HomeEDUMATERIALઅર્થગ્રહણ ફકરો: દિવસ - 15

અર્થગ્રહણ ફકરો: દિવસ – 15

- Advertisement -

*અર્થગ્રહણ ફકરો: દિવસ – 15*

online language learning gujarati primary school

ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….

– સૌથી નીચે પીડીએફ ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢી શકાશે.

- Advertisement -

ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –

સ્વર્ગલોકમાં ભગવાન પરમાત્માની એક નિશાળ હતી. તેનું નામ દેવશાળા હતું. એ દેવશાળામાં ઈંદ્ર, ચંદ્ર વાયુ, વરૂણ, સૂર્ય, કુબેર, બ્રહ્મા વગેરે તેત્રીસ કોટી દેવો ભણતા. તેઓ બહુ ઉત્સાહથી અધ્યયન કરતા, આળસનું તો તેમની પાસે નામ પણ નહોતું. ખાવાપીવામાં અને બીજાં બધાં કામોમાં તેઓ બહુ જ વ્યવસ્થિત હતા. દેવો છાત્રાલયમાં રહેતા, પણ ત્યાં છાત્રાલયનો વ્યવસ્થાપક કોઈ હતો જ નહિ એ કહેવાની જરૂર નથી. નિશાળમાં કોઈ દિવસ રજા પડતી નહિ. નહાવા ધોવાને માટે ખાસ વખત રાખેલો હતો, તે વખતે બધા દેવો આકાશગંગાના ધોળા પાણીથી સાબુ વગર પોતાના કપડાં વગેરે ધોઈ લેતા, એમ નિશાળનું કામ વ્યવસ્થિત ચાલતું હતું.

પ્રશ્નો –

1. સ્વર્ગલોકની શાળાનું નામ શું હતું?

2. નિશાળમાં કોઈ દિવસ ……….. પડતી નહિ.

Also Read::   Unit Test Mark Online Entry @ www.ssagujarat.org
- Advertisement -

3. ઉપરના ફકરા માંથી પાંચ જોડ્યા શબ્દો શોધો.

4. દેવો ક્યાં રહેતા હતા?

5. દેવોની છાત્રાલયના વ્યવસ્થાપક કોણ હતું?

 

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

- Advertisement -

 

ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો –

હડપ્પાના ઉત્તર-સમકાલનો લોથલનો ટીંબો હાલની સાબરમતી અને ભોગાવાના સંગમ નજીક, કાંપવાળા સપાટ મેદાનમાં જ્યાં ઘઉં અને કપાસ ખૂબ થાય છે તેવા દરિયાઈ દોઆબ પ્રદેશમાં છે. જ્યાં સાબરમતી અને ભોગાવો એ બંને નદીઓ દરિયાને મળે છે તેવા આ બંદરીય સ્થળે દરિયાઈ ખેડ કરનારા હડપ્પીય લોકોને આકર્ષ્યા હતા અને એઓએ આ સ્થાને આવી, ગ્રામ વસાવી બંદર બાંધેલું, જે સ્થળ-સ્થાન હાલમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામની સીમમાં, ખંભાતના અખાતની પાસે એટલે કે ઉત્તરે સોળેક કિ.મી. અંદર અમદાવાદ-બોટાદ-રેલવે લાઈન ઉપર લોથલ–ભૂરખી સ્ટેશનેથી અને સ્ટેશન પાસેના ગામ ગૂંદીથી દક્ષિણ તરફ પાંચ કિ.મી. અને લક્ષ્મીપુરા ગામથી એક કિ.મી. દૂર આવેલું છે.

 

પ્રશ્નો –

1. લોથલ ક્યાં આવેલું છે?

2. આ ફકરામાં કઈ બે નદીના નામ આપેલા છે?

3. લોથલની બાજુમાં કયું મોટું શહેર આવેલું છે, જેનો ઉલ્લેખ આ ફકરામાં છે?

4. લોથલમાં એ સમયે કેવા લોકો આકર્ષાઈ અને આવ્યા હતા?

Also Read::   Gandhinagar Municipalities Recruitment For Female Health worker, Multipurpose Health Worker Male, Pharmacist And Laboratory Technician(OJAS)

5. પૌરાણિક અને ઐતહાસિક સ્થળ લોથલ કયા રાજયમાં આવેલું છે?

PDF 👇

arthgrahan day15

સંકલન – https://edumaterial.in

online language learning gujarati primary school

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ અને  ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા:  દિવસ – 5
અર્થગ્રહણ ફકરા: દિવસ – 6
અર્થગ્રહણ ફકરા: દિવસ – 7
અર્થગ્રહણ ફકરા: દિવસ – 8
અર્થગ્રહણ ફકરા: દિવસ – 9
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 4
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 5

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 6

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 7

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments