HomeSAHAJ SAHITYA૫ ધોરણનો અભ્યાસ, ૧૦ વર્ષનો અનુભવ ને આજે પદ્મશ્રી...

૫ ધોરણનો અભ્યાસ, ૧૦ વર્ષનો અનુભવ ને આજે પદ્મશ્રી…

- Advertisement -

૫ ધોરણનો અભ્યાસ, ૧૦ વર્ષનો અનુભવ ને આજે પદ્મશ્રી…

about savji dholakiya surat diamond businessman gujarat

 

ગુજરાતી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા ને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે. સવજીભાઈ સામાજિક કાર્યો અને દાન આપવા માટે કે પોતાના કર્મચારીઓને ગાડી અને ફ્લેટ આપનારા તરીકે ગુજરાત એને ઓળખે છે પણ આજે એનો વિશેષ પરિચય મેળવીએ…

- Advertisement -

ગુજરાતના સુરત (Surat )  શહેરના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાનું (Savji Dholakiya )  નામ પણ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ 2022 માટે પદ્મશ્રીએવોર્ડ (Padma Shree Award ) યાદીમાં સામેલ કરવામાં છે. ઉદ્યોગપતિને વર્ષ 2022 માટે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

about savji dholakiya surat diamond businessman gujarat

જન્મ અને ભણતર –

૧૨ એપ્રિલ ૧૯૬૨ ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં તેમનો જન્મ થયેલો.

તેમનો અભ્યયાસ માત્ર 5 ધોરણ જ છે.

- Advertisement -

બિઝનેસની શરૂઆત –

– પિતા પાસેથી બહુ નાની રકમ લઈ અને સુરત આવ્યા. ૧૨ વર્ષ ની જ ઉંમરે તેઓ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. શરૂઆતમાં જ્યાં ૧૮૦ રૂપિયા જેટલો પગાર આપવામાં આવતો હતો ત્યાં એમની મહેનત અને રુચિને ધ્યાને લઇ ૧૨૦૦ રૂપિયા પગાર મળવા લાગ્યો. ૧૦ વર્ષ આ કામ કર્યું અને એના કામમાં માહેર બની ગયા.

Also Read::   Book Review : તિમિરપંથી - ધૃવ ભટ્ટ

– ત્યાર બાદ એમણે સુરતમાં પાર્ટનરશીપ માં ધંધો શરૂ કર્યો. થોડાં સમયમાં મુંબઈથી કામ કરવાનું શરૂ કર્યું. અને મુંબઈ જવું એ સવજીભાઈ માટે એક અનોખો વળાંક હતો અને ત્યારથી શરૂ થયો હરેક્રિષ્ના એક્ષપોર્ટ નો વ્યવસાય.

– ૧૯૯૧ ની સાલ સવજીભાઈ માટે ખૂબ ભાગ્યવાન સાબિત થઈ અને કંપનીએ અનપેક્ષિત કરોડોનો ધંધો કર્યો. જેના કારણે સુરતમાં એક નવી સુરત અને રોનક આવી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી એના કર્મચારીઓને ક્યારેય દુઃખી થવા દીધા નથી.

- Advertisement -

– તેઓ ડાયમંડ જ્વેલરીના ઉત્પાદનમાં પણ સંકળાયેલા છે અને  યુનિટી જ્વેલ્સની નિકાસ કરે છે. સવજી ધોળકિયાની કંપની હાલમાં યુએસ, બેલ્જિયમ, યુએઈ, હોંગકોંગ અને ચીનમાં આનુષંગિકો ઉપરાંત મુંબઈથી સીધા જ 50 થી વધુ દેશોમાં તૈયાર હીરાની નિકાસ કરે છે.

કર્મચારીઓને ભેટ –

સવજી ધોળકિયાએ 2014માં દિવાળીમાં બોનસરૂપે પોતાના કર્મચારીઓને 491 ગાડીઓ અને 207 ફ્લેટ આપ્યા હતા. 2018માં હરિકૃષ્ણા એક્સપોર્ટ્સના ચેરમેન સવજી ધોળકિયાએ પોતાના 3 કર્મચારીઓને મર્સિડિઝ બેન્ઝ ગાડી ગિફ્ટ કરી હતી કે જેમણે કંપનીમાં નોકરીમાં 25 વર્ષ પૂરા કર્યા હતા. 2016માં તેમણે દિવાળી પર પોતાના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 ગાડીઓ ગિફ્ટ કરી હતી. રિપોર્ટ્સ મુજબ, હરિકૃષ્ણા એક્સપોર્ટ્સમાં 5000 કરતા પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.

Also Read::   દિવ્યાંગને લઈને દેવાંગનું દરિયાઇ સાહસ: હાર્ટએટેક પછી વિશ્વવિક્રમ

સવજી ધોળકિયાએ બનાવેલું તળાવ –

લાઠી પાસે સવજી ધોળકિયાએ તળાવ બનાવડાવ્યું છે. ત્યાં ખારોપાટ રહેતો હતો. અમરેલી જિલ્લાના દુધાળા સહિત નજીકના વિસ્તારમાં સિંચાઈના પાણીની મોટી સમસ્યા છે. સવજીભાઈએ પોતાના વતન દુધાળા નજીક દસ વર્ષ પહેલા એક તળાવ બનાવ્યું હતું. આ તળાવ દ્વારા ગામની ખેતીની આવકમાં વર્ષે સારી આવક જોવા મળતા તેઓએ પોતાના વિસ્તારને સમુદ્ધ બનાવવાનો વિચાર કર્યો.
આજે વિશાળ જળરાશી છે અને અનેક ગણો લાભ થયો છે. સરોવરની ખાસીયતો એવી છે કે 280 વિઘા જમીનમાં સરોવર તૈયાર કરવામાં આવ્યું. 150 વિઘા જમીનને સુંદર બગીચાના રૂપમાં ફેરવી લીલુંછમ વાતાવરણનું સર્જન થાય તેવું પ્લાન્ટેશન ઊભું કરવામાં આવ્યું.

Photo courtesy – Savji Dholakiya social media

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments