Bank scam Bank fraud SBI RBI bank
Bank scam : બેંકની આવી કેવી નીતિ કે દેશ અને સામાન્ય લોકો બરબાદ થાય!?
– દિલીપભાઈ મહેતા
( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )
સામાન્ય નાગરિકને એકાદ –બે લાખની લોન લેવા માટે પણ ઘર –દાગીના ગીરવે મુકવા પડે છે, અને કોઈ જાતના આધાર વગર આવા વેપારીઓને કરોડોની લોન બેંકો ધરી દે છે. મને તો આ લોજીક જ નથી સમજાતું!
છાશવારે આવતા બેંક કૌભાંડના સમાચાર વાંચવાનું પણ હવે તો મન નથી થતું ! હવે આવા બેંક કૌભાંડો કરોડોમાં જ થાય છે. અનંત આનંદ જેવા બેંક અધિકારીએ મને આખી મોડસ ઓપરેન્ડી સમજાવેલી જે મેં મારી રીતે અહી લખેલી.
જેને અંગ્રેજીમાં willful defaulter કહેવામાં આવે છે, તેવા બેંક કૌભાંડિયાઓની ધરપકડ થાય છે , થોડી ઘણી ‘જેલ હવા’ પછી એમને જામીન મળી જાય છે, અને પછી વર્ષો સુધી કેસ ચાલ્યા કરે છે! દેશની બેંકો અને બેંક ડીફોલ્ટરોની આ જ નિયતિ છે. કેટલાને સજા થઇ એ એક શોધનો વિષય છે.
આટઆટલા કૌભાંડ બાદ પણ સરકારની ઊંઘ કેમ નથી ઉડતી ?
લાખ –બે લાખના દેવા માટે હજારો ખેડ્તો આત્મહત્યા કરે છે, અને આ બધા કરોડો રૂપિયાના ગોટાળા કરનાર દેશદ્રોહીઓ તાગડધિન્ના કરે છે!
પુરાવા કે સાબિતીના અભાવે તેઓ આરામથી છટકી જાય છે! બસ , આ સિલસિલો ચાલતો જ રહે છે!
રિશી અગ્રવાલના આ કેસની વિગતો તપાસો. ૨૦૧૯ નો આ કેસ છે.રિશીની ધરપકડ ૨૦૨૨ માં થાય છે , બોલો ! તપાસમાં કેટલો ટાઈમ ગયો ? બસ, આવું જ ચાલે છે.
સામાન્ય નાગરિકને એકાદ –બે લાખની લોન લેવા માટે પણ ઘર –દાગીના ગીરવે મુકવા પડે છે, અને કોઈ જાતના આધાર વગર આવા વેપારીઓને કરોડોની લોન બેંકો ધરી દે છે. મને તો આ લોજીક જ નથી સમજાતું!
આને માટે કોણ જવાબદાર ? આવા ડિફોલ્ટર્સ માટે કોઈ વિશેષ કાયદો નથી લાગુ પડતો?
અને હજારો કરોડનું આવું સ્કેમ હોય પછી તો પૂછવાનું શું ? કોઈને બે ત્રણ કરોડ હાથ લાગી જાય તો પણ બેડો પાર ! બહુ મોટો NEXUS છે આ !
બેન્કોનું દેવું આપણે વધારે વ્યાજ દઈને કે ટેક્સ દઈને ભરવાનું ?
દર વર્ષે આવા બેંક દેવાળિયાઓ લાખો કરોડોની વાટ લગાડી દે છે.એમને ઉની આંચ પણ નથી આવતી ! અખબારોની સુરખીમાં તેઓ એક દિવસ દેખાય છે, પછી તો એમના નામો પણ ભૂલાય જાય છે. ડિફોલ્ટરોમાંથી ઓછામાં ઓછા પાંચ –દસને આજીવન કેદની સજા પડે એવા સમાચારની મને તો પ્રતીક્ષા છે.
દેશના યૌવનને તો હવે આપણી સીસ્ટમમાંથી જ ધીમે ધીમે ભરોસો ઉઠી ગયો છે! પાંચ-દસ લાખની સ્ટુડન્ટ લોન માટે પણ બેંકો પાંચસો પુરાવા માંગે છે , અને કથિત ઉદ્યોગપતિઓની કરોડોની લોન રાતો રાત મંજુર થઇ જાય છે! આ ‘વિરોધાભાસ’ યુવાનો ક્યાં સુધી સહન કરતા રહેશે?
ફરી ફરી મને એ જ શેર યાદ આવે કે
एक ही उल्लू काफ़ी है बर्बाद गुलिस्तां करने को,
हर शाख पे उल्लू बैठें हैं अंजाम ऐ गुलिस्तां क्या होगा?
મારા મનની વાત ક્યાંક પહોંચે તો ભયો ભયો !
વિશેષ રિપોર્ટ વાંચવા હોય તો
Source – https://timesofindia.indiatimes.com/india/meet-the-india-inc-villains-who-borrow-money-and-dont-repay/articleshow/92871607.cms
– દિલીપભાઈ મહેતા
( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )