Home SAHAJ SAHITYA Gujarati Drama : નાટક કેવી રીતે ભજવાઈ છે? જાણો, નાટક ભજવાય પહેલાં...

Gujarati Drama : નાટક કેવી રીતે ભજવાઈ છે? જાણો, નાટક ભજવાય પહેલાં થાય છે કેવી તૈયારીઓ…

0

The drama preparetion papa chhe ne gujarati drama

નાટક કઈ રીતે બને છે? જાણો નાટક પહેલાં થાય છે કેવી તૈયારી…

આજે અમારી God’s Gift Group ટીમે એક્યુરેટ ઇવન્ટ્સ અને સાંનિધ્ય કલ્ચરલ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા નિર્મિત  નાટક ‘ પપ્પા છે ને…! ‘ નાટકના પ્રોસેસની મુલાકાત લીધી.

આજે અમે આપને એક આખી બેક સ્ટેજ પ્રોસેસ બતાવી રહ્યા છે. જેમાં ગ્રીન રૂમ, સ્ટેજ સજ્જા અને તેની પાછળની સ્થિતિ અહીં ફોટોમાં જોઈ શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નાટકના નિર્માતા શૈલેષભાઈ ગોર, જપેનભાઈ ગોર તથા જયદીપભાઈ અગ્રાવત, નિરવ શાહ છે. આ સંસ્થાના આદ્ય સ્થાપક અજિતભાઇ ગોર ગુજરાતી નાટકની દુનિયામાં બહુ મોટું નામ હતું. આજે એમની બીજી પેઢી પણ બહુ સરસ કામ કરી રહી છે.

Contents

નાટક શરૂ થતાં પહેલાં –

The drama preparetion papa chhe ne gujarati drama

શરૂ થતાં પહેલાં સમગ્ર સ્ટેજ લગાવવામાં આવે છે. આપ નીચે ફોટોમાં જોઈ શકશો કે કઈ રીતે સેટ લગાવી રહ્યા છે. આખો સેટ બોક્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે.

પાછળ ગ્રીનરૂમ હોય છે જ્યાં નાટક દરમ્યાન પાત્રોને તરત કોસ્ચુમ ચેન્જ કરવા માટે રૂમ નિર્માણ કરવામાં આવે છે.

Greenroom

અહીં હેંગિંગ માઇક અને ફૂટ માઇક દ્વારા વિશાળ શ્રોતાગણને અવાજ સંભળાઈ રહે એવી સાઉન્ડ સિસ્ટમનું આયોજન કરવામાં આવે છે. જેનું હેન્ડલિંગ નાટ્યખંડને અનુરૂપ હોય છે.

Microphone system

નાટક એ એક કળા છે જેમાં ચિત્રકલાની જેમ પ્રકાશ અને છાયાંનું સંકલન હોય છે એ રીતે નાટકમાં પણ પ્રકાશ – છાયાંનું સંકલન કરવા માટે સ્ટેન્ડ લાઈટ્સનો ઉપયોગ થાય છે.

આ બધી જ બાબતો પ્રોપર્ટી તરીકે ઓળખાય છે.

Drama property

નાટક પહેલાં કલાકારો વહેલા આવી અને એક સમાન્ય રિહર્સલ કરે છે. જેથી કલાકારોમાં એક બોન્ડિંગ તૈયાર થાય છે.

સ્ટેજ પહેલાંની તૈયારી – 

નાટક પહેલાં સ્ક્રિપ્ટ રૂપે બને છે અને લેખક લખે છે.

પાત્રો નક્કી થયાં પછી કલાકારો એનું રિહર્સલ કરે છે.

સ્ટેજ નક્કી થયાં પછી સમય મર્યાદા, સ્ટેજસજ્જા, અવાજ અને સંવાદના અર્થને પ્રેક્ષકો સુધી પહોંચાડવા આરોહ અવરોહ સહિત રજૂઆત કરે છે.

અંતે નાટકની કાસ્ટ સાથે એક તસવીર…

 

આ નાટકમાં કલાકારો…

સર્વશ્રી દીપા ત્રિવેદી, બિમલ ત્રિવેદી, કલ્પેશ પટેલ, અભય નાગર, આકાંક્ષા પંચાલ, અક્ષય પટેલ ( તેઓ આ નાટકના દિગ્દર્શક પણ છે. ), રિષભ ઠાકોર ( બાળ કલાકાર ) અને અન્ય સહકલાકારો ભાગ લઈ રહ્યા હતા.

અંતે આજે એ નાટક જોયું, ત્યારે એક વાત સમજાણી કે સિનેમામાં એક સિનના અનેક ટેક હોય છે જ્યારે નાટકમાં એક જ ટેકમાં ભજવાયેલા દૃશ્યના વન્સ મોર હોય છે! જે નાટકને સિનેમાથી વિશિષ્ટ બનાવે છે.

 

error: Content is protected !!
Exit mobile version