Home SUVICHAR Teacher એક શિક્ષકે એકલા ચાલીને : 24 દિવસ 765 કિલોમીટર શા માટે...

Teacher એક શિક્ષકે એકલા ચાલીને : 24 દિવસ 765 કિલોમીટર શા માટે કરી ચાલીને યાત્રા?!

0

Teacher sameer dattani Junagadh to lalbaugcha raja mumbai by walking

Teacher એક શિક્ષક : 24 દિવસ 765 કિલોમીટર ચાલીને સમાજના હિતાર્થે પૂરી કરી શ્રદ્ધા…

શિક્ષક માત્ર શાળા માટે જ નથી વિચારતો, સમાજ માટે પણ વિચારે છે! આજે જૂનાગઢના એક શિક્ષકનો પરિચય અને સાહસ માટે જે વાત કરવા જઈ રહ્યા છે એ સાંભળીને આપને આશ્ચર્ય થશે!

એ શિક્ષકનું નામ છે સમીર દત્તાણી. જૂનાગઢ જિલ્લાના SI એટલે કે સ્કૂલ ઇન્સ્પેકટર છે. અગાઉ તેઓ શિક્ષક હતા તેમાંથી CRC અને ત્યાર બાદ હાલ સ્કૂલ ઇન્સ્પેકટર તરીકે કાર્યરત છે.

આ સમીર દત્તાણી સાહેબે એવી માનતા કરેલી કે કોરોના કાળ દૂર થતાં તેઓ જૂનાગઢથી લાલબાગચા રાજાનાં દર્શન કરવા મુંબઈ ચાલીને જશે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી આ સફર પર એકલા ચાલીને નીકળ્યા છે.

કોરોનાથી આખું વિશ્વ ભયભીત થયું હતું ત્યારે કોરોના દૂર થાય એવી માનતા ફળતાં ૭૫૬ કિલોમીટર ચાલીને મુંબઈમાં લાલબાગચા રાજાનાં દર્શન કરવા જૂનાગઢથી સમીર દત્તાણી નીકળ્યા છે.

મુંબઈના લાલબાગચા રાજા શ્રીગણેશમાં અતૂટ
શ્રદ્ધા ધરાવતા જૂનાગઢના સ્કૂલ-ઇન્સ્પેક્ટર સમીર દત્તાણી માનતા પૂરી કરવા મુંબઈ ચાલતા જઈ રહ્યા છે.

કોરોનાના સમયમાં જૂનાગઢમાં સેવા કરતાં-કરતાં લોકોનાં દુઃખ-દર્દ જોઈને માનતા રાખનાર સમીર દત્તાણી અને તેમનું મંડળ જૂનાગઢમાં હરતુંફરતું અન્નક્ષેત્ર ચલાવે છે. કોરોનાનો માહોલ જોઈને અને એમાં પણ બીજી લહેરમાં ખરાબ પરિસ્થિતિ એમણે જોઈ છે. સ્મશાનમાં પણ સેવા કરી છે. લોકો પોતપોતાના વતન જતા રહ્યા હતા. ઑક્સિજનની તકલીફ અને એવી ઘણી બધી મુશ્કેલીઓ પડી ત્યારે એ બધું જોતાં રોજ ભગવાનને યાદ કરતા હતા કે ‘પ્રભુ, પહેલાં જેવો માહોલ કરી દો.’ કોરોનાની બીજી લહેર દરમ્યાન લોકોનાં દુઃખ જોતાં મનોમન તેમણે શ્રદ્ધા કરી હતી કે કોરોના દૂર થાય અને પરિસ્થિતિ પહેલાં જેવી થઈ જાય તો હું ચાલીને લાલબાગના રાજા ગણપતિદાદાને પગે લાગવા મુંબઈ જઈશ.

લાલબાગના રાજા ગણપતિદાદામાં ઘણા બધા લોકો શ્રદ્ધા ધરાવે છે અને સમીરભાઇને પણ પહેલાંથી ઘણી શ્રદ્ધા છે એટલે તેઓ રજા લઈને એકલા લાલબાગના રાજાની માનતા પૂરી કરવા ચાલી નીકળ્યા છે.

૧૩ ઑગસ્ટે જૂનાગઢથી ચાલતાં-ચાલતાં મુંબઈ ગણપતિબાપ્પાનાં દર્શન કરવા નીકળેલા સમીર દત્તાણી ગઈ કાલે બોરીવલી પહોંચી ગયા છે. હવે 30 કિલોમીટર અંતર બાકી રહ્યું છે.

સમીર દત્તાણીએ કહ્યું કે ‘જૂનાગઢથી મુંબઈ સુધીનો અંદાજે ૭૬૫ કિલોમીટરનો રસ્તો થાય છે. એમણે પ્લાનિંગ કર્યા મુજબ તેઓ ૭ સપ્ટેમ્બરે સાંજે એટલે કે ૨૪મા દિવસે લાલબાગના રાજા સુધી પહોંચી જશે.’

ચાલતાં-ચાલતાં કેવી તકલીફ પડી એની વાત કરતાં તેમણે કહ્યું કે પગમાં ફોલ્લા પડી ગયા છે અને તકલીફ તો આવે, પણ કુદરતી શક્તિ પણ મળી રહે છે. તકલીફ પડે એટલે હું કોરોનાને યાદ કરું છું એટલે એમ થાય છે કે કોરોનાના સમય કરતાં તો સારું છે. જૂનાગઢથી નીકળ્યા પછી રસ્તામાં મને ઘણા લોકો હેલ્પફુલ બની રહ્યા છે. તેઓ કહે છે કે ગુજરાતમાં તો સૌ મદદરૂપ થતાં હતાં પરંતુ મુંબઈ સુધી કોઈને કોઈનો સહકાર મળતો રહ્યો છે.

શ્રદ્ધા તો જરૂર કામ કરી જ રહે છે પરંતુ એકલા આમ નીકળવું, આટલા અંતર માટે ચાલતા, એ એક સાહસ જ છે.

‘ સહજ સાહિત્ય ‘ પોર્ટલ ની ટીમ તેમને શુભેચ્છા પાઠવે છે.

Teacher sameer dattani Junagadh to lalbaugcha raja mumbai by walking

#Teacher #sameer #dattani #Junagadh to #lalbaugcharaja #mumbai by #walking

error: Content is protected !!
Exit mobile version