Home ANAND THAKAR'S WORD Gujarati Poet ‘ કવિ ‘ ઉમાશંકર જોશીનું ‘ રાજકારણી ‘ તરીકેનું પાસું...

Gujarati Poet ‘ કવિ ‘ ઉમાશંકર જોશીનું ‘ રાજકારણી ‘ તરીકેનું પાસું અને નહેરુજી વિશે…

0

Gujarati Poet | Umashankar Joshi | Poem | Javaharlal Naheru | Political |

Contents

‘ કવિ ‘ ઉમાશંકર જોશીનું ‘ રાજકારણી ‘ તરીકેનું પાસું અને નહેરુજી વિશે…

Gujarati Poet Umashankar Joshi Poem Javaharlal Naheru Political

સંકલન અને આલેખન – આનંદ ઠાકર 

આપણી ગુજરાતી ભાષાની અસ્મિતાનું એક આગવું કિરણ એટલે ઉમાશંકર જોશી : જેમનો જન્મદિવસ કાલે એટલે કે 21-7-2023 ના રોજ ગયો. લોકોએ એમની પંક્તિઓ શેર કરી. લોકોએ એમને ગુજરાતના એક મહાન કવિ તરીકે યાદ કર્યા પણ એમનું બીજું પાસું પણ જોવા જેવું છે.

ઉમાશંકર માત્ર કવિ નહોતા. એમણે બધી જગ્યાએ પોતાનું સ્થાન નિશ્ચિત કરેલું અને એ માટે સમયની માંગ હોય એમ એ બોલી કે કરી જાણતા હોય એવા ‘ વિદ્વાન ‘ વ્યક્તિ હોય એવું જણાય.

તેમના રાજ્યસભાના સભ્ય તરીકેના ભાષણો સમાજના પ્રશ્નો અને લોકોની વેદના લઇને તેજ વાણીમાં પ્રસ્તુત થતા પણ સાથે સાથે તેઓએ એ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિશે જે લખ્યું એ વાચીને આપણને વિચારતા કરી મૂકે?! કે આજે કદાચ આ કવિ હોય તો વડાપ્રધાનના ‘ ભક્ત ‘ તરીકે ખપાવવામાં આવ્યા હોત.

એમના પુસ્તકો, એમનું સામાયિક ‘ સંસ્કૃતિ ‘, અને મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ અરધી સદીની વાચન યાત્રા ‘ વગેરે જેવા સંદર્ભો માંથી એક નવા ઉમાશંકર મળ્યા. જેને એમની આ ૧૧૨ મી જન્મજયંતી નિમિત્તે એમના વ્યક્તિત્વને જોઈએ…

ઉમાશંકર જોશીને ગુજરાતના લોકો કવિ તરીકે, ગુજરાતના સંસ્કાર પુરુષ છે એ રીતે ઓળખતા હશે પણ તેઓ રાજ્ય સભાના સભ્ય હતા, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા, તેમણે થોડાક તીખા તમતમતા ભાષણો કર્યા છે, નિવેદનો કર્યા છે, મોરારજી દેસાઈથી માંડી ચીમનભાઈ પટેલ જેવા  સાથે ઝીક ઝીલી છે.

ચાલો, એવા થોડાક અન્ય ઉદાહરણો..

*******

જવાબદારી રાજકારણીઓની રહેવાની…

પાછલા ત્રણ દસકામાં બે – અઢી હજાર રાજકારણીઓ સ્વતંત્ર હિંદના તખતા ઉપર આવ્યા – ગયા – પાછા – આવ્યા, પણ મોટાભાગે તેના તે માણસો જાણે કે ખેલ ખેલી રહ્યા ન હોય જવાનો ઉછરતા જવાનોનો ખ્યાલ કોઈ કરે છે? નકસલો આવ્યા – દેશના યુવાનોમાંથી કેટલાક ઉત્તમ એમાં હતા ગેરરસ્તે હતા. એમ કહી શકો, પણ ગરીબ વર્ગના ઉદ્ધારના ધ્યેય માટેની એમની જાનફેસાનીની ઓછી કિંમત નહીં આપી શકો. મોટાભાગના ખતમ થયા નક્સલોની પણ પછી આવનાર જુવાન પેઢીમાં દેશની નેતાગીરી ( પેલી બે અઢી હજારની રાજકારણી નેતાગીરી ) હતાશા જન્માવશે? રીઢા રાજકારણીઓનું આવા સવાલોથી રૂંવાડું પણ ન ફરકે તો નવાઈ નહીં. પણ જનતાની આશાઓ છૂંદાતી રહેશે તો હતાશ બનેલી તરુણ પેઢી મૂંગા સાક્ષી તરીકે બેસી રહેવાની નહીં અને જો એ ગમે તેવા માર્ગોએ ચઢી તો એની જવાબદારી રાજકારણીઓની રહેવાની.

-ઉમાશંકર જોશી (‘ નિરીક્ષક ‘ પખવાડિક )

********

ઉમાશંકર જોશી એમના એક સંગ્રહ ‘ હૃદયમાં પડેલી છબીઓ ‘ બીજા ખંડમાં જવાહરલાલ નહેરુ વિશે જે વાત કરી હતી તે અહીં પ્રસ્તુત કરીએ છીએ…

જવાહરલાલજી જેવો વ્યક્તિત્વનો વૈભવ જવલ્લે જ પ્રગટ થતો હોય છે બુદ્ધિની – વૈજ્ઞાનિક પદ્ધતિની તેજસ્વીતા અને હૃદયની અભિજાત સુકુમારીતા એમનામાં ઝરમર ઝરમર થતી પણ કદાચ એમની મુખ્ય શક્તિ હતી ભાવનાની સહાનુકંપાનો સ્ત્રોત એમનામાં અવિરતપણે વહેતો.

હિન્દ નેહરુને અશોક અને અકબર એ ઉદાર દીલ હાજરશ્યો સાથે સંભારશે નેહરુ પોતાની પૂર્વ અને પશ્ચિમના વિચિત્ર મિશ્રણ તરીકે ક્યારેક ઓળખાવતા એક રીતે યુવક નહેરુ પશ્ચિમની ભારતને ભેટ હતા પણ શાંતિ પુરુષ મહામાનવ નેહરુ એ બુદ્ધ અને ગાંધીના ભારતની જગતને અનોખી બક્ષિસ રૂપ હતા. ભારતવાસીઓના હૃદય સિંહાસનને વિરાજતા એ મહામ માનવના અવાજમાં જગતને મૈત્રી કરુણાના મૂલ્યોનો ઉદ્ભવ સંભળાતો અને એના ઘા જાણે રૂઝાતા એની આશા જાણે પાંગરતી.

આખા જગતનું એક રાજ્ય સ્થપાય એ સમયે આ અણુ યુગમાં હવે ઘણો દૂર ન હોવો જોઈએ, જગત રાજ્યોનો ઇતિહાસ લખાશે ત્યારે તેના પ્રથમ પ્રકરણમાં નહેરુનું નામ સ્મરણ થશે એવા એક સાચા જગતરાજપુરષ હતા.

****

દુષ્ટ બળોની રમણા ચાલી રહી છે…

દુષ્ટ બળોની રમણા ચાલી રહી છે લાંચ, રૂશ્વત, કાળા બજાર, જાહેર નાણાની ગોલમાલ, એ તો હવે કોઠે પડી ગયા છે. પણ દુષ્ટ બળોના રાસ કરતા વધુ અસ્પષ્ટ કરનાર વસ્તુ તો જાણે બધું બરાબર ચાલતું હોય એમ દેશમાં જે સમારંભો ઉજવાઈ રહ્યા છે, એ છે. જરી નજર કરતા અગત્યના માણસો ભારે અગત્યના એક સમારંભમાં હાજરી આપી જમવા જઈ રહેલા જોવા મળશે. બધી રીતની બરકત હોય એમ પ્રજા પણ સ્ટેડિયમમાં સિનેમા નટ નટીઓ પાસે ક્રિકેટ ખેલાવી આનંદમાં ધુમાડાના બાચકા ભરતી જોવા મળે છે.

( અરધી સદીની વાચનયાત્રા – માંથી )

*****

જે પ્રજા સાચા પૂર્વજોનેને ઓળખી શકતી નથી. તે ક્રમે ક્રમે પૂજ્ય પુરુષો પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે.

( અરધી સદીની વાચનયાત્રા – માંથી )

****

લોકશાહીમાં પ્રજાની મુખ્ય ફરજ…

લોકશાહીમાં પ્રજાની મુખ્ય ફરજ જ્યારે પણ તેને રાજકરતા આવો સવડો માર્ગ ચૂકી ગયેલા લાગે ત્યારે તેમને બદલવાની છે અને પ્રજાની ફરજો અંગે પાયાની એક વસ્તુ વિચારીએ કદી ચાલવાનો નથી. ઉત્તમ લોકોના ઊંચે સ્થાને બેઠેલા લોકોના આચરણનો જેટલો જનજીવન ઉપર પ્રભાવ પડશે તેટલો કાયદા કાનુનનો હરગેજ નહીં પડે

( અરધી સદીની વાચનયાત્રા – માંથી )

****

સ્વસ્થ પણે વિચારનારી કલમો…

ગુજરાતી ભાષાના તમામ સામયિકોમાં થઈને પણ થોડા ઘણા વાંચવા જેવા પાના કેમ નથી મળતા? વિચારણા અને વિચાર પ્રેરક લેખો વરસે દહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠિયા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે, આપણી કલમો કવિતા, વાર્તા, ધર્મ અને રાજકારણ એ સિવાય જાણે કશામાં રસ લઈ જ શકતી ન હોય એવું દેખાય છે. પલટાતા જગત પ્રવાહોનું સ્થિર દ્રષ્ટિએ આકલન કરનારી, જીવનના પાયાના પ્રશ્નો સાથે વાત ભેદનારી, રાગ દ્વેષના ઝંઝાવાતો વચ્ચે સત્યને માટે સમાજ, રાજકારણ, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન અને બધા ફલકો ઉપર સ્વસ્થ પણે વિચારનારી કલમો તો કયા જંગલમાંથી ઘડી લાવીએ?

( અરધી સદીની વાચનયાત્રા – માંથી )

*******

આ અને આવા તો કેટલાય ભાષણો ઉમાશંકરજીના વાચવા જેવા છે. માત્ર સાહિત્ય સર્જી નાખવાથી કશું થતું નથી, તમારા સંપર્કો,  શિંગડા મારીને પોતાનું સ્થાન સ્થાપવું પડે છે. લોકભોગ્ય અને એક ક્લાસનું સાહિત્ય બંને બાજુ પગ રાખનાર સાહિત્યકાર હતા: ઉમાશંકર જોશી. એમનું વાચન વિશ્વ સાહિત્યનું હતું અને એમનું લેખન પણ. ગુજરાતી ભાષાના દૃષ્ટિવંત સર્જકોમાંના એક હતા. એમની જન્મજયંતિ નિમિત્તે વંદન હજો.

હવે જોઈએ એમની જવાહરલાલ નહેરુ વિશેની એક કવિતા…

અજબ પુષ્પ માનવ્યનું

મુલાયમ ગુલાબ – શું હૃદય, ધૈર્ય મેરુ સમું
પ્રચંડ પુરુષાર્થધોધ, નભશાં ઊંડાં સ્વપ્ન કૈં.
ન કોઈ પ્રતિ દ્વેષ, સત્ય પછી છોડવું શે પડે?

વહાલ થતું વેરીનેય, ઉર આર્દ્રતા એહવી.
કાશી તપકઠોર જીવન મહીં થઈ સંચિત
દશે દિશથી ઊભરી સભર વિશ્વની શ્રી બધી!
જવાહર, ખીલ્યા તમે અજબ પુષ્પ માનવ્યનું.

અશોક, અકબર, જવાહર – ત્રિમૂર્તિ એ હિંદની,
વળાંક ઇતિહાસ લે, પ્રગટ ત્યાં થઈ, સાંકળે
ભવિષ્ય થકી ભૂત, ભવ્ય યુગસન્ધિ લે સાચવી.
ન હિંદની જ માત્ર એ વરવિભૂતિઓ; વૃક્ષ જે
ખીલે જગકુટુંબરાજ્ય તણું તે  તણા માળી તે.
જવાહર, તમે સિંચ્યું અમૃત હિંદ – આત્માનું ત્યાં.

– ઉમાશંકર જોશી

( અરધી સદીની વાચનયાત્રા – માંથી )

******

ઉમાશંકર જોશીએ જે રીતે નહેરુને વધાવ્યા છે એવું જો આજે કોઈ સાહિત્યકાર – પહોંચેલો, પોંખાયેલો સાહિત્યકાર નરેન્દ્ર મોદી વિશે લખે તો તો કદાચ એને કોઈ સાહિત્યકારો કે બૌદ્ધિકવર્ગ સહન ન કરે. આજે પણ થયા છે પણ આવું જાહેરમાં સ્ટેન્ડ લઇને દૃઢતા પૂર્વક ભાષાની ઊંચી અભિવ્યક્તિ દ્વારા કોઈ બોલી ન શકે.

જિયો ગુજરાતી… જય હો.. ઉમાશંકરજી…

સંકલન અને આલેખન – આનંદ ઠાકર 

Gujarati Poet Umashankar Joshi Poem Javaharlal Naheru Political

#Gujarati #Poet #Umashankar #Joshi #Poem #Javaharlal #Naheru #Political

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version