેમજ અન્ય કાર્યમાં લીડર તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યો છું. અને આ સિવાય અમારા ખૂંટ પરિવાર સુરત દ્વારા અમારા ખૂંટ પરિવારના ૧૫૧ ગામના પરિવારના સભ્યો જે નાના ઉધોગ સાથે જોડાયેલ છે એમના માટે “ખૂંટ પરિવાર વેપાર સેતુ ” અંતર્ગત વ્યવસાયને લગતી વિવિધ પ્રવત્તિઓમાં સહયોગ અને માર્ગ દર્શન તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યો છું.
વાહ! આપની ફોટોગ્રાફી કંપની ગુલમહોર વિશે પણ જણવો…
અને આ સિવાય અમારી કંપની ગુલમહોર ફોટોગ્રાફી જે મારા સાથી અને શાળા મિત્ર અને મારા પાર્ટનર ( સંજય બાળધા ) ના સાથ સહકારથી વિવિધ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી સર્વિસ છેલ્લા ૭ વર્ષ થી જેમ કે વેડિંગ, પ્રી વેડિંગ, ફેશન અને જ્વેલરી શૂટ તેમજ કોર્પોરેટ વિડિયો તેમજ કોર્પોરેટ ઇવેન્ટ અને ફૂડ ફોટોગ્રાફી સર્વિસ પૂરા ગુજરાત તેમજ ભારતમાં પૂરી પાડીએ છીએ.
તો મિત્રો આ છે. દિનેશભાઈ ખુંટ અને તેમનો ફોટો જે અહીં દર્શાવ્યા છે એવા ફોટોઝ માંથી કાળિયાર હરણ નો ફોટો નેશનલ જીઓગ્રાફી પર સ્થાન પામ્યો છે. મતલબ સપના માટે માંડ્યા રહો એક દિવસ બહુ મોટી તક આપની રાહ જોતી હોય છે. નાના ગામ માંથી સંઘર્ષ કરી અને અત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફોટોગ્રાફર બન્યા એવા દિનેશભાઇ પાસેથી આજે આપણે પ્રેરણા મળે એવી વાતો સાંભળી.
એમના સંપર્કના સ્થાનો….
પર્સનલ પેજ લિંક
www.instagram.com/sketchofnature_
Commercial work link
www.facebook.com/gulmoharphotography
www.instagram.com/gulmoharphotography
અહીં આપેલા ફોટોગ્રાફ્સ એમના પોતાના કૉપિરાઇટ ( © copy rights ) હેઠળ છે. માટે મંજૂરી વગર એનો ઉપયોગ કાયદાને આધિન રહેશે. ઉપરોક્ત લિંક્સ પરથી કોઈ પર પણ એમનો સંપર્ક કરી શકો છો.
Dinesh khunt | International fame | gujarat photographer | National geography | surat | gulmoharphotography | kaliyar gujarat deer | blackbuck in gujarat | velavadar blackbuck sanctuary | wildlife photography |
ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, https://edumaterial.in/ ના વાચક મિત્રો માટે આપે ફાળવેલ સમય માટે અમે આપના આભારી છીએ…
નાનકડાં ગામડાં માંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા આ યુવાન સાથે રૂબરૂ
Dinesh khunt International fame gujarat photographer National geography
Dinesh khunt | International fame | gujarat photographer | National geography | surat | gulmoharphotography | kaliyar gujarat deer | blackbuck in gujarat | velavadar blackbuck sanctuary | wildlife photography |