HomeEDUCATIONPrincipal with PM : ગીર સોમનાથના ગૌરવ: PM સાથે ગુજરાતના શિક્ષણની ચર્ચા...

Principal with PM : ગીર સોમનાથના ગૌરવ: PM સાથે ગુજરાતના શિક્ષણની ચર્ચા…

- Advertisement -

Principal with PM Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi

Contents

ગીર સોમનાથના ગૌરવ: PM સાથે ગુજરાતના શિક્ષણની ચર્ચા…

Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi

Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi

તા. ૧૮-૪-૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની મુલાકાત હતી એ દરમિયાન તેઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ બાબતે રજૂઆતો કરવાની હતી, જેમાં સનવાવના આચાર્ય અને વતની એવા રાજેન્દ્ર રેવાશંકર જોશી દ્વારા માન. નરેન્દ્ર મોદી સમક્ષ હોમ લરનિંગની  પ્રસ્તુતિ કરાઈ હતી.

- Advertisement -

Principal with PM Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ  ગુજરાતની મુલાકાતે છે અને આ મુલાકાતોમાં શિક્ષણ વિભાગની કાર્યશૈલી નિહાળવા ‘ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ‘ ની મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતના છેવાડાના જિલ્લાના ગીરગઢડા તાલુકાના સનવાવ ગામના વતની અને સનવાવ પ્રાથમિક શાળાના એચ. ટા. ટ. આચાર્ય રાજેન્દ્ર  આર. જોશી દ્વારા થયેલી પ્રસ્તુતિ વડાપ્રધાને મુલાકાત લઈ અને સાંભળી હતી.

Principal with PM Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi
Principal with PM Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi

ગીર સોમનાથ અને ગીર ગઢડા માટે આ ગૌરવની બાબત બની છે. અત્રે એ પણ જણાવીએ કે રાજેન્દ્ર જોશી પાઠ્ય પુસ્તક નિર્માણ સમિતિમાં પણ છે અને રાજ્યના વિષય નિષ્ણાતો માના એક છે. જેમની GCERT વારંવાર નોંધ લેતું રહ્યું છે.

Also Read::   ૨૦૨૩ થી પ્રવેશમાં ફેરફાર: વાલી તરીકે તમે જાણવા માંગો એ બધું જ

પોતાની શાળાને હંમેશા નવતર પ્રયોગો અને અભ્યાસકીય દૃષ્ટિથી અગ્રેસર રાખી છે.

શું પ્રસ્તુતિ કરી?

આ તકે તેમણે કોરોના કાળ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં હોમ લરનિંગ ( Home Learning ) નામનો પ્રકલ્પ કઈ રીતે કામ કરી રહ્યો હતો અને આજે પણ કઈ રીતે કાર્યરત છે. એ બાબતે વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરી હતી.

- Advertisement -

Principal with PM Sanvav primary school principal rajendra joshi with PM Narendra Modi

વડાપ્રધાનના પ્રતિભાવ –

આજે જ્યારે કોરોના કાળને કારણે વિશ્વ એક નવી રાહ તરફ છે ત્યારે ગુજરાતના આ પ્રયોગને મોદી સાહેબે પ્રસ્તુતિ દરમિયાન જ સરાહના કરી હતી.

નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેકચર ( NDEAR ) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદી સાહેબ મુલાકાતે આવ્યા હતા. ત્યાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શું છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર –

– 1.2 કરોડ વિદ્યાર્થીઓના લારનિંગ આઉટકમમાં સુધારો લાવવા 55000 શાળાઓનું મોનીટરીંગ અને 4 લાખ શિક્ષકોનું હેન્ડ હોલ્ડિંગ અહીંથી થાય છે.

– વિદ્યાર્થીઓનું નામાંકન, હાજરી, વાચન – લેખન – ગણનની  મૂળભૂત કુશળતા, તેમજ સ્કૂલ અક્રેડિતેશન વગેરે કામગીરી અહીંથી થાય છે.

- Advertisement -

– AI દ્વારા ડેટા નું એનાલીસિસ થાય છે અને એ પરથી જરૂરી પગલાં માટે વિચારાય છે.

Also Read::   How Outdoor Education Can Prepare Students For the Future

– વિદ્યાર્થીઓનું આઉટ કમ તપાસવા ભારતનું સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ ડેટા કાર્ડ…

આવી ઘણી આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણનો પાયો અહીં નખાઈ રહ્યો છે.

આવા કેન્દ્રની મુલાકાત વડાપ્રધાન લઈ રહ્યા હતા ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યના 18 આચાર્ય અને શિક્ષકોને પસંદ કારી અને તેમને પ્રસ્તુતિ માટે નિયુક્ત કર્યા હતા.

આ પ્રસ્તુતિ માટે ગીર સોમનાથ માંથી રાજેન્દ્ર જોશીની પસંદગી કરવામાં આવી હતી અને તેમણે પોતાના ભાગે આવેલી રજૂઆતને મોદી સાહેબની મુલાકાત વખતે રજૂ કરી હતી.

અત્રે એ પણ  નોંધનીય છે કે …

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટરનુ નામ બદલાયું

ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટરનુ નામ બદલાયું છે.

વિદ્યા સમિક્ષા કેંદ્ર તરીકે ઓળખાશે આ સેંટર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
ટ્વિટ કરી નવુ નામ લખ્યુ.

શિક્ષણ વિભાગનુ રીયલ ટાઈમ મોનિટરીંગ સેંટર રાજ્ય સરકારે તૈયાર કર્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!