HomeJANVA JEVUદિયા: રજકણ સૂરજ થવાને શમણે…

દિયા: રજકણ સૂરજ થવાને શમણે…

- Advertisement -

Contents

દિયા: રજકણ સૂરજ થવાને શમણે…

Light Of Diya's colour painter painting student positive life

Light Of Diya’s colour painter painting student positive life

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

દિયા: એક અદ્ભુત નામ. એટલું જ અદ્ભુત કામ અને દિયા નામ પ્રમાણે દીપક જેની કલાની રોશની એના શારીરિક અંધકારને ખૂણામાં ધકેલી અને એનામાં રહેલી અદ્ભુત ચિત્રકલાને કારણે આજે પોતાના અને માતાપિતાના જીવનમાં એક નવો જ પ્રકાશ ફેલાવી દીધો. 

- Advertisement -

 

Loco Motor Disability શું છે?

Light Of Diya’s colour painter painting student positive life

loco motor disability ( કમરથી નીચેનો પગ શરીરનો નીચેનો હિસ્સો જ જેનો કાર્યરત ન હોય એ રોગ માટેનું નામ છે. ) દિયા જન્મથી જ આ રોગની શિકાર બની. હકારાત્મકતા શું કહેવાય? મોટીવેશન શું ચીજ છે? અંધકાર માંથી ઉજાસ તરફ ગતિ કરવી એટલે શું અને ઈશ્વર એક હાથે લઈ લે તો હજાર હાથે આપે એ કહેવત ને કેમ જીરવવી આ બધાનું જીવતું જાગતું ઉદાહરણ એટલે દિયા!

Light Of Diya's colour

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

દિયા: એક અદ્ભુત નામ….

- Advertisement -

Light Of Diya's colour

ગુજરાત રાજ્યના પશ્ચિમ છેવાડાનો  છેવાડાનો તાલુકો એટલે ઊના. ઊનાના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા પિતા પરેશગિરિ અરવિંદગિરિ ગોસાઈ માતા કામિની બહેનને ત્યાં ૨૬-૧-૨૦૦૪ ના રોજ દીકરીનો જન્મ થાય છે. એનું નામ દિયા પાડવામાં આવે છે. એમનો એક ભાઈ છે જેમનું નામ હિત છે. 

Light Of Diya’s colour painter painting student positive life

થોડાક સમયમાં ખ્યાલ આવે છે કે એમના શરીરમાં કમરથી નીચેના ભાગની ગતિવિધિ બંધ છે. માતાપિતાએ આ સ્વીકારી અને એમને સતત હૂંફ આપી. એને એક સામાન્ય બાળકની જેમ ઉછેરી. 

Light Of Diya's colour

- Advertisement -

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

રજકણ સૂરજ થવાને શમણે… 

 

એ નવરાશની પળોમાં પેન્સિલ, કાગળ સાથે રમવા લાગી, આકરો ઉપસવા લાગી. એના ચિત્રો જોઈ એના મામા મનીષભાઇએ તેને પ્રોત્સાહન આપ્યું. મોટીવેશન કરતા પણ પ્રતિપોષણ માણસને વધુ બળ પૂરું પાડે છે: એ ન્યાયે દિયાબેને પોતાનું ચિત્રનું કામ નાના નાના હાથે શરૂ કરી દીધું. 

 

અમે જ્યારે એમના પિતાને પૂછ્યું કે દિયના આ હુન્નરની આપને ક્યારે જાણ થઈ? ત્યારે એમના પિતા કહે છે: લગભગ છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે આને ચિત્રમાં બહુ રસ છે. ભગવાનના ફોટોથી લઈને નાની નાની વસ્તુ દોરવા લાગેલી એમને આવડે એવી! 

 

આમ દિયા એના પ્રાથમિક શાળાથી જ પોતાના ગમતાં ક્ષેત્રમાં રસ ધરાવવા માંડી હતી. આગળ એમના માટે વિશ્વની શક્તિ કામે લાગવાની હતી એ તો એને પણ ખબર નહોતી કે નહોતી આ પાન મસાલા બનાવતા  એમના પિતાને પણ… 

પણ આ બધા વચ્ચે આગળ જતા માતાપિતા માટે એક કપરો કાળ આવે છે એની વાત આગળ કરીશું…

Light Of Diya's colour

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

Light Of Diya’s colour painter painting student positive life

પ્રાથમિક શિક્ષણ વખતે જ દિયા માટે એક ઘટના ડૂબતાં ને તરણું મળ્યાં જેવી ઘટે છે. 

 

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના BRC સાહેબશ્રી દેવેન્દ્ર દેવમુરારી સાથે અમે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ઊના BRC ભવનમાં BRP તરીકે કામ કરતાં ફાલ્ગુની બેન BRC સાહેબશ્રી દેવેન્દ્ર દેવમુરારીને જાણ કરે છે કે સાહેબ, એક દીકરી છે, ચિત્રો બહુ સરસ દોરે છે પણ એને કોઈ શીખવાડવા વાળું નથી નહીતો આ છોકરી આગળ વધે એમ છે. 

Also Read::   Indian Naval Ship Valsura awarded President's Colour by President India

Light Of Diya's colour

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

આટલું સાંભળી દેવેન્દ્ર સાહેબ એને બોલાવવાનું કહે છે. બીજે દિવસે એમના પિતા રિક્ષા કરીને એમને લઈ આવ્યા અને તેડીને વર્ગમાં બેસાડી આ જોયું ત્યારે એમનું હૃદય કંઇક આ માટે કામ કરવા નિશ્ચય કરે છે. 

 

અમે પણ જ્યારે દિયાને પૂછ્યું કે તમારા જીવનમાં કોઈ પ્રેરણા આપનાર વ્યક્તિ હોય તો તે કોણ? એટલે તરત જણાવે છે કે દેવેન્દ્ર સાહેબ. 

 

એ એટલા માટે કે દેવેન્દ્ર સાહેબ સમયાંતરે એને મળતાં, ચિત્ર બાબતે એમને માર્ગદર્શન આપતા. આટલું જ નહિ પણ સાહેબે જોયું કે ચિત્રો માટે વિશેષ રંગો અને સાધનો જોઈએ એ એમની પાસે ન હોવાથી અને લઈ શકવાનું સામર્થ્ય ઓછું હોય હવે BRC સાહેબ જ પૂરું પાડવા લાગ્યા. 

 

બસ, આ BRC સાહેબનું મળવું અને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પડવું, કોઈની ‘ પડખે ‘ ઊભું રહેવું એ વલણ દિયા માટે જાણે ડૂબતાં વ્યક્તિને તરણું મળ્યાં બરાબર હતું કે કહો કે ડૂબતાં વ્યક્તિને દેવેન્દ્ર સાહેબના સ્વરૂપમાં જાણે લાઇફ બોટ જ મળી ગઈ! 

Light Of Diya's colour

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

કલા મહાકુંભ…. 

પોતાની કલામાં પા પા પગલી કરતી દિયા હવે સફળતાના શિખર સર કરવા પગથિયાં ચડવા લાગી હતી.  ધો. ૧૧-૧૨ માં ૨૦૨૦ માં કળા મહાકુંભમાં તે છેક રાજ્ય કક્ષા સુધી પ્રથમ ક્રમે નંબર પ્રાપ્ત કરે છે. આ સમયે બે ઘટના ઘરે છે. 

Light Of Diya’s colour painter painting student positive life

જિલ્લા સ્તરે…

Light Of Diya's colour

દિયાનો તાલુકામાં નંબર આવ્યા બાદ જિલ્લા સ્તરે એ પહોંચે છે. જિલ્લા સ્તરે વેરાવળ બીજા માળે બેઠક વ્યવસ્થા હતી. એના પિતાએ તેને તેડી અને ત્યાં સુધી પહોંચાડી. સ્પર્ધા શરૂ થઈ. તે સમયના કલેકટર નિહાળવા માટે આવે છે અને આ દીકરીને રડતાં જોઈ છે તો પૂછે છે કે શું તકલીફ છે?  દિયા કશું બતાવતી નથી એટલે એમના પિતા કહે છે કે એમને તકલીફ છે અને આ ટેબલ પરની બેઠક વ્યવસ્થામાં એમને ફાવતું નથી. કલેકટર સાહેબે તરત એમના માટે વ્યવસ્થા કરવા કહ્યું પણ એણે કહ્યું એ બધા સામાન્ય સ્પર્ધકોની જેમ ત્યાં બેસીને જ ચિત્ર પૂરું કરશે. અને એમ જ કર્યું. આખરે કલેકટર સાહેબે હવે પછી તંત્રે દિવ્યાંગ બાળકોની અલગ વ્યવસ્થા કરવા માટે વિશેષ સૂચના આપી. અને એ સ્પર્ધામાં પણ તે પ્રથમ રહી. 

 

સિદ્ધિ, સન્માન અને યોગ્ય મુકામે…

Light Of Diya's colour painter painting motivational life

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

જેમણે દિયાને વધાવી…

  • આર્ટ ટીચર એસોસિએશન ગુજરાત
  • રાજકોટ ઝોન કક્ષા કલા ઉત્સવ
  • કલા મહાકુંભ રાજયકક્ષા ૨૦૧૯-૨૦

 

હવે દિયા ૧૨ માં ધોરણમાં તો પહોંચી ગયા હતા. BRC દેવેન્દ્ર સાહેબ સરસ વાત કહે છે કે આવડત, કળા કે કુશળતા ફક્ત સન્માનો પૂરતી રહે તો એનો કોઈ અર્થ નથી. અને એ સમયમાં મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા ફાઈન આર્ટસ વિભાગની પ્રવેશ જાહેરાત આવે છે. દેવેન્દ્ર સાહેબ સાથે રહી ઓનલાઇન પ્રક્રિયાઓ પૂર્ણ કરાવે છે. એમની કલાના પ્રવેશ ટેસ્ટથી હજુ સંતોષ ન માનતા વિભાગીય વડા સામે એમને રૂબરૂ રજૂ કરવામાં આવી એને આખરે દિયાને યોગ્ય મુકામ મળી જાય છે કે વડોદરામાં ફાઈન આર્ટસમાં પ્રવેશ મળી જાય છે. 

Light Of Diya’s colour painter painting student positive life

દિયા બહેનને જ્યારે અમે પૂછ્યું કે તમારા જીવનમાં યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ કયો?

Diya with vijay rupani

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  કોઈ કાર્યક્રમના ભાગરૂપે ઊના આવે છે અને એમને ફોટો આપવા માટે આ દીકરીને લઈને ઉભા રહે છે. એવામાં વિજયભાઈ કાર્યક્રમ વખતે એમને મળે છે અને કહે છે કે હું દીકરા, હું તારી પંદર મિનિટથી રાહ જોઉં છું તું કયા ફરવા ગઈ હતી? પછી દિયાએ રૂપાણી સાહેબને માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું પોટ્રેટ અને રૂપાણી સાહેબનું પોતાનું પોટ્રેટ બંને ગીફ્ટમાં આપ્યું હતું. આ બંને ચિત્રો એમણે બનાવ્યા હતા, એ જોઈ અને રૂપાણી સાહેબ ખૂબ ખુશ થયા અને મોદી સાહેબનું ચિત્ર એ એમના સુધી પહોંચાડશે એવી હૈયાધારણા આપી હતી. 

Also Read::   Success Story : 85 વર્ષની ઉંમરે એક બ્રાન્ડ કરી લોન્ચ, કરી આવી કમાણી

 

દિયા બહેનને જ્યારે અમે પૂછ્યું કે તમારા જીવનમાં યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ કયો? ત્યારે તેમના પિતાજીએ ઉપરનો પ્રસંગ શબ્દસહ રજૂ કર્યો હતો. 

 

સાંસદ અને પૂર્વ ધારાસભ્યનો સતત સહયોગ

Diya with sansad rajeshbhai and ExMLA kalubhai

ચિત્રની કલા દિયા બેન સુધી અનેક લોકો સુધી લઈ ગઈ. જેમાં રાજકીય લોકો પણ બાકાત નથી. દિયા પિતાશ્રી અમને જણાવે છે કે

 

ઊનાના પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઈએ જ્યારે જાણ્યું એમની કલા અને એમની તબીબી બાબત વિશે ત્યારે એમણે ઉદાર મને સહયોગ આપ્યો.

 

આ ઉપરાંત, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જ્યારે દિયા વિશે જાણ્યું ત્યારે સરકારશ્રી તરફથી દિવ્યાંગને મળવા પાત્ર તમામ સહાય તેમજ વ્યક્તિગત સહકાર માટે હરહંમેશ તૈયારી બતાવી છે.

 

પરિવારનો સહકાર…

 

એક તરફ દિયાને એની કળા વિકસાવવાનો અને એના આધારે પોતાની જાતને સાબિત કરવાનો સમય હતો તો બીજી તરફ ઘર, પરિવાર આર્થિક ભીંસ માંથી પસાર થતાં હતાં. પાન મસાલાની દુકાન માંથી એમના પિતાજી વડોદરા આવી ગયા અને ત્યાં માતાપિતા બંનેએ કમર કસી અને ટિફિન સેવા શરૂ કરી. હાલ પણ તેઓ એ જ કરી રહ્યા છે. છતાં આ માણસની પોઝિટિવિટી કેટલી કે અમારી સાથે આ વાત પણ એક સચ્ચાઈના રણકા અને આત્મસન્માનના ટકોરા જેવા હાસ્ય સાથે કરી. અને એ જ દિયાના પપ્પા થઈ શકે, સાહેબ! દિયાના ભવિષ્ય માટે પોતાની તકલીફોને હસતા રહેવાની ખુદ્દરીથી એમને વંદન કરવાનું મન થયું. અને જેમનો વિકાસ થયો છે ને સમજવું કે એનો પરિવાર દીવા ફરતે જેમ હથેળીઓ આડી રહીને એની જ્યોત અખંડ રાખે એમ એનો પરિવાર એની સાથે છે. કોઈના ઘસાયા વગર કોઈ ઉજળું થઈ શકતું નથી.

Light Of Diya's colour

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

શિક્ષક દંપતી ને સહકારની ચેનલ: ” જ્યારે આપ કશું મેળવવા માટે પૂરા હૃદયથી પ્રયત્ન કરો છો ત્યારે વિશ્વની શક્તિ તમારી મદદે આવે છે. “

 

આખરે અમને એ જાણીને આશ્ચર્ય થયું અને અંતરનો સંતોષ સાથેનો આનંદ થયો કે દિયાના શિક્ષણ વિશે ચિંતા માત્ર એમના માબાપ નથી કરતા, પણ એક શિક્ષક દંપતી અને એમણે બનાવેલી ચેનલ પ્રયત્ન કરી રહી છે. એ વાત કહેતાં પહેલાં આગળ એક વાક્ય ઉમેરવા માંગતા હતા એ ઉલ્લેખ અહીં કરું કે બ્રાઝિલના વિશ્વ પ્રસિદ્ધ લેખક પોલો કોએલો એમની નવલકથા ‘ ધ અલ્કેમિસ્ટ ‘ માં લખે છે –  ” જ્યારે આપ કશું મેળવવા માટે પૂરા હૃદયથી પ્રયત્ન કરો છો ત્યારે વિશ્વની શક્તિ તમારી મદદે આવે છે. “

 

ઊનાના ઇનોવેટિવ શિક્ષક દંપતી છે નામે ઈન્દુબા અને જયદીપસિંહજી બંનેએ આ દીકરીને શિક્ષણ માટે જોઈતી સહાય ધો. ૧૨ સુધી સતત પૂરી પાડી. પછી પણ  ફાઈન આર્ટસમાં દિયાની જરૂરિયાતોને પહોંચી વળવા, તેના સાધનો વગેરે ખૂબ મોંઘા અને જરૂરિયાત વાળા આવતા હોય તેને પહોંચી વળવા એમણે પોતાના મિત્રોને સાંકળી અને સહકાર માટે કાળજી રાખી રહ્યાં છે.

Light Of Diya’s colour painter painting student positive life

આમ એક અસમર્થતાને પોતાના આત્મવિશ્વાસ, દૃઢતા અને લગનથી હરાવી અને કાગળ અને પેન્સિલથી રમતી નાની દિયા પાસે આજે ત્રણસો ઉપરાંતના ચિત્રોનો સંગ્રહ બની ગયો છે, જે ચિત્રો પણ એના પ્રદર્શનની રાહ જોઈને બેઠા છે. અહીં આપેલી લીંકમાં કેટલાંક પ્રાથમિક ચિત્રો મૂકી રહ્યાં છે.

( અહીં મૂકેલાં ફોટો અને વિગતો પર દિયા અને એમના પરીવરનો હક્ક છે માટે કોઈ ફોટો કે વિગતનો મંજૂરી વગર વ્યવસાયિક ઉપયોગમાં કરવો નહિ. ) 

દિયાના રંગોનો ઉજાસ: એમના ચિત્રો નીચેની લિંક પર ક્લિક કરી નિહાળો… 👇👇👇

 

દિયાના રંગોનો ઉજાસ: અન્ય ચિત્રો જુઓ….

અહીં સુધી વાંચવા માટે આભાર… જીવનમાં પોઝિટિવ રહેવાનું અમૃત પીવડાવતી આ સ્ટોરી આપને પ્રેરણા આપતી આ લિંક અન્ય સાથે પણ શેર કરો…

આવી અન્ય સ્ટોરી સાથે મળતાં રહીશું અહીં.. 👇👇👇

 

Home

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments