Home JANVA JEVU Tanmay Bakshi 5 વર્ષે એવું કર્યું પરાક્રમ કે આજે  કેટલીય કંપનીઓ એમની...

Tanmay Bakshi 5 વર્ષે એવું કર્યું પરાક્રમ કે આજે  કેટલીય કંપનીઓ એમની સલાહ માને છે…

0

Tanmay bakshi super talent devloper hero new era

Contents

Tanmay Bakshi 5 વર્ષે એવું કર્યું પરાક્રમ કે આજે  કેટલીય કંપનીઓ એમની સલાહ માને છે…

આલેખન – નીલેશ થાનકી

બાળપણમાં….

સમાજમાં આપણે રોજ બરોજ જોઈએ છીએ એવું આ સામાન્ય બાળક નથી. બાર વર્ષનું આ ટાબરિયું પાંચ વર્ષનું હતું ત્યારે પહેલી પ્રોગ્રામિંગ  લેંગવેજ બનાવતું   હતું  અને તેનું નામ તેના પિતાના કોમ્પ્યુટર સ્ક્રિન ઉપર ઝળહળતું જોઈને નવાઈ પામતું હતું.   તેને ગુંચવી  રાખતી એવી એવી રહસ્યમય  બાબતોને સમજવા તે તત્પર રહેતું હતું.  અને તેના પિતાની મદદથી તેણે પ્રોગ્રામિંગ કરવાનું શરૂ કર્યું. હવે તે આજનો  સૌથી નાનો  એપ ડેવલેપર છે. તે છે, તન્મય બક્ષી ! Tanmay bakshi super talent devloper hero new era

આઇફોન માટે એપ….

    તેણે આઈફોન માટે પ્રથમ એપ માત્ર નવ વર્ષની ઉમરે બનાવ્યું હતું. આજે કદાચ તે  સમગ્ર વિશ્વમાં  મુખ્ય વક્તા  તરીકે  વ્યાખ્યાન આપતો, દિગ્મુઢ પ્રેક્ષકો સામે પોતાનાં એપનાં નિદર્શનો કરતો વિહરતો હોઈ શકે.  આ સિદ્ધિ અને સ્વીકૃતિ એટલી સરળતાથી મળી જતી નથી,  આ પ્રતિભાને પણ તેનું એપ, એપ સ્ટોરમાં પ્રસિદ્ધ થતાં પહેલાં ઘણી કસોટીઓ પાર કરીને વેલેંટાઈન ડે, ૨૦૧૩ના રોજ તન્મયના ટેકનોલોજી પ્રત્યેના આશાસ્પદ પ્રેમ ની શરૂઆત કરતું  આખરે સ્થાન પામ્યું ખરું ! Tanmay bakshi super talent devloper hero new era

    કોડમાં નિપુણ…

      ત્યારથી તન્મય આશ્ચર્યજનક રીતે  પ્રોગ્રામિંગ લેંગવેજમાં   આગળ વધતો ગયો. તે  આજના ઉપયોગમાં લેવાતા બધા નહીં તો  મોટા ભાગના કોડમાં નિપુણ છે.  Tanmay bakshi super talent devloper hero new era

       AskTanmay

   બેંગલુરુ ખાતેના તેના આઈબીએમ ડેવલપર કનેક્ટ દરમિયાનના પ્રવચનમાં તેણે ‘ આસ્ક તન્મય’  તરીકે ઓળખાતા તેના અલ્ગોરિધમનું નિદર્શન કર્યું . તેને તે  એનએલક્યુએ પદ્ધતિનું  આઈબીએમ વોટ્સન’સ કોગ્નિટિવ કેપેબિલિટિઝનો ઉપયોગ કરીને  બનાવેલું વિશ્વનું પહેલું   વેબ આધારિત  અલ્ગોરિધમ કહે છે. આઠ સોપાનનું  આ અલ્ગોરિધમ ‘પરસન’, ‘ઓર્ગેનાઇઝેશન ‘, ’ લોકેશન’ અથવા ‘ ડેઈટ’ ને  લગતી ક્વેરીનો ઉત્તર આપી શકે છે.  Tanmay bakshi super talent devloper hero new era

            તન્મય હાલ ટોરોન્ટો, કેનેડા છે અને તેના સમયનો ઉત્તમ ઉપયોગ કરવા માટે ઘરે રહીને અભ્યાસ કરે છે. તેના આ ભવ્ય વર્તમાનને જોતાં આપણને લાગે કે તે ઘરના એક ખૂણામાં બેસીને કોડિંગ કર્યા કરતો હશે .પરંતુ તે તદ્દન ખોટું છે. !  Tanmay bakshi super talent devloper hero new era

              તે કહે છે કે, “હું મારા ફુરસદના સમયે કોડિંગ કરું છું.  અને મને એટલું બધું ગમે છે કે  મારા મનને  અન્યત્ર જતું અટકાવવામાં મદદ કરે છે. ”

         વાંચનના શોખીન

   વાંચનના શોખીન અને રમતગમતના પ્રેમી તન્મયને તેના મિત્રો સાથે સાઈકલ ચલાવવાનું અને ટેબલ ટેનિસ ખેલવાનું ગમે છે.  તેણે ‘હેલ્લો સ્વીફ્ટ ’ નામની એક બૂક પણ લખી છે જે બાળકો અને ડેવલપરો માટે આઈઓએસ(iOS)ટેકનિક વિશે છે.

            “વિશ્વને ડેવલપરોની આવશ્યકતા છે.,” એવું કહેતો તન્મય  ડેવલપરોની સંખ્યા વધારવા તેનાથી થાય એટલી સહાય કરે છે. તેની યુ ટ્યુબ ચેનલ ‘તન્મય ટિચિઝ’  દ્વારા પ્રોગ્રામિંગ અંગેની જાણકારી પૂરી પાડે છે અને  ૧૫થી ચાલીશ વર્ષના હજારો  લોકોને માર્ગદર્શન આપે છે અને તેની શંકાઓનું સમાધાન કરે છે. Tanmay bakshi super talent devloper hero new era

              તેને તે કોની પાસેથી પ્રેરણા મેળવે છે એવું પૂછતાં જણાવે છે કે તે સ્ટિવ જોબ પાસેથી ક્યારેય તેનો જુસ્સો ન ગુમાવવાની શિખામણ લે છે અને  તેના પુસ્તક ઉપર અમિતાભ બચ્ચનની સહી મેળવવાનું ઈચ્છે છે.

Tanmay bakshi super talent devloper hero new era

આલેખન – નીલેશ થાનકી

( લેખક પ્રૂફરીડર અને અનુવાદક છે. વિશ્વના શ્રેષ્ઠ નવલકથાકારો અને ચિંતકોના વાચક અને તે લેખકોને ગુજરાતી ભાષામાં લઈ આવનારા અનુવાદક છે. )

http://www.tanmaybakshi.com/

#Tanmaybakshi #supertalent #devloper #hero #newera

error: Content is protected !!
Exit mobile version