કોરોના ‘ ડેલ્ટા ‘ વેરિયન્ટ અને હવે ‘ ઓમિક્રોન ‘ પણ આ શબ્દો છે શું?!
આમ જોવા જઈએ તો બધા જ મનુષ્ય પોતાની સ્વર પેટી માંથી થતા કંપનો દ્વારા અવાજ ઉત્પન્ન કરે છે જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ
પરંતુ આ અવાજ એટલે કે ધ્વનિનું મૂળ તો આપણી સ્વર પેટી જ હોય છે. પણ આપણે એ જાણવું જરૂરી રહ્યું કે જ્યારે કોઈ પણ દેશના બાળકો શાળાએ અભ્યાસ કરવા બેસે છે અથવા તો જ્યારે બાળકને પહેલી વાર ઘરમાં તેમના પરિવારજનો દ્વારા કાંઈ શીખવવામાં આવે છે તો એ છે તેમની માતૃભાષાના મુળાક્ષરો
જેમકે આપણે ગુજરાતીના મુળાક્ષરો કા ખ ગ છે અને સંસ્કૃત તથા હિન્દીના પણ એ જ છે બસ લખાય જુદી રીતે છે.
એવી જ રીતે અંગ્રેજી મુળાક્ષરો A B C D એવી રીતે Z સુધી છે.
તો ગ્રીક પ્રદેશમાં તેમની ભાષાના તેમના પણ મૂળાક્ષરો છે. જે તમે ઉપરની ઈમેજ માં જોઈ શકો છો. આલ્ફા, બીટા, ગેમા, વગેરે સાયન્સ અને મેથ્સ માં વપરાતા આલ્ફાબેટ છે.
આ ગ્રીક આલ્ફાબેટ પરથી WHO નામની વિશ્વ આરોગ્ય સંસ્થાએ નામકરણ કર્યું છે. એટલે આમ જુઓ તો ગ્રીક ભાષા અને વિશ્વ આરોગ્ય સંસ્થા બંને કોરોના ની ફઈ બની છે.
તેમાંથી જ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન અલ્ફાબેટ વાપરવામાં આવ્યો છે.
ઓમિક્રોન વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટ બંને કોવિડ-19ના પ્રકારો છે. વાયરસમાં થતાં બદલાવને મ્યુટેશન કહેવાય છે. એક અથવા એકથી વધારે નવા મ્યૂટેશનવાળા વાયરસને ઓરિજિનલ વાયરસના વેરિયન્ટના રૂપે ઓળખવામાં આવે છે.