*અર્થગ્રહણ ફકરો: દિવસ – 16*
ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….
– સૌથી નીચે પીડીએફ આપેલી છે.
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો…
કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ! એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.
પ્રશ્નો –
1. ‘ મોલ ‘ એટલે શું?
2. ‘ નિંદામણ ‘ કોને કહેવાય?
3. આ વાર્તામાં કોની વાત છે?
4. બાજરો કેવો ઊગ્યો છે?
5. શું કાબર બોલાવે તેથી કાગડાભાઈ આવશે?
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો…
પુરાતન વલભી એટલે હાલનું વળાગામ. આ ગામ સૌરાષ્ટ્રની રેલવેમાં મુસાફરી કરીએ તો વઢવાણથી ભાવનગર જતાં-આવતાં ધોળા જંક્શનથી ઈશાન કોણમાં છ ગાઉ ગાડામાર્ગે આવે છે. રસ્તામાં ઉમરાળું ગામ આવે છે, જેને પાદર રમણીય કાળુભાર નદી વહે છે. આ ઉમરાળું ગામ હમણાં સુધી ભાવનગર રાજ્યનું વહીવટદારની કચેરીનું મુખ્ય મહાલ ગામ હતું. વળાને પાદર ઘેલો નામે નદી વહે છે. આ નદીનો પટ રેતાળ છે, એટલે તેનું પાણી એકદમ નીચે જતું રહે છે, જેથી લોકો વીરડા કરી તેનું પાણી વાપરે છે. વળાની આસપાસનો સૌરાષ્ટ્રનો પ્રદેશ ભાલ પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશની જમીન ખૂબ પોચી હોય છે, એટલે સુધી કે ચોમાસામાં પગ ખૂંચ્યો તો ઘૂંટણ સુધી ભોંયમાં ચાલ્યો જાય! ભાલનો ઘઉં કાઠો ઘઉં કહેવાય છે. ખાવામાં આ ઘઉં ઘણાં સ્વાદિષ્ટ હોય છે, અને તેના કંસારમાં ઘી ખૂબ સમાઈ શકે છે.
પ્રશ્નો –
1. ઉમરાળું ગામમાં કઈ નદી વહે છે?
2. હાલનું વળાગામ પહેલાં કયા નામે ઓળખાતું હતું?
3. વળાની આસપાસનો સૌરાષ્ટ્રનો પ્રદેશ …….. પ્રદેશ કહેવાય છે.
4. વલભી ક્યાં આવેલું છે? કઈ રીતે જઈ શકાય?
5. ઘેલો નદીની શી વિશેષતા છે? લોકો એમાંથી પાણી કઈ રીતે મેળવે છે?
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school
PDF 👇