વૈદિક ગણિત વિશે સરકારશ્રીનો પરિપત્ર: શું છે વૈદિક ગણિત અને તેના ૧૬ સૂત્રો?
ગુજરાત સરકારશ્રી દ્વારા વૈદિક ગણિત માટે પરિપત્ર થયો. વૈદિક ગણિત વિશે શું પરિપત્ર છે? વૈદિક ગણિત શું છે? તેના ૧૬ સૂત્રો શું છે? શા માટે પરિપત્ર કરવામાં આવ્યો અને ક્યાં ફરજિયાત ને ક્યાં મરજિયાત છે? જાણો તમામ બાબતો વિશે….
વૈદિક ગણિત વિશે શું પરિપત્ર છે?
– સરકારશ્રી દ્વારા વૈદિક ગણિતને પ્રાથમિક શાળામાં અભ્યાસક્રમમાં સામેલ કરવા બાબતે પરિપત્ર થયો છે.
– ભારતીય ગણિત પદ્ધતિ વધુ પ્રસ્તુત બને અને પરંપરાગત ગણિત કરતાં સરળ પધ્ધતિઓ શીખે તથા ભારતીય ગણિતના ઇતિહાસને બાળક જાણે એ માટે આ અમલવારી થઈ છે એવું પરિપત્ર પરથી જાણવા મળે છે.
શા માટે પરિપત્ર કરવામાં આવ્યો?
– વૈદિક ગણિત મગજના તાર્કિક વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે માટે ગુજરાત શિક્ષણ વિભાગે એને અભ્યાસક્રમમાં સામેલ કરવાનું નક્કી કર્યું છે.
ક્યાં ફરજિયાત ને ક્યાં મરજિયાત છે?
– જે શાળાઓ એકસેલાંસ માં પસંદગી પામી છે એમને ફરજિયાત ધોરણે એનો અમલ કરવાનો છે મતલબ કે એ વિદ્યાર્થીઓને એ વિશે ફરજિયાત શીખવાનું છે.
– અન્ય સરકારી અને અનુદાનિત શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ અમલવારી કરવાની રહેશે.
– વર્ષ ૨૦૨૨ – ૨૩ માં આનો અમલ કરવાનો રહેશે.
– ધો. ૭ થી ૯ માં અભ્યાસક્રમમાં મૂકવામાં આવશે.
– જો કે ધો. ૬ થી ૮ અને ધો. ૯,૧૦ નું સાહિત્ય અલગથી નિર્માણ કરશે.
– સરકાર આ સંદર્ભે સાહિત્ય છાપશે અને તાલીમ યોજાશે.
વૈદિક ગણિત શું છે?
– વૈદિક ગણિત એટલે ગણતરી કરવા માટેની ટુંકી અને સરળ પદ્ધતિ.
– વૈદિક ગણિતનો ભારતને સૈા પ્રથમ પરિચય ઈ. સ. ૧૯૧૧ ની આ પાસ જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ દ્વારા વિરચિત ‘વૈદિક ગણિત ‘ નામના ગ્રંથથી થયો.
– તેઓએ મૂળ 16 ગ્રંથોમાં વૈદિક પ્રણાલીનો ખુલાસો થયા બાદ, તેમના અંતિમ વર્ષોમાં તેમણે આ એક જ ગ્રંથ લખ્યું હતું, જે તેમની મૃત્યુના પાંચ વર્ષ પછી પ્રકાશિત થયું હતું.
તેના ૧૬ સૂત્રો શું છે?
– સ્વામીજીએ પોતાના ગ્રંથ ‘ વૈદિક ગણિત ‘ માં ૧૬ મુખ્ય સૂત્ર અને ૧૩ ઉપસુત્રની વાત કરી છે.
– ૧૬ ઉપસુત્ર વિશે ડૉ. વાસુદેવ શરણ અગ્રવાલ નામના સંશોધકે સંશોધન કરી ને એક સૂચિ આપી છે.
૧. એકાધિકેન પૂર્વેણ
– પહેલા કરતા એક વધારે તથા એક વડે
૨. નિખિલં નવતશ્ચ્રમં દશતઃ
– બધા ૯ માંથી અને છેલ્લો ૧૦ માંથી
૩. ઉર્ધ્વતિર્યગ્ભ્યામ્
– ઉભા અને આડા (ગુણાકાર)
૪. પરાવર્ત્ય યોજયેત્
– ક્રમની અદલા-બદલી કરો
૫. શૂન્યં સામ્ય્સમુચ્ચ્યે
– ક્રમની અદલા-બદલી અને ગોઠવણ (ગુણક સંખ્યાની)
૬. આનુરુપ્યે શૂન્યમન્યત્
– જો રચના સરખી છે (બંને બાજુના સમીકરણની, તો) તે રચના શૂન્ય બરાબર થશે.
૭. સંકલનવ્યવકલનાભ્યામ્
– સંકલન વ્યવકલન અને અદ્યમદય ના નિયમ મુજબ
૮. પૂર્ણાપૂર્ણાભ્યામ્
– પૂર્ણ રૂપ દ્વારા અથવા પૂર્ણ રૂપ નથી એના દ્વારા
૯. ચલનકલનાભ્યામ્
– ચલન કલનશાસ્ત્ર
૧૦. યાવદૂનમ્
– ઘન ઘાતાંક માટે
૧૧. વ્યષ્ટિસમષ્ટિ:
– ચોક્કસ અને વ્યાપક
૧૨. શેષાણ્યડ્કેન ચરમેણ
– છેલ્લા અંકની શેષ
૧૩. સોપન્ત્યદ્વયમંત્ચ્યમ્
-અંતિમ (દ્વિપદી) અને છેલ્લા (દ્વિપદી) નું બમણું (શૂન્ય થાય)
૧૪. એકન્યુનેન પુર્વેણ
– એકાધિકા પુર્વેણનું વિપરીત
૧૫. ગુણિતસમુચ્ચ્ય:
– સરવાળાનો ગુણાકાર
૧૬. ગુણકસમુચ્ચય:
– બધા ગુણકો
ઝડપથી અને સરળતાથી ચોક્કસાઈ પૂર્વક જવાબ મેળવવા માટે આ વૈદિક ગણિતનું મહત્વ ખૂબ વધ્યું છે.
બાળકોના તાર્કિક અને બૌદ્ધિક વિકાસ માટે ઉપયોગી એવા આ વૈદિક ગણિત બાબતે હવે, આગામી સમયમાં પ્રાથમિક અને માધ્યમિકમાં અભ્યાસક્રમમાં આવનાર નવા ગણિત સાથે બાળકો અને શિક્ષકો કઈ રીતે પરિણામ પ્રાપ્ત કરે છે, એ જોવું રહ્યું.