Home ANAND THAKAR'S WORD Sahity કેવી વીતે છે રાત?

Sahity કેવી વીતે છે રાત?

0

Sahity gujarati night with gir forest

કેવી  વીતે છે રાત?

તસવીરમાં દેખાય છે? એક ચંદ્રના આછા ટપકાં સિવાય કંઈ? કંઈ નહિ….

Sahity gujarati night with gir forest

Sahity gujarati night with gir forest

ગીરના કાંઠે બેઠા છીએ – સૂતાં છીએ. સાહિત્ય મનમાં સળવળે છે. ગિરનારની સખીઓને ધરતીના પટ પર આડી પડેલી જોઈ અને ગિરનારની યાદ આવે છે. યાદ આવે છે રાજેન્દ્ર શુક્લ સાહેબ… ક્યાંક એના અવાજ જેવો ધીરગંભીર – ઠંડો – પવન વાય રહ્યો છે અને જાણેકે એમાંથી સંભળાય છે કે

ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘર્ષે….

ક્યાંક હરીન્દ્ર દવે સાગના પાન જોઈને યાદ આવે છે કે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…

કે સુરેશ દલાલના ગીત ક્યાંક અથડાતાં અથડાતાં સુર રેલાવે છે કે

વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ

મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!….

રવીન્દ્ર ઠાકુરની ‘ બલાઈ ‘ વાર્તા અહીંના અંકુરમાં ઝાકળના ટીપાંની જેમ આપણામાં બાઝી જાય છે!

મૃગશીર્ષના છઠ્ઠનો ચંદ્રમા નક્ષત્ર સાથે સૌંદર્યની રમત રમી રહ્યો છે અને તેના ‘ રેમ્પ વોક ‘ ને જાણે કે આ પૃથ્વીના પર્વતો જોજનો દૂર બેઠા પણ જાણે કે નજીકથી જોતા હોય – જાણેકે ગીર એના આકાશ રૂપી મોબાઈલમાં એનું સોશિયલ મીડિયા ખોલીને એનાથી દૂર થયેલા ગગનના વર્ચ્યુઅલ અને સ્પ્રિચ્યુઅલ દૃશ્યની રિલ્સ જોઈ ન રહ્યાં હોય!

આ બધી ઉપમાંથી તમને કદાચ અજુગતું લાગ્યું હોય પણ અત્યારે બીજું તો શું સૂઝે… એક તરફ વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાયેલો માનવ અને એક તરફ આ રાતના આછા અંધારા ને ઓછા ઉજાસમાં ગીરની શોભા પંચતત્વોના સ્નિગ્ધ સંશ્લેષણ જેવી છે!

પણ હિરણ નદી થોડી ઉદાસ છે. કોઈ કમળાના રોગી જેવી. ખબર નહિ પણ એને જોઈને આ વખતે ત્યાં બેસવાનું મન ન થયું. પણ હા એક અગાસી પરથી આકાશનો આસ્વાદ કોઈ ગંગાસ્નાનથી કમ નથી.

હિમાલયના ઠંડા વાયરા આકાશગંગાનો હાથ પકડી અને ગીરની ગોદમાં પોઢે છે અને શિયાળવાની લાળ અરણ્યરુદનની પ્રતિકૃતિ પ્રસ્તુત કરે છે. બસ, હવે રાહ છે: વનકેસરીના દર્શનની. એની શાહી સવારીની, અરે ફક્ત એક ગર્જના સંભળાય જાય તો એની હાકથી નિશાચર પંખીની અરેરાટી સાંભળવી પણ કોઈ થ્રીલથી ઓછું નથી!

ટીટોડીની વાણી જાણે કોઈ ઋષિ એકલતાની વેદના પોતાના સુક્તમાં સમાવીને तैत्तिरीयोपनिषद લખતાં હોય એવી લાગે છે…

બસ, આજની રાત આમ વીતે છે…

 છેલ્લે એક મારું મુક્તક તમને જે આંખે તમે વાંચીને અનુભવશો એને સમર્પણ…

મળીશું, આવી કો અદીઠ રાતે ઉકેલવા તને

ઓઢી ગઝલ, હાઈકુ પહેરી આંગણ ગીરને

સ્પર્શે પાંપણ, કળીઓ અધખૂલી શ્વસે ઝૂકીને 

શિખરીણી અવરોહશું છંદમાં લય હાથને!

આવી જ મોસમ બદલે છે અંદરની આ ગીર…

– આનંદ ઠાકર

– આનંદ

error: Content is protected !!
Exit mobile version