HomeSAHAJ SAHITYABook Review : અતરાપી - ધૃવ ભટ્ટ

Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ

- Advertisement -

Book Review  atarapi by dhruv bhatt gujarati story

Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ

અતરાપી: કૂતરાના અનુભવ માંથી માણસાઈ શીખવતી કથા

અતરાપી વિશે કંઈપણ લખતા પહેલા કન્ફ્યૂશિયસના બે વિધાનો અહીં ટાંકવા ઈચ્છીશ…

Book Review  atarapi by dhruv bhatt gujarati story

– જિંદગી ખૂબ જ સરળ છે પરંતુ આપણે તેને મુશ્કેલ બનાવવામાં પડ્યા છીએ.

- Advertisement -

– આપણે ત્રણ રીતે જ્ઞાન મેળવી શકીએ છીએ. પ્રથમ તો ચિંતનથી કે જે સૌથી સારું છે, બીજું અન્યો પાસેથી શીખીને કે જે સૌથી સરળ છે અને ત્રીજું અનુભવથી કે જે સૌથી અઘરું છે.

લેખક પણ પ્રસ્તાવનામાં ત્રણ જ વાક્યો લખે છે…

– તેમ કરવું મને જરૂરી લાગતું નથી.

– હું જાણતો નથી.

– તેવું હોઈ પણ શકે.

- Advertisement -

સારમેય અને કૌલેયક આ બે પાત્રો દ્વારા શિક્ષણ, ધર્મ જેવી વધુ ચર્ચાસ્પદ અને વધુ પિષ્ટપેષણ વાળી વાતને બહુ નવીન રીતે આપણી સામે રાખી દીધી છે. જેમાં સર્જકનો વિજય છે.

મહાભારતના પ્રારંભમાં જ સરમા નામની કૂતરીની વાત આવે છે. આ કૂતરી માનવીય ભાષા બોલે છે, માનવીય વ્યવહાર કરે છે અને દેવો સામે ન્યાયની માંગણી કરે છે… ઈન્દ્ર સુધી પહોંચે છે…

કદાચ….કદાચ… કદાચ… અતરાપીનું વિચાર બીજ ફૂટવાનું કંઈક કારણ આ પણ હોય. સર્જકને કોઈ પણ ઈંગિત માંથી પ્રેરણા મળી શકે…..

વળી, લેખક અંતિમ વાક્ય મૂકે છે મિખલાઈ નેમીનું કે – મારા કહેવાનો આ અર્થ નથી. આથી ઘણી સરળ લાગતી વાત તમને એનો ખરો ‘અર્થ’ શોધવા માટે ફરી વાંચવા મજબૂર કરે.

Also Read::   Short Story: બાબલું, તારી મા હમણાં આવશે, હોં!

આખી વાત પેલા ગલુડિયા છે. પેલો કૌલેયક મોટો થઈ ગયો હોય એવું લાગે પણ સારમેય તો અંત સુધી ‘ગલુડિયાભાવ’ જાળવી રાખે છે. આ વાંચતા વાંચતા પણ આપણે અનુભવી શકીએ! એટલે ત્યાં ભાષાના રસને ટકાવવામાં નવલકથાકાર સફળ રહ્યા.

- Advertisement -

શિક્ષક જ ભણાવે તો જ તમે ભણ્યા કહેવાવ, જાતે કોઈ દિવસ ન ભણાય જેવા વેધક વાક્યો… આજની શિક્ષણ પદ્ધતિ સામે વિરોધ કરવાનો સર્જકીય રસ્તો શોધીને લેખક આવ્યા છે આપણી સામે.

ગુરુના વસ્ત્રો માટે લડતા લોકો કે ગુરુના ચરણોમાં ધન્યતા પામતા લોકો સામે એક શબ્દ પણ સીધો બોલ્યા વગર વ્યક્તિ પૂજાની સારમેયના પાત્ર દ્વારા જે ઝાટકણી કાઢી છે તે જ સર્જકનો વિજય છે.

ત્યાંજ પ્રગટે છે પેલો કુન્તક કહે છે તેવો વ્યંજનાર્થ. આવી રસસર્જકતા સહજ લબ્ધ નથી હોતી. એક વૃદ્ધને સંપત્તિની મોહમાંથી છોડાવતો સારમેય કે મંદિરના પૂજારીની ત્યાગ માટેની આંખો ખોલી નાખતો સારમેય કે બધા પ્રત્યે યોગ્ય અંતર રાખીને ભગવત્ ગીતાના ‘સમ્યક’ શબ્દને ચરિતાર્થ કરતો. સારમેય…. એક આર્ટ ઓફ લાઈફનો હીરો બનીને આવે છે.

આ પુસ્તક માટે બધું જ કહેવાનું મન થાય ને તમે કશું જ કહી ન શકો. મેં આગળ કહ્યું ને કે માત્ર તેના સહજ લબ્ધ આનંદને ઉજાગર કરીને તમારા આત્માને ઢંઢોળતા કરી દેતા શબ્દો તમારી ‘પરાવૃત્તિ’ ને જાગૃત કરી દે છે.

Also Read::   Gujarati Varta: ખારાં પાણીનું ખમીર

વાંચી શકાય… વાંચવી હોય તો…. પણ હું કહીશ (જો કે હું કહું તેમ તમારે કરવું એવું સારમેયની જેમ મને પણ જરૂરી નથી લાગતું) કે આ કથાના વાક્યોને મમળાવવાના છે ને કહેવાદો કે વાક્યો કરતાય દરેક પાત્રોની રીતભાત અને જીવનરિતિનું મનન કરવા જેવું છે.

Book Review  atarapi by dhruv bhatt gujarati story

#DhruvBhattBooks

આ પણ વાંચો…..

exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…

Book Review : માણો, ધ્રુવ ભટ્ટની કવિતા: ગાય તેનાં ગીત

Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય

Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ

Book Review : અગ્નિકન્યા – ધૃવ ભટ્ટ

Book Review : કર્ણલોક – ધૃવ ભટ્ટ

Book Review : તિમિરપંથી – ધૃવ ભટ્ટ

Book Review : તત્વમસિ – ધૃવ ભટ્ટ

Book Review : || ન ઇતિ..|| – ધૃવ ભટ્ટ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments