Home SAHAJ SAHITYA Narmad કવિ વીર નર્મદ : કવિ હોવા છતાં ‘ વીર ‘ શા...

Narmad કવિ વીર નર્મદ : કવિ હોવા છતાં ‘ વીર ‘ શા માટે કહેવાય?!

0

Kavi vir Narmad gujarati sahity literature gujarat

Contents

Narmad કવિ વીર નર્મદ : કવિ હોવા છતાં ‘ વીર ‘ શા માટે કહેવાય?!

આજનો દિન વીર નર્મદ જન્મજયંતિ છે.

નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.

તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

તેમનો જન્મ 24 ઓગષ્ટ 1833 ના રોજ સુરતમાં થયો હતો. તેમના પિતાનો કામ-ધંધો મુંબઈમાં ચાલતો હોવાથી નર્મદ ત્યાં રહ્યા હતા. તેમનું શરૂઆતનું શિક્ષણ પણ મુંબઇ નગરીમાં જ થયું હતું.

નર્મદને શરૂઆતથી નોકરીમાં રસ ન પડયો અને લેખનમાં રસ પડયો. એટલે પછી નર્મદે અંતરઆત્માના અવાજને અનુસરીને નોકરી મૂકી દીધી અને લેખનકાર્ય જ કરવાનું નક્કી કર્યું.

Kavi vir Narmad gujarati sahity literature gujarat

કવિને ‘ વીર ‘ કહેવા માટે કારણ…

એક…

કોઈ એક ભાષા માટે કોઈ પોતાનું જીવન સમર્પિત કરી દે, કોઈ આવક કે આર્થિક આધાર વગર આ જ એક મોટું કારણ હતું તેમને વીર કહેવાનું.

બીજું ..

તે સમયે ચાલતા કુરિવાજો સામે તેમણે અવાજ ઉઠાવ્યો. એટલું જ નહિ પણ પ્રથાઓ નાબૂદ કરવા પોતાના જીવનમાં ભોગ આપ્યો.

Kavi vir Narmad gujarati sahity literature gujarat

ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે નર્મદ…

53 વર્ષના ટૂંકા આયુષ્યમાં નર્મદે ગુજરાતી ભાષાની સદીઓ સુધી ચાલી શકે એવી સેવા કરી. ગુજરાતી ભાષાનો જ્યારે વિકાસ થઈ રહ્યો હતો ત્યારે તેમણે ગદ્ય લેખનમાં નવી પરંપરા ઉભી કરી હતી.

1866માં નર્મદે પોતાની આત્મકથા લખી હતી. એ જમાનામાં આત્મકથા શબ્દ પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને ‘સ્વજીવન” પ્રકારનો ગ્રંથ ગણવામાં આવતો હતો. પોતાના જન્મની માહિતી આપતું નર્મદે વાક્ય લખ્યું છે, જે 42 અક્ષરનું એટલે કે ખાસ્સુ લાંબુ છે.

એક ગદ્ય અનેક સ્વરૂપ, નર્મદે ગુજરાતી ગદ્યમાં બરાબર ખેડાણ કર્યું હતું. ખાસ તો ગુજરાતી ગદ્યને સાહિત્યિક સપાટી પર મૂકવાનું કામ નર્મદે કર્યું હતું. તેમણે ગદ્યમાં નિબંધ, ચરિત્રલેખન, વિવેચન, ચિંતન વગેરે સ્વરૂપો ખેડી બતાવ્યા હતા. તો વળી દાંડિયો સામયિક દ્વારા પત્રકારત્વ પણ કર્યું હતું. આ ખેડાણ કરતાં તેમણે ‘નર્મગધ’, ‘મારી હકીકત’ અને ‘ ધર્મવિચાર ‘ એ પ્રમુખ ત્રણ ગ્રંથો આપ્યા. જે ગુજરાતી ગદ્યની શરૂઆતના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો છે.

Kavi vir Narmad gujarati sahity literature gujarat

સમાજ સુધારક નર્મદ…

સમાજ સુધારક નર્મદ સામાન્ય લોકોમાં નર્મદની સૌથી જાણીતી છાપ સમાજ સુધારક તરીકેની છે. કેમકે એ જમાનામાં વ્યાપેલી સામાજીક બદીઓ સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો.

પોતે વિધવા વિવાહ કરીને સમાજને દાખલો પુરો પાડયો. તો વળી જદુનાથ મહારાજ સામે વાદ-વિવાદ કરીને ધર્મસત્તાને પડકારી હતી.

પ્રથમ ગુજરાતી પાક્ષીક ડાંડીયો ચાલુ કરીને તેમણે સુધારક પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.

Kavi vir Narmad gujarati sahity literature gujarat

અર્વાચીનતાનો છડીદાર નર્મદ….

વિવિધ રીતે અર્વાચીનતાનો છડીદાર હોવાથી સાહિત્યકારો નર્મદને અર્વાચીન યુગનો અણ’, ‘અર્વાચીનોમાં આધ’, ‘નવયુગનો પ્રહરી′ વગેરે નામે પણ નવાજે છે. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી 26, 1886ના રોજ મુંબઇ ખાતે થયું હતું.

નર્મદની એક કવિતા…

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.

મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.

મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.

મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

સાભાર સૌજન્ય કવિતા અને ફોટો માટે – http://kavitakosh.org/kk/%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6_%E0%AA%A4%E0%AB%87%E0%AA%B9%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE_/_%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87

Kavi vir Narmad gujarati sahity literature gujarat

#Kavi #VirNarmad #Narmad  #gujaratisahity #literature #gujarat #Marihakikat #Narmadlife #poe

error: Content is protected !!
Exit mobile version