Home SUVICHAR Architecture ઈન્દ્રપ્રસ્થ એક આર્કિટેક ચેલેન્જ

Architecture ઈન્દ્રપ્રસ્થ એક આર્કિટેક ચેલેન્જ

0

Architecture indraprastha Mahabharata indian mythology

Contents

Architecture ઈન્દ્રપ્રસ્થ એક આર્કિટેક ચેલેન્જ

Architecture indraprastha Mahabharata indian mythology

ડિસ્કવરી ચેનલ પર આવતા આર્કિટેક્ચરના અદ્દભૂત નમૂના રૂપ બાંધકામો આપણાં મોઢાં ફાડી દે છે. તો એવી જ કેટલીક વાતો શાસ્ત્રોમાંથી મળી આવી છે. એ સમયના એવા મહેલો જે આજે પણ જો પ્રયત્ન કરવામાં આવે તો બનાવી શકાય. મને તેમાં કોઈ ફિક્શન નથી લાગતું… વાર અને વાટ જોવાય છે તો માત્ર તેવા સાહાસિક સંશોધકોની.

આ ભવન છે પાંચ હજાર વર્ષ જુનું…

બુર્જ ખલિફા, મિત્તલ, અંબાણી, ટાટા, બિરલાના ભવ્ય મહેલો અને વૈભવ વિશે જાણો જ છો કે પછી વ્હાઈટ હાઉસના ભભકા વિશે તમે વિચારો જ છો… પણ આજે મારે તમને એવા મહેલોની મુલાકાત કરાવવી છે જેની આગળ આ બધા તો ઠીક પરંતુ ખુદ ધનરાજ કુબેરના મહેલો પણ પાણી ભરતા હતા! આ ભવન છે પાંચ હજાર વર્ષ જુનું પણ તેની વિગત વાંચતા તમને લાગશે કે આજના સ્વિમિંગપુલની વ્યવસ્થા ત્યાં જોવા મળે છે, આ મહેલોમાં એ સમયે એરકંડિશન હોવાના ઉલ્લેખો મળે છે.

Architecture indraprastha Mahabharata indian mythology

આજે આપણે જાણીએ કુન્તીનંદન યુધિષ્ઠિરે બનાવેલા ‘ઈન્દ્રપ્રસ્થ’ ભવનના વૈભવશાળી અને વિચિત્ર રચના વિશે.

તેમાં જાણીશું કે – કઈ રીતે બન્યું? તેમાં શું-શું વિચિત્રતા હતી?

મયાસુર દાનવોનો વિશ્વકર્મા હતો કૃષ્ણના કહેવાથી પાંડવો માટે તેણે ઈન્દ્રપ્રસ્થ સભાની રચના કરવાનું બીડું ઝડપ્યું હતું.  મયાસુર ઈન્દ્રપ્રસ્થ બનાવવા માટે એક કેમિકલનો ઉપયોગ કર્યો હતો તેનું વર્ણન સ્વયં મહાભારતમાંથી જાણો….

‘‘મયાસુર મૈનાક પર્વત પર બિંદુસર નામના સાગરમાંથી તેણે ગદા અને શંખ મળ્યા. તે તેણે અર્જુનને આપી દીધા અને તેમાંથી સ્ફટિકમય દ્રવ્ય લઈ આવ્યો જે પહેલા વૃષપર્વાના અધિકારમાં હતું. તેનાથી તે બધી વસ્તુ લાવીને તે અસુરે એવી અનુપમ સભા નિર્માણ કરી કે જે ત્રણે લોકોમાં વિખ્યાત, અનુપમ અને મણિમય હતી.’’

મયાસુરે 14 માસમાં આવી અદ્ભૂત સભાનું નિર્માણ કર્યું હતું. તે સભા દરેક બાજુ દસ હજાર હાથ ફેલાયેલી હતી. તે સભા દિવસે સૂર્યની જેમ અને રાત્રે ચંદ્રના પ્રકાશ જેવી પ્રકાશિત થતી હતી. તેના ઝરુખાવો અને દરવાજાઓ રત્નથી બનાવવામાં આવ્યા હતા. આઠ હજાર કિંકર નામના રાક્ષસો તે ભવનની રક્ષા કરતા હતા અને તે બધા જ એક સ્થાનેથી બીજા સ્થાને ઉડી શકે તેવા હતા. તેથી ઘણાં શસ્ત્રો લઈને આકાશમાં પણ મંડરાતા રહેતા હતા, જેથી ઉપર પણ રક્ષા થઈ શકે આજના હવાઈદળની જેમ.

Architecture indraprastha Mahabharata indian mythology

મયદાનવે ભવનની અંદર એક ગાર્ડન બનાવ્યું હતું તેનું વર્ણન સાંભળી તમને આજના ગાર્ડન્સ ઝાંખા લાગશે….

જળ હોય ત્યાં સ્થળ લાગે એવું કઈ રીતે બન્યું?

મયાસુરે ભવનની અંદર એક પુષ્કરિણી બનાવી હતી, તેમાં ઈન્દ્રનીલમણિમય કમળ ઉગતા. અનેક પ્રકારના પક્ષી રહેતા હતા. એક વિશાળ જળકુંડ હતો તેમાં સોનેરી માછલીઓ, કાચબા તથા ભાતભાતના કમળ હતા. તેની બાજુમાં એક આરસથી મઢેલા જળકુંડમાં સ્ફટિકની સીઢિઓથી તેમાં ઉતરાતું હતું અને તેમાં સ્વચ્છ જળ ભરેલું રહેતું હતું (આજનું સ્વિમીંગપુલ), તે એટલુ ચોખ્ખું પાણી હતું કે યુધિષ્ઠિરના ભવનની મુલાકાત લેનાર તેને સ્થળ જાણીને ભૂલ કરી બેસતું હતું.

સ્થળ હોય ત્યાં જળ લાગે એવું કઈ રીતે બન્યું?

આ ભવનમાં પાણીના કુંડના તળીયાની રચના અને કુંડમાં રખાતા પાણીની રચના એ પ્રકારે હતી કે પાણી સ્થિર હોય ત્યારે તેનું તળીયું જમીનના એક ભાગ રૂપે જ લાગે આથી જળ હોય ત્યાં સ્થળની ભ્રાંતિ થતી હતી અને મહેલના અમુક ભાગમાં સ્ફટીક જેવો એવો પદાર્થ પાથરવામાં આવ્યો હતો કે તે તાપમાન બદલાઈ તે રીતે તેની અંદરનું સ્વરૂપ બદલે ઉપર આરપાર દેખાઈ શકે તેવા આરસનું પડ હોય આથી તે પદાર્થ જળનો ભ્રમ સર્જે તેથી સ્થળ હોય ત્યાં જળની ભ્રાંતિ થતી હતી.  જેનો શિકાર દુર્યોધન બને છે.

દુર્યોધનનો ભ્રમ…

દુર્યોધન જ્યારે ભવનની અંદરના મહેલોમાં ફરે છે ત્યારે તેને એક મહેલનો દરવાજો જોયો, જે ખરેખર બંધ હતો પણ ખૂલ્લો જોવા મળે તે રીતે તેના પ્રતિબિંબની રચના કરવામાં આવી હતી. તે જેવો અંદર જવા ગયો તો માથા સાથે દરવાજો ટકરાયો અને તે દરવાજો સ્ફટિકમણિનો હતો. તે જ રીતે વળી બીજા મહેલમાં ગયો તો તે દરવાજામાં મોટી મોટી સાકળ લાગેલી હતી. જે ખરેખર ખુલ્લો હતો, તે સાકળને પકડીને ધક્કો દેવા ગયો તો બીજી બાજુ પડી ગયો તે માત્ર પ્રતિબિંબિત હતું.

અહીં આપવામાં આવેલ આ વર્ણનોનો ઉલ્લેખ મહાભારતના પ્રથમ ખંડના આદિપર્વ અંતર્ગતના મયદર્શનપર્વ અને સભાપર્વ અંતર્ગત દ્યુતપર્વના 47મા અધ્યાયમાં આવે છે. આમ, આ બધી સભાનું (એ સમયે ખૂબ મોટા ભવનને સભા જ કહેવાતી) વર્ણન વાંચીને સહેજે આપણને થાય કે એ સમયે આર્કિટેક સિસ્ટમ કેટલી વિકસેલી હશે. દરેક મહેલમાં એ સમયે પણ એરકંડિશનની સુવિધા હતી. એ એવી રીતે કે રચના જ એવી હોય મહેલની કે વાતાવરણ પ્રમાણે રહે. આજે આ શક્ય બન્યું છે. ભારતના મહાન આર્કિટેકમાં જેમનું નામ આવે અને હમણાં જેમનું મૃત્યુ થયું એવા બી. વી. દોશી સાહેબે એવું નિર્માણ કર્યું હતું એવો કોઈ ઉલ્લેખ મળે છે. રાજસ્થાનમાં પણ એક શાળાની રચના પણ આ રીતે કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આજે જેમ આપણે કાચનો ઉપયોગ કરીએ છીએ તે રીતે તે લોકો રત્નોનો અને ધાતુઓનો ઉપયોગ વધારે કરતા હતા. બાકી તો તમે જ કલ્પના કરી શકો તેવું મોકળું મેદાન મહાભારતકારે આપી દીધું છે કે જેથી ખ્યાલ આવે કે આપણે  હજુ ઘડવાનું બાકી છે.

Architecture indraprastha Mahabharata indian mythology

#Architecture #indraprastha #Mahabharata #indian #mythology

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version